________________
૫૦૮
કલશામૃત ભાગ-૪ અનંતકાળ ગયો. અનંતવાર દ્રવ્યલિંગી સાધુ પણ થયો. અંદર આત્મા છે તે રાગથી ભિન્ન પૂર્ણાનંદનો નાથ છે તેનું તેણે સમ્યગ્દર્શન.. આનંદનું વેતન ન કર્યું.
કારણ કે સમ્યગ્દષ્ટિ જીવ રાગ-દ્વેષ-મોહથી રહિત છે.” ક્યો રાગ? પુણ્ય-પાપના પરિણામ મારા છે એવો મિથ્યાભ્રમનો નાશ થઈ ગયો છે. અનંતાનુબંધીનો નાશ થઈ ગયો છે. પર અનુકૂળ દેખીને રાગ, પ્રતિકૂળ દેખીને દ્વેષ એવો જે અનંતાનુબંધીના રાગ-દ્વેષનો નાશ થઈ ગયો છે. અરેરે..! તેણે સંસારના હરખમાં ચોરાસીના અવતાર કર્યા. એ અવતાર તેણે રાગના રસના પ્રેમમાં કર્યા છે. પરંતુ એ રાગથી ભિન્ન અનંતગુણનો નાથ ભગવાન અંદર છે તેને કોઈ દિવસ જોયો નહીં, જાણ્યો નહીં, સ્વીકાર્યો નહીં.
એ અહીંયા કહે છે- જ્ઞાની, રાગ-દ્વેષ-મોહ રહિત છે. અસ્થિરતાના પ્રકારમાં જે રાગનો ભાવ, દયા-દાનનો ભાવ છે એ રાગ છે. દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા- ભગવાનનું સ્મરણ એ બધો રાગ નામ વિકલ્પ છે તે વૃત્તિનું ઉત્થાન છે. તે વિકારનો જેને પ્રેમ નથી, રુચિ નથી, રુચિ તો તેને આત્માના આનંદની છે. તેથી તેને મિથ્યાત્વનો રાગ છે નહીં. તેને ભ્રમણા નથી અને ભ્રમણા સંબંધી જે રાગ-દ્વેષ કરતો હતો, અનુકૂળ-પ્રતિકૂળ માની ને કરતો હતો તે તેને નથી. નબળાઈને લઈને જે રાગ-દ્વેષ થાય છે તેને અહીંયા ગણ્યા નથી. નૌઆખલીમાં બનેલું અને ત્યારે ગાંધીજી ગયા હતા. માતા... જનેતા હોય અને તેની સાથે ભોગ લેવાનું કોઈ કહે તો કેમ? તેને શું થતું હશે? તેમાં તેને મીઠાશ આવતી હશે? માતા- પુત્રને નગ્ન કરે અને પછી બન્નેને ભીડ. અરેરે! મારી જનેતા છે ! આ શું થાય છે? જમીન માર્ગ આપે તો સમાય જઈએ. જેમ તેને ત્યાં પ્રેમ નથી, તેમ સમ્યગ્દષ્ટિ ભોગના રાગને, માતાની સાથે પ્રેમથી ભોગ કરે એવો માને છે. બાપુ! સમ્યગ્દર્શન શું ચીજ છે તે કોઈ અલૌકિક વાત છે. તેના વિના બધાય થોથાં છે. એના વ્રત-તપ-ભક્તિ-પૂજા એ બધાય એકડા વિનાના શૂન્ય છે.
| ત્રિલોકીનાથ જિનેશ્વર વીતરાગ પરમેશ્વર મહાવિદેહમાં સાક્ષાત્ બિરાજે છે. મહાવીર ભગવાન આદિ તો સ્મો સિધ્ધાણંમાં ગયા. એ તો બીજા પદમાં ગયા. આ તો પહેલા પદમાં બિરાજે છે “નમો અરિહંતાણમ્” તેમને ચાર કર્મ ગયા છે. ચાર કર્મ બાકી છે.
હમણાં પેલા પ્રતાપગઢનો ચાંદમલ આવ્યો હતો. તે તીર્થંકર થઈને આવેલો!!મહારાજ ! હું સાચું કહું છું હું તીર્થકર છું. મને ચાર કર્મનો નાશ થયો છે, ચાર કર્મ બાકી છે. ભગવાનને ચાર કર્મ બાકી હતા તો પૈસા ન હતા, મારી પાસે પૈસા નથી. હું ગરીબ છું. પણ હું છું કેવળી. અહીંયા મારી પાસે આવ્યો હતો પછી વ્યાખ્યાનમાં બેઠો. અરે! ભાઈ તું આ શું કરે છે? અરે! કેવળી કોને કહેવાય? તીર્થકર કોને કહેવાય તેની તને ખબર નથી. હજુ તો સાધુ કોને કહેવાય તેની ખબરું નથી તમને !! શાંતિથી કહ્યું- મિથ્યાદેષ્ટિ છો તમે! ભાઈ તારી આ દૃષ્ટિ મિથ્યા છે. પાછો ઊભો થઈને પગે લાગે. અરે બાપુ! તું આ શું કરે છે? એવાં લાકડા ગરી જાય છે ને !!
અહીંયા એ કહે છે? સમ્યગ્દષ્ટિ નામ ધરાવીને તું ભોગને ભોગવતો હોય! ભોગ