________________
કલશ-૧૫૧
૫O૭
કાળા નાગ જેવી લાગે. કાળા નાગને દેખીને જેમ ત્રાસ થાય, એમ ધર્મી સમ્યગ્દષ્ટિ જીવને વિષયની વાસનાનો ભાવ કાળા નાગ જેવો દેખાય છે. આને ધર્મી કહીએ. તું તો કહે છે કે અમે સમ્યગ્દષ્ટિ છીએ અને મને ભોગવવાની ઈચ્છા પણ છે. તો તું દુર્ભક્ત છો... એટલે ભોગવવાને લાયક નથી, અને ભોગવે તેથી મિથ્યાષ્ટિ છો.
શ્રેણિક મહારાજા આવતી ચોવીસીમાં પહેલા તીર્થકર થશે. એ સમ્યગ્દર્શન શું ચીજ છે? પૂર્ણાનંદનો નાથ પ્રભુ... અનંત ગુણનો સાગર આત્મા! તેનું જ્ઞાનની પર્યાયમાં વેદન આવવું, અતીન્દ્રિય આનંદનું વેદન આવે તેની પ્રતીતિ તેનું નામ સમ્યગ્દર્શન છે. એ સમ્યગ્દષ્ટિ..ચક્રવર્તીના ભોગ, ભરત ચક્રવર્તીને છનું હજાર સ્ત્રીઓ હતી અને તેના ભોગની વૃત્તિ હતી તે ઝેર જેવી, કાળા નાગ જેવી દેખાતી હતી. અસ્થિરતાને લઈને રાગ થતો. પણ જેમ કાળો નાગ દેખીને ત્રાસ થાય તેવો ત્રાસ થતો તો સમ્યગ્દષ્ટિને. જૈન નામ ધરાવે અને રાગની મીઠાશ હોય, ભોગનો પ્રેમ હોય તે મિથ્યાષ્ટિ છે. આવી વાતું છે! શ્રીમજીમાં આવે છે ને !
અનંતકાળથી આથડયો વિના ભાન ભગવાન,
સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યા નહીં અભિમાન.” સર્વજ્ઞ જિનેન્દ્ર પરમેશ્વરે કહેલો આત્મા.. એ શું ચીજ છે? તે કોણ છે? બીજાઓ આત્મા કહે.. પણ તેણે આત્માને જોયો નથી, તે તો કલ્પનાથી વાતો કરે છે. પરમેશ્વર ત્રિલોકનાથ જિનેન્દ્ર ! તેણે અનંત આત્માઓ જોયા...! એ આત્મા કેવો જોયો? કેમ જોયો? તે વાત સ્તુતિમાં આવે છે.
પ્રભુ તુમ જાણગ રીતિ, સૌ જગ દેખતાં હો લાલ,
નિજ સત્તાએ શુધ્ધ સૌને પેખતાં હો લાલ.” મહાવિદેહમાં સીમંધર પ્રભુ બિરાજે છે. ત્રિલોકનાથ તીર્થકર જિનેન્દ્ર ભગવાન બિરાજે છે. ૫૦૦ ધનુષનો ઉંચો દેહ છે, કરોડ પૂર્વનું આયુષ્ય છે. જેની સભામાં સો ઇન્દ્રો સભામાં જાય છે. તે અત્યારે વિદેહમાં બિરાજે છે. પ્રભુ! અમારો આત્મા જે શેય છે તે સત્તાએ શુધ્ધ આનંદકંદ છે તેને તમે આત્મા જાણો છો અને આત્મા કહો છો. આ શરીર માટી-ધૂળ-અજીવ છે. અંદર પુણ્ય ને પાપના ભાવ થાય, દયા-દાન-વ્રત-પૂજા-ભક્તિના ભાવ થાય એ તો રાગ છે. હિંસા-જૂઠ-ચોરી-વિષય ભોગના ભાવ થાય એ તો પાપ રાગ છે. એ રાગ તે આત્મા નથી. એમ ભગવાને જોયું છે. નવ તત્ત્વમાં જે રાગ છે એ તો પુણ્ય-પાપ તત્ત્વમાં જાય છે. શરીર, વાણી, મન, કર્મ એ અજીવ તત્ત્વમાં જાય છે. અંદરમાં જે ભગવાન આત્મા છે તે જ્ઞાયક તત્ત્વમાં રહે છે. એ તો શુધ્ધ ચૈતન્ય આનંદકંદ છે.
પ્રભુ તુમ જાણગ રીતિ, સૌ જગ દેખતાં... અને નિજ સત્તાએ શુધ્ધ અમારો આત્મા છે. અમારો આત્મા હોવાપણે શુધ્ધ છે. જે પૂર્ણાનંદ છે તેને આપે આત્મા જોયો છે. તેને આપે આત્મા કહ્યો છે. ભારે વાતું અરે ! કોઈ દિ' સાંભળી ન હોય !! પરિભ્રમણ કરતાં-કરતાં