________________
કલશ-૧૫૨
૫૧૭ આબરુમાં, રાગમાં જે મીઠાશનો રસ ચડી જાય છે તે મિથ્યાત્વ ભાવ છે. જ્ઞાનીને અશુભભાવ આવે પણ તેનો રસ તેને હવે નથી. સર્પને આંગળીએ પકડયો હોય તો તેને જેમ બને એમ છોડવાનો ભાવ છે કે તેને પકડી રાખવાનો ભાવ છે? તેમ ધર્મીને રાગ આવે..પણ જેમ સર્પને છોડવા માટે છે, તે તેના પ્રેમ અને રસ માટે નથી.
દરબારે નાગણી પકડી હતી. તે સર્પને પકડતો..........તેનું મોઢું ઝાલીને પકડે. એમાં તેણે દારૂ પીધેલો અને પકડ જરા પોચી થઈ તો...નાગણીએ ભરડો લઈ અને ડંસ માયો. રાત્રે સૂતો અને ક્યારે મરી ગયો તેની ક્યાં ખબર છે! એમ જેને રાગની મીઠાશમાં મિથ્યાત્વના ઝેર વળગ્યા છે તેને સર્પ કરડયો છે. તેને ડંસ માર્યો છે અને તે મરી ગયો છે; તેણે ચૈતન્યને મારી નાખ્યો છે. જાગતી જ્યોત ભગવાન આત્મા ! પૂર્ણાનંદનો નાથ પ્રભુ તેનો તેને અસ્વીકાર છે. અને રાગના ઝેરનો તેને સ્વીકાર થયો તેથી તેને બંધન થાય છે. જ્યારે જ્ઞાનીને રાગનો સ્વીકાર નથી, તેને સ્વીકાર પરમાત્મ સ્વરૂપનો છે.........માટે તેને બંધન નથી.
સુખરૂપ સ્વભાવ જેનો, એવો છે.” એટલે શું કહે છે? સમ્યગ્દષ્ટિ તો ..મારો આનંદરૂપ સ્વભાવ છે તેવું અનુભવે છે જાણે છે. રાગ મારો સ્વભાવ છે અને તે અનુભવ કરવા લાયક એમ તે માનતો નથી. અને અજ્ઞાનીએ સ્વભાવ દેખ્યો નથી તેથી તે રાગને જ અનુભવે છે. આવી વાતો છે!!
ભાવાર્થ આમ છે કે- સમ્યગ્દષ્ટિ જીવને વિભાવરૂપ મિથ્યાત્વ પરિણામ મટી ગયા છે,” તેને પણ રાગનો ભાવ આવે ખરો....! પરંતુ તે મારા છે અને એમાં રસ છે તે વાત ઊડી ગઈ છે. તેથી તેને મિથ્યાત્વભાવ ન હોય એમ કહે છે. “સમ્યગ્દષ્ટિ જીવને વિભાવરૂપ મિથ્યાત્વ પરિણામ મટી ગયા છે, તે મટવાથી અનાકુલત્વ લક્ષણ અતીન્દ્રિય સુખ અનુભવ ગોચર થયું છે.” એ રાગનો ત્યાગ થઈ, સ્વરૂપના આનંદનું ગ્રહણ થઈ તે અતીન્દ્રિય આનંદના સુખને ગ્રહે છે. અતીન્દ્રિય આનંદના સુખને વેદે છે.
ભગવાન આત્મા રાગથી રહિત છે...તેનો જ્યાં સ્વીકાર નથી ત્યાં આગળ રાગની ક્રિયાનો સ્વીકાર છે...તે મિથ્યાદેષ્ટિ છે. ભલે પાંચ લાખ કરોડ ખર્ચા હોય....પણ એમાં કદાચ મંદ રાગ કર્યો હોય તો....( પુણ્ય છે.) પરંતુ પ્રતિષ્ઠા માટે, દુનિયા દેખે એ માટે કર્યો હોય તો પાપ છે. દેખાવ કરવા માટે, બીજા દેખે કે મેં પચ્ચીસ હજાર...પચાસ હજાર આપ્યા તેથી હું બહાર પડીશ તો તે પાપ છે. અને કદાચિત્ રાગની મંદતા કરી હોય તો પણ ...તેનો જેને રસ છે કે આ મને લાભદાયક છે તે મિથ્યાત્વ છે. આવી વાતું છે!!
આહાહા! એક કોર રામ અને એક કોર ગામ છે. એક બાજુ આત્મારામ અને બીજી બાજુ રાગથી માંડીને આખો સંસાર, જેને રાગનો સ્વીકાર છે તેને આખા સંસારનો સ્વીકાર છે. જેને ભગવાનનો સ્વીકાર છે તેને મોક્ષમાર્ગનો સ્વીકાર છે. પોતે મુક્ત સ્વરૂપ છે તેનો સ્વીકાર છે. સમજાણું કાંઈ ? પેલા ભક્તિમાં ધર્મ ઠરાવે છે, તો કેટલાક વ્રત-તપમાં ઠરાવે છે.