________________
કલશ-૧૫૨
૫૧૩ છૂટતાં નથી, તેથી ભોગવવાં જ પડે; તેમ સમ્યગ્દષ્ટિ જીવને, પૂર્વે અજ્ઞાન પરિણામથી બાંધ્યું છે જે સાતારૂપ-અસાતારૂપ કર્મ, તેના ઉદયે અનેક પ્રકારની વિષયસામગ્રી હોય છે, તેને સમ્યગ્દષ્ટિ જીવ દુઃખરૂપ અનુભવે છે, છોડવાને ઘણુંય કરે છે, પરંતુ જ્યાં સુધીમાં ક્ષપકશ્રેણી ચડે ત્યાં સુધી છૂટવું અશકય છે, તેથી પરવશ થયો ભોગવે છે, હૃદયમાં અત્યંત વિરક્ત છે, તેથી અજિત છે. માટે ભોગસામગ્રી ભોગવતાં કર્મનો બંધ નથી, નિર્જરા છે. અહીં દષ્ટાન્ત કહે છે-“યત વિન વર્ષ વર્તારં સ્વનેન વસાત યોજાયે” (ત) કારણ કે આમ છે, (વિન) આમ જ છે, સંદેહ નથી કે (વર્ષ) રાજાની સેવા આદિથી માંડીને જેટલી કર્મભૂમિસંબંધી ક્રિયા, (વર્તાર) ક્રિયામાં રંજિત થઈને-તન્મય થઈને કરે છે જે કોઈ પુરુષ તેને, (સ્વરુનેન)-જેમ રાજાની સેવા કરતાં દ્રવ્યની પ્રાપ્તિ, ભૂમિની પ્રાપ્તિ, જેમ ખેતી કરતાં અન્નની પ્રાપ્તિ થાય છે તેમ-પોતાના ફળ સાથે (વનાત યોન) અવશ્ય જોડે છે અર્થાત્ અવશ્ય કર્તાપુરુષનો ક્રિયાના ફળ સાથે સંયોગ થાય છે. ભાવાર્થ આમ છે કે જે ક્રિયાને કરતો નથી તેને ક્રિયાના ફળની પ્રાપ્તિ થતી નથી. તેવી રીતે સમ્યગ્દષ્ટિ જીવને બંધ થતો નથી, નિર્જરા થાય છે; કારણ કે સમ્યગ્દષ્ટિ જીવ ભોગસામગ્રી-ક્રિયાનો કર્તા નથી, તેથી ક્રિયાનું ફળ કર્મબંધ, તે તો સમ્યગ્દષ્ટિને નથી. દેષ્ટાન્તથી દઢ કરે છે-“યત : નિg: ના વદિ વર્મ": પ્રામોતિ” (ય) કારણ કે પૂર્વોક્ત નાના પ્રકારની ક્રિયા (p:) કરતો થકો (પ્રતિષ્ણુ:) ફળની અભિલાષા કરીને ક્રિયાને કરે છે એવો (ના) કોઈ પુરુષ (વર્મા: નં) ક્રિયાના ફળને (ાતિ) પામે છે. ભાવાર્થ આમ છે-જે કોઈ પુરુષ ક્રિયા કરે છે, નિરભિલાષ થઈને કરે છે, તેને તો ક્રિયાનું ફળ નથી. ૨૦-૧૫૨.
કળશ નં.-૧૫ર : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૫૯-૧૬૦
તા. ૨૫-૨૭/૧૧/૭૭ “તત મુનિ: વર્મા નો વધ્યતે” તે કારણથી (મુનિ:) શુદ્ધ સ્વરૂપ અનુભવે બિરાજમાન સમ્યગ્દષ્ટિ જીવ.” આ મુનિની વ્યાખ્યા કરી. હું પવિત્ર શુદ્ધ ચૈતન્ય છું અને અપવિત્ર રાગાદિ એ મારી ચીજ નથી. જે પવિત્ર સ્વભાવપણે પરિણમીને બિરાજમાન છે એવો જે સમ્યગ્દષ્ટિ જીવ; આ મુનિની વ્યાખ્યા કરી. “શુદ્ધ સ્વરૂપ અનુભવે બિરાજમાન સમ્યગ્દષ્ટિ જીવ”! આહાહા ! ભગવાન જ્ઞાન સ્વરૂપે અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ તેના વેદનમાં બિરાજમાન છે. “શુદ્ધ સ્વરૂપ અનુભવ” અનુભવ એટલે? આનંદના અનુભવે બિરાજમાન છે.....સમ્યગ્દષ્ટિ જીવ. સત્ય વસ્તુ જે આનંદ ને જ્ઞાન છે તેના વેદનમાં એ | બિરાજમાન છે. આહાહા ! ધર્મી જીવ! અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાનને વેદે છે.
આ જાત્રામાં તમે કેટલી વાર ફર્યા એમ કહે છે. બહારમાં હો...હા...! હો...હા! જાણે