________________
કલશ-૧૫૧
૫૦૩
હમણાં હમણાં થોડા વખત પહેલા શેઠિયા ચાલ્યા ગયા, નવનીતભાઈ અને ચાલીસ કરોડવાળા શાંતિપ્રસાદ ચાલ્યા ગયા. અહીંયા બેઠા હતા, બે ત્રણ દિવસ વ્યાખ્યાન સાંભળેલા, તેમની ઉંમર તો નાની સાઈઠ વરસની, નવનીતભાઈને અહ્યોત્તર અને પોપટભાઈને એકોતેર.... હાલ્યા ગયા. ભગવાનમાં ભવ કયાં છે? ભગવાન આત્મા તો નિત્ય છે. દેહના નાશથી કાંઈ તેનું નિત્યપણું જતું નથી. આત્મા તો કાયમ રહેનારો છે. જેને દૃષ્ટિમાં રાગ અને પુણ્યના પરિણામનું કર્તાપણું છે તે સદાય મિથ્યાત્વની ભ્રમણામાં રહેનારો છે. તે પરનું તો કરી શકતો નથી. સ્ત્રીનું, કુટુંબનું, ધંધાનું, શરીરનું તો તે કરી શકતો નથી. એ માને તો પણ કરી શકતો નથી. આહાહા! ફકત “હું કરું છું એવી માન્યતા કરે છે.
આ દુકાનમાં થતો ધંધો તેને માટે બેસીને બરોબર ધ્યાન રાખે એ બધું મિથ્યાત્વનું અભિમાન છે. અહીંયા તો કહે છે – જેને રાગનું કર્તાપણું છૂટી ગયું છે, પરને તો તે કરી શકતો નથી, પરનો કર્તા તો હતોય નહીં. રાગનું એટલે પુણ્ય-પાપના ભાવનું કર્તાપણું હતું એ છૂટી ગયું છે. કેમ છૂટી ગયું છે? સ્વરૂપ જ્ઞાતા-દેણા અનંત આનંદનો સાગર પ્રભુ છે. તેના સ્વીકારમાં, તેના જ્ઞાતા દેટાના પરિણમનના કર્તાપણામાં તેને રાગનું કર્તાપણું છૂટી ગયું છે. તેથી તેને રાગના કર્તાપણાથી – મિથ્યાત્વથી જે બંધ હતો તે બંધ તેને નથી.
વર્તમ ન વિત” આહાહા ! એ વિકારના પરિણામને તું કરવાની લાયકાતવાળો નથી. મિથ્યાદેષ્ટિ વિકારના પરિણામ કરવાની લાયકાતવાળો છે. કેમ કે તેણે વસ્તુને જોઈ જાણી કે અનુભવી નથી. તે તો આત્માને જોયો છે ને !? કહે છે – ચૈતન્યમૂર્તિ ભગવાન! અનંત આનંદ, અનંતજ્ઞાન, અનંતશાંતિ, અનંત સ્વચ્છતા, અનંત અનંત ઈશ્વરતા પ્રભુતા એવી અનંત અનંત અનંત અમાપ શક્તિઓનો સાગર પ્રભુ છે. એ શું છે? જેની શક્તિની સંખ્યાનું માપ નથી એવા અમાપ શક્તિના સાગરને જેણે અનુભવ કરીને પ્રતીતમાં લીધો તેને હવે રાગનું કરવાપણું રહેતું નથી. રાગ આવે તેનો તે જ્ઞાતા છે. (વર્તમ) તેનો અર્થ કર્યો..કે રાગ કરવાને લાયક નથી એટલે પછી બંધાવાને લાયકે (ય) નથી.
“ભાવાર્થ આમ છે કે - સમ્યગ્દષ્ટિ જીવને કર્મનો બંધ નથી.” અહીંયા મિથ્યાત્વ અને અનંતાનુબંધીના પરિણામનો જે બંધ છે તે તેને નથી... એટલી વાત કરવી છે. આમાંથી કોઈ એમ જ લઈ લ્ય કે તેને બંધ જ નથી.... તો એમ નથી. એ વાત શ્લોક ૧૫૨ માં લેશે!
૧૫ર શ્લોકમાં ચોથા પદમાં છેલ્લે “મુનિ' શબ્દ લેશે! પછી તેનો અર્થ કરશે “સમ્યગ્દષ્ટિ જીવ” એમ ત્યાં વજન આપવું છે ને ! આહાહા ! તારા ઘરમાં એટલી ઘર વખરી પડી છે, તારા ઘરમાં એટલું ફર્નીચર પડયું છે... અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ એવા અનંત અનંત અમાપ અમાપ શક્તિનું ફર્નીચર પડયું છે. તેનો જેને પ્રેમ લાગ્યો તેને રાગના કણનો પ્રેમ છૂટી જાય છે. પહેલા તેને રાગના પ્રેમમાં મિથ્યાત્વ ભાવથી બંધ થતો હતો તે હવે સમ્યગ્દષ્ટિને થતો નથી. એટલી વાત અહીંયા લેવી. તેને સર્વથા બંધ નથી તેમ નથી. મિથ્યાત્વ અને