________________
કલશ-૧૫૧
ક૨વી એ.
૪૯૯
“સામગ્રી હોતા અશુદ્ધરૂપ પરિણમાવાતો નથી.” એવા રાગનો જરા ભાવ થાય છતાં તે મિથ્યાત્વરૂપે પરિણમાવાતો નથી.
“સામગ્રી હોતાં અશુદ્વરૂપ પરિણમાવાતો નથી; એવો વસ્તુનો સ્વભાવ છે. તેથી સમ્યગ્દષ્ટિને કર્મનો બંધ નથી, નિર્જરા છે.” આ અપેક્ષાએ બંધ નથી હોં ! જે બંધ નથી એમ કહ્યું તે મિથ્યાત્વ સંબંધની અપેક્ષાએ વાત છે. જયસેન આચાર્યે તો એમ લખ્યું છે કે આ પંચમગુણસ્થાન ઉ૫૨ની વાત છે. મુખ્યપણે તો છઠ્ઠાવાળાની વાત છે. જો સર્વથા બંધ નથી, તો તો દશમા ગુણસ્થાન સુધી બંધ છે. પરંતુ તેને શેય ગણીને તેને બંધ નથી એમ કહેવામાં આવ્યું છે. છે તો બંધ, જો બંધ ન હોય તો વીતરાગતા પૂર્ણ હોવી જોઈએ જ્યાં અનંત આનંદ પૂર્ણ પ્રગટે ત્યારે ત્યાં પૂર્ણ દશા થઈ છે. ત્યારે તેને બંધ નથી. યથાખ્યાત ચારિત્ર પ્રગટ પહેલાં બંધ છે. એ તો આસવ અધિકારમાં આવી ગયું છે. પૂર્ણ યથાખ્યાત સ્વરૂપની જેવી વસ્તુ છે તેવી પ્રસિદ્ધિ અંદ૨માં પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને રાગ ને દ્વેષ હોય છે.... અને તેટલો તેને આસવ અને બંધ હોય છે. એક બાજુ આમ અને એક બાજુ આમ !!
અહીંયા દૃષ્ટિની અપેક્ષાએ વાત છે, ત્યાં અસ્થિરતાની અપેક્ષાએ કહ્યું. થોડી અસ્થિરતા હોય તો પણ તેને આસ્રવ ને બંધ છે....એમ સિદ્ધ કરવું છે. ભાઈ ! આ તો અનેકાન્ત માર્ગ છે. વીતરાગે જે અપેક્ષાએ કહ્યું તે અપેક્ષાએ લાગૂ પાડવું. અહીંયા તો બંધ નથી, નિર્જરા છે એમ કહ્યું છે. એ અશુદ્ધ પરિણામની જે તીવ્ર દશા છે તે, સ્વભાવના શુદ્ધ પરિણામના જોરે એ અશુદ્ધતા ટળી જાય છે. ટળી જાય છે એટલે નિર્જરા કહેવામાં આવે છે.
(શાર્દૂલવિક્રીડિત )
ज्ञानिन् कर्म न जीतु कर्तुमुचितं किञ्चित्तथाप्युच्यते भुंक्षे हन्त न जीतु मे यदि परं दुर्भुक्त एवासि भोः ।
बन्धः स्यादुपभोगतो यदि न तत्किं कामचारोऽस्ति ते
ज्ञानं सन्वस बन्धमेष्यपरथा स्वस्यापराधाद्ध्रुवम्।।१९-१५१।। ખંડાન્વય સહિત અર્થ:- “જ્ઞાનિન્ નાતુ ર્મ ર્તુમ્ ન પવિત” ( જ્ઞાનિન) હે સમ્યગ્દષ્ટિ જીવ! (ખાતુ) કોઈ પણ પ્રકારે, કયારેય (ર્મ) જ્ઞાનાવ૨ણાદિ કર્મરૂપ પુદ્ગલપિંડ ( ર્તુમ્ ) બાંધવાને (7ઽવિતા ) યોગ્ય નથી. ભાવાર્થ આમ છે કે સમ્યગ્દષ્ટિ જીવને કર્મનો બંધ નથી. “તથાપિ બિગ્વિન્ પય્યતે” (તથાપિ) તોપણ (વિગ્વિન્ ઉચ્યતે ) કાંઈક વિશેષ છે તે કહે છે-“હન્ત યતિ મે પરં ન ખાતુ મુંક્ષે મો: વુર્મુત્ત્ત: વ અસિ” (હન્ત) આકરાં વચને કહે છે : (વિ) જો એવું જાણીને ભોગસામગ્રી ભોગવે છે કે