________________
કલશ-૧૫૦
૪૯૭ પાસે તો કોઈ કિંમત વિનાની તૃણની તોલેય નથી. એવો પોતે ભગવાન સ્વરૂપે જ છે. તેના સ્વરૂપનું પરિણમન થતાં બીજા કોઈ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની તાકાત નથી, કે તે શુદ્ધતાની અશુદ્ધતા-મિથ્યાત્વ કરી શકે !! માર્ગ ઝીણો ભાઈ ! આ તો અપૂર્વ પૂર્વે નહીં કરેલી વાતો છે. બાકી તો અનંતવાર થોથે થોથાં કર્યા. એ બધું વ્યવહારે આવે છે તે સમજવા જેવું, પરમાર્થ વસ્તુ બહુ જુદી.
શું કહીએ? દિગમ્બર સંતોએ કહેલી વાતો કોઈ અલૌકિક છે. એ કેવળજ્ઞાનીના કેડાયતો હતા. કેવળ પરમાત્માના પંથે પંથે જતાં જતાં કેવળજ્ઞાન લેનારા હતા. આ બધી વાતો કેવળજ્ઞાન પમાડવા માટેની છે. જ્યાં ભગવાન શાંતરસે શાશ્વત છે, આનંદરસે શાશ્વત છે. તેનું અંદરમાં પરિણમન થયું આનંદ ને શાંતિના રસનું તો કહે છે કે કોઈ અન્યદ્રવ્ય તેનો નાશ બીજારૂપે કરવા સમર્થ નથી. જેમ શંખ ધોળો છે તેને કોઈપણ પ્રકારે બીજારૂપે કરવા સમર્થ નથી.
ભાવાર્થ આમ છે કે- સ્વભાવથી શ્વેત શંખ છે, તે શંખ કાળી માટી ખાય છે, પીળી માટી ખાય છે, નાના વર્ણની માટી ખાય છે;” ધોળો શંખ છે તે સમુદ્રમાં કાળા જીવડા હોય તેને ખાય, કાળી માટી ખાય પણ તે ધોળાને કાળું કરી શકે એવી તાકાત તેની નથી. શંખ નથી આવતો ધોળો !! તે શંખ કાળી માટી ખાય, પીળી માટી ખાય તો ધોળાનું પીળું થઈ જાય ? દેષ્ટાંત જુઓ ! એ શંખ ઝીણા કાળા કીડા ખાય પણ તેના ધોળાપણાને કોઈ કાળું કરી શકે તેવી તાકાત નથી ! આ તો પર્યાયની પરિણામની વાત છે હોં!! શંખ ધોળાપણે થયેલો નામ પરિણમ્યો છે. તે હવે કાળા કીડાં, કાળી માટી, પીળી માટી ખાય તો પણ તેના ધોળાપણાને કોઈ કાળું કરી શકે એવી જગતમાં કોઈની તાકાત નથી.
નાના વર્ણની માટી ખાય છે;” માટી અનેક વર્ણની છે એમ કહે છે. કાળી, રાતી, લીલી, પીળી, લાલ રંગની માટી હોય છે ને!? ત્યાં રસ્તામાં એક જગ્યાએ લીલી માટી જોયેલી, એ લીલી માટી ખાય તો પણ ધોળા સ્વભાવને લીલો કરી શકે એમ નથી. એવી રીતે “એવી માટી ખાતો થકો શંખ તે માટીના રંગનો થતો નથી, પોતાના શ્રેતરૂપે રહે છે; વસ્તુનું એવું જ સહજ છે; જોયું? ત્યાંથી શરૂ કર્યું હતું. સહજ સ્વરૂપ એવું છે.
“તેવી રીતે સમ્યગ્દષ્ટિ જીવ” જ્યાં સત્ય દૃષ્ટિ પ્રગટી આત્માના શુદ્ધ ચૈતન્યઘનની શાશ્વતઘન ભગવાન અંદર બિરાજે છે તેની અંતરસન્મુખ થઈને દૃષ્ટિ પ્રગટી....એટલે સમ્યગ્દર્શનના પરિણામ થયા. “સમ્યગ્દષ્ટિ જીવ સ્વભાવથી રાગ-દ્વેષ-મોહ રહિત શુદ્ધ પરિણામરૂપ છે.” અહીંયા તો આ લેવું છે. જે રાગ થાય છે (અસ્થિરતાનો) તે પણ તેના
સ્વરૂપમાં નથી. સમ્યગ્દષ્ટિનું તો રાગ-દ્વેષ પરિણામ રહિતનું એનું પરિણમન છે. અહીંયા તો મિથ્યાત્વ રહિતની વાત કરવી છે.
“તે જીવ નાના પ્રકારની ભોગ સામગ્રી ભોગવે છે તથાપિ પોતાના શુદ્ધપરિણામરૂપ