________________
४८६
કલશામૃત ભાગ-૪ ઉત્તર- હળવાં કર્મ એટલે શું? કર્મો ઓછા હતાં એટલે હળવા કર્મ? પોતે દેષ્ટિ સવળી કરી માટે હળવાં કર્મ હુતા-એમ કહેવાય. અમે બધા ભારે કર્મ કરેલા છીએ અને તેણે હળવાં કર્મ કર્યા હતા એમ તેનું કહેવું છે. એમ વાત નથી. અહીંયા કર્માદિની વાત જ નથી. કર્મ તો અહીંયા છે જ નહીં પરંતુ અશુદ્ધતાય જ્યાં નથી તેની તો અહીંયા વાતું ચાલે છે. કર્મ તો જડમાટી છે. “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ.” અહીંયા તો જે ભૂલ છે-અશુદ્ધતા છે તે ક્ષણિક છે, નાશવાન છે. જેણે અવિનાશી ભગવાનના અંદર ભેટા કર્યા. તેની શુદ્ધ પરિણતિને....... આ ક્ષણિક નાશવાન ચીજ અશુદ્ધ કરી દે એવી તાકાત જગતમાં કોઈની નથી. બાપુ ! આ તો વીતરાગ રાજાના રાજમાર્ગ છે.
આહાહા! પરમેશ્વર ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ! જેમની અનંતી સમૃદ્ધિ પર્યાયમાં પ્રગટ થઈ ગઈ છે. આહા ! ચૈતન્યની ઋદ્ધિ અનંત છે....તે પર્યાયમાં પૂર્ણ પ્રગટ થઈ ગઈ છે. (નાટક સમયસાર) શાસ્ત્રમાં સમકિતી માટે પણ એમ લીધું છે કે “રિદ્ધિ-સિદ્ધિ વૃદ્ધિ દિસે ઘટમેં પ્રગટ સદા,” આહાહા! ધર્મી જીવને અંદરમાં રિદ્ધિ દેખાય છે. આ ધૂળની રિદ્ધિ એ નહીં. શરીરની પણ નહીં, તે માટી હાડકાં, ચામડા છે. “રિદ્ધિ સિદ્ધિ વૃદ્ધિ દિસે ઘટમેં પ્રગટ સદા,” આહાહા ! પૂર્ણ આનંદ ને પૂર્ણ શાંતિ, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ પ્રભુતા એવી અનંતી શક્તિની વૃદ્ધિ ધર્મીને પોતાના સ્વભાવમાં દેખાય છે.....તેને સિદ્ધિ થાય છે. પોતાના સ્વભાવમાં રિદ્ધિ ભાળે છે ત્યાં તેને સમયે સમયે શુદ્ધિની વૃદ્ધિ થાય છે. અજ્ઞાનીને સમયે સમયે મલિનતા અને મિથ્યાત્વ ભાવમાં પુષ્ટિ-વૃદ્ધિ થાય છે. સમજાણું કાંઈ?
“gs: પરે: કથન શિન્યસાહસ તું ન શયતે” (95:) વસ્તુનો સ્વભાવ (:) અન્ય વસ્તુનો કર્યો (
વ ન વે) કોઈ પણ પ્રકારે બીજારૂપ કરવાને સમર્થ નથી.” “સંસ્કૃતમાં દેશકાળ દ્રવ્યાન્તર” એવો શબ્દ છે. દેશ એવું કોઈ ક્ષેત્ર નથી, કોઈ કાળ નથી અને કોઈ દ્રવ્ય નથી. ($થવા પિ) કોઈ પણ પ્રકારે..... ભગવાન આત્માના સ્વભાવનું જ્યાં શુદ્ધ પરિણમન થયું હવે કોઈ પણ ક્ષેત્ર હોય, નરકનું ક્ષેત્ર હોય, તીર્થકરનું ક્ષેત્ર હોય.... કે ગમે તે બાહ્ય ક્ષેત્ર હોય ! મધ્ય લોક, અધોલોક કે ઉર્ધ્વલોકમાં હો! કોઈ પણ ક્ષેત્રની તેના શુદ્ધતાના પરિણામને ફેરવી શકે એવી તાકાત નથી.
કોઈ કાળ એવો નથી-કેમ કે જ્યાં વસ્તુ છે, શાશ્વત છે તેને કોઈ કરી શકે નહીં તો તેના પરિણમનને કોઈ કાળ ફેરવી શકે નહીં એમ કહે છે. તેમ “દ્રવ્યાંતર” પોતાના દ્રવ્યથી અનેરા દ્રવ્ય, એવા કોઈ દ્રવ્ય નથી કે તેની શુદ્ધતાની અશુદ્ધતા કરી નાખે, સમજાણું કાંઈ? પ્રભુ! આતો બહુ ઝીણી વાતું છે. સર્વજ્ઞ ત્રિલોકનાથ જિનેન્દ્ર વીતરાગ પરમાત્માનો પ્રરૂપેલો આ માર્ગ છે. તેમણે કહેલી વાત બીજે ક્યાંય નથી. આહાહા ! આશ્ચર્યકારી વિસ્મયકારી પદાર્થ છે ભાઈ ! જેની કિંમતું ન થઈ શકે !!
આહાહા ! ચક્રવર્તીના રાજ્ય હો કે ઇન્દ્રના ઇન્દ્રાસન હો !! આત્માના સુખના પરિણામ