________________
૪૯૪
કલશામૃત ભાગ-૪ છે તે પોતે જ શુદ્ધરૂપે થયું છે. તે હવે કયાં જાય ? તે શી રીતે નાશ થાય ? અહીંયા તો એમ કહેવું છે કે- ગમે તેટલી ભોગની સામગ્રી ૫૨ લક્ષ જાય છતાં જે શાશ્વત પરિણમ્યું છે તેમાં અજ્ઞાન કેમ થાય ? અરે ! તેણે કોઈ દિવસ તેના તરફના વલણનો, મંથનનો વિચારેય કર્યો નથી. બહારની હોળી સળગે છે ત્યાં પડયો છે.
અહીંયા કહે છે- આવો જે ભગવાન ! અનંત અનંત ગુણનો સાગર શાશ્વત વસ્તુ છે તેના ઉપ૨ નજ૨ જતાં તે શુદ્ધ સ્વરૂપે પરિણમે છે. જે રીતે છે તે રીતે પરિણમનમાં શુદ્ધપણે પરિણમે છે. એ શુદ્ધ પરિણામ માયાજાળ જેવું નાશવાન નથી–એમ કહે છે. આહાહા ! આવી અધ્યાત્મની વાત ક્યાં છે બાપુ ! સ્વદેશમાં આકરું પડે તો પરદેશમાં આ કયાં હતું ? એ તો વાતું કરે છે કે અમેરિકામાં આમ છે ને !
અહીંયા કહે છે કે એ માયાજાળની માફક ક્ષણ વિનશ્વર નથી. શું કીધું ? છે તો પરિણમન પર્યાયનું પણ તે માયાજાળની માફક ક્ષણવિનશ્વર નથી. એ પરિણમન છે નિર્મળ. જેમ વસ્તુ શાશ્વત છે તેમ તેનું પરિણમન પણ એમને એમ કાયમ ચાલું જ રહે છે. હવે આમાં યુવાન શરીર હોય, પાંચ-પચ્ચીસ લાખ રૂપિયા હોય તો થઈ રહ્યું. અરે બાપુ ! તું ક્યાં છો ? એ યુવાની માયાજાળની પેઠે નાશવાન છે. ક્ષણમાં ફ્ થઈ જાય છે. ૫૨મ દિવસે એક દરબાર ગયા. તેની ઉંમર ૪૦–૪૨ વર્ષની. નાગણીને પકડતો હતો......દારૂ પીધેલો........ તેનું માથું પોચું થઈ ગયું હશે ! નાગણી આમ લટકતી હતી અને ભરડો માર્યો, ડંસ દીધો અને મરી ગયો. બાપુ આવા મરણ તો અનંતવા૨ થયા. એ બધું નાશવાન ક્ષણભંગુર છે.
અહીં કહે છે- આત્માના શુદ્ઘ દ્રવ્યનું પરિણમન એવું નાશવાન નથી–એમ કહે છે. જ્ઞાન ધારા.......જ્ઞાનધારા.......જ્ઞાયકમાંથી આવી એ જ્ઞાનધારાને કોઈ અજ્ઞાન કરી શકે નહીં. ભોગ એ તો બાહ્ય સામગ્રીની વાત કરી......પણ તેના ઉપર જરા લક્ષ જાય છે તે રાગ છે. એ રાગ જ્ઞાનીના જ્ઞાનને અજ્ઞાન કરી શકે તેવી તાકાત તેનામાં નથી. ભોગ સામગ્રી તો ૫૨ છે પણ તેના તરફના વલણવાળી જે વૃત્તિ છે એ વૃત્તિની તાકાત નથી. કે શુધ્ધત્વપણે પરિણમેલાને મિથ્યાત્વ કરી શકે?
“હવે દેષ્ટાંત દ્વારા વસ્તુનું સ્વરૂપ સાધે છે-“હિ યસ્ય વશત: યુ: યાક્રળ સ્વભાવ: તસ્ય તાવળ ફવ અસ્તિ” કા૨ણ કે જે કોઈ વસ્તુનો જે સ્વભાવ, જેવો સ્વભાવ છે તે અનાદિ નિધન છે.” ભગવાન આત્માનો જે સ્વભાવ છે તે અનાદિ નિધન છે. ( વશત:) અનાદિ છે. ( તસ્ય ) તે વસ્તુનો (તાવ ફ્વ અસ્તિ ) તેવો જ છે. અનાદિનો જેવો સ્વભાવ છે તેવો જ છે તે સ્વભાવ ૫૨માણુંનો પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ સ્વભાવ જેવો સ્વભાવ છે તેવો જ અનાદિનો છે. તેમ ભગવાન આત્મા ! અરે...... એક શાક જરીક અનુકૂળ આવે ત્યાં તો ફીદા ફીદા થઈ જાય. કેરીનો ૨સ સ૨ખો હોય અને ઘીની પાયેલી પૂરી હોય ! પૂરી ને ૨સ ખાય ત્યારે જાણે શું નું શું થઈ ગયું ? અરે.... બાપુ ! તું ક્યાં તણાય ગયો ! ?