________________
કલશ-૧૫O
૪૯૩ માયાજાળ ક્ષણ વિનાશીક છે.
ગઈ કાલે સાંજે સંધ્યા જોઈ. આમ જ્યાં નજર કરી ત્યાં સંધ્યા ખીલેલી અને બીજી મિનિટે જ્યાં નજર કરી તો કાળું ધાબું! લાલ વાદળા થયા હતા. પેલો ડુંગરો... પર્વત છે. સૂર્યાસ્ત થતાં તેની લાલાશની ઝાંય આમ આવી હતી. એક મિનિટ રહી હશે કે ફડાક દઈને અસ્ત થઈ. આ બધી ચીજ છે તે સંધ્યાના રંગ જેવી છે. સંસાર આખો માયાજાળ છે. આ શરીર, વાણી એ બધું ક્ષણ વિનાશીક છે. કાલ તો ક્ષણમાં શું થયું!! લોકોએ નજર નહીં કરી હોય ! પાટ ઉપર બેસતાં મારી નજર ગઈ તો બારણાના લાકડા ઉપર પીળાશ આવી. કીધું આ શું? સૂર્ય તો નથી, સૂર્ય તો અસ્ત થઈ ગયો. આમ જોયું ત્યાં ખીલેલી સંધ્યા! એવી ખીલેલી... અને જરી આમ જોઈને જોયું ત્યાં ખલાશ થઈ ગઈ. સૂરજ નીચે વયો ગયો. બહારમાં તો આવું જ હોય ને!
અહીંયા કહે છે કે શાશ્વત શુદ્ધ દ્રવ્ય છે તેનું વેદન થયું એ કોઈ માયાજાળ જેવી વાત નથી...કે તે નાશવાન થઈ જાય. જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનનું જ્ઞાન થયું તે શાશ્વત વસ્તુનું જ્ઞાન થયું છે. ભગવાન આત્મા શાશ્વત છે. નિત્યાનંદ પ્રભુ અનાદિ અનંત નિત્ય ધ્રુવ છે. તેનું જેને જ્ઞાન થયું તે માયાજાળની પેઠે નાશવાન ચીજ નથી. આમ કહીને અપ્રતિહત જ્ઞાન છે એમ બતાવે છે.
આહાહા! ચૈતન્ય શાશ્વત પ્રભુ અંદર છે. જેના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એવી વિસ્મયકારી વસ્તુ છે એ. અરે! તેણે કોઈ દિવસ અંતરમાં ક્યાં જોયું છે? આકાશ.... આકાશ...આકાશ...આકાશનો કયાંય અંત નથી. શું છે આ તે? આ ભાવને પહોંચી વળવું એ ઝીણી વાત છે. એવો અમાપ આકાશ જ્યાં કયાંય ....અંત નહીં. એ રીતે કાળનો કયાંય માપ નહીં. તેની શરૂઆત કયાં? તેનો અંત કયાં? આ તો વસ્તુ સ્થિતિ જ એવી છે. એ રીતે ભાવનું શું માપ? એક એક વસ્તુ આ બધી દેખાય છે તે જડ.... જડ..... જડ..... જડ... જડ છે તેનું અસ્તિત્વ તેને દેખાય છે. આ પથરા ઈટ એ દેખાય છે તેથી તે જાણે કે જગતમાં આ જ ચીજ હોય !?
આખા લોકમાં જેટલા પરમાણુંઓ છે તેના અનંતમે ભાગે જીવ ભગવાન બિરાજે છે. એટલે અનંત આત્માઓ છેતેમાં એક એક ભગવાનમાં અનંતા ભાવ બિરાજે છે. એ ભાવ કેટલા? ત્રણકાળના સમય કરતાં અને પરમાણુની સંખ્યા કરતાં અનંતગુણા ભાવ એક દ્રવ્યમાં છે. એવી શાશ્વત વસ્તુ છે એ ધ્રુવને ધ્યાનમાં લઈને કદી ધ્યાન કર્યું છે?
આહાહા ! આવો જે ભગવાન આત્મા! તેને જેણે જાણ્યો અને વેધો તે કહે છે કે- દ્રવ્ય પોતે જ શુદ્ધરૂપે પરિણમ્યું છે. કોઈ માયાજાળ છે ને એ ચાલ્યા જાય છે એવી આ ચીજ નથી. એ શું કહ્યું? આનંદનો નાથ પ્રભુ છે તે અમાપ શક્તિનો સાગર દ્રવ્ય પદાર્થ છે. તે પોતે જ શુદ્ધરૂપે પરિણમ્યો છે એમ કહે છે. જે શાશ્વત વસ્તુ છે આત્મા, જે અનાદિ અનંત નિત્ય પ્રભુ