________________
કલશ-૧૫૦
૪૯૧
સાગર છે. તેને ભૂલીને.....તે પુણ્ય-પાપના ઝેરના પ્યાલા પીવે છે. આહાહા ! એ જ્યારે તેનાથી પૃથ્થક મારી ચીજ છે એમ અનુભવે છે ત્યારે સાધક થાય છે.
એ અનંતકાળથી......અનંતભવમાં તેણે અનંતવાર સાધુપણું લીધું, તે દિગમ્બર મુનિ થયો....એ ભવમાં પણ આત્માના આનંદનું વેદન ન કર્યું તેણે. આહાહા ! જગતથી જુદી ઝીણી વાત છે. ક્રિયાકાંડના જે શુભાશુભ ભાવો છે તે બધાય દુઃખરૂપ છે. તે આત્માની પર્યાયમાં થાય છે. એ રાગથી ભિન્ન પડીને ચૈતન્ય સર્વજ્ઞ ૫૨મેશ્વર થયા તે સર્વજ્ઞ સ્વભાવી વસ્તુમાંથી થયા છે. ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વભાવી અને તેની સાથે અતીન્દ્રિય આનંદનો સ્વભાવ છે. તેનું જ્યાં અંતર્મુખ થઈને વેદન થયું-શાંતિનું....... આનંદનું......જ્ઞાનનું. ..વીર્યનું.......તેને અહીંયા
સમ્યગ્દષ્ટિ ને જ્ઞાની કહીએ છીએ.
“જ્ઞાન અર્થાત્ શુદ્ધ સ્વભાવરૂપ પરિણમ્યું છે આત્મદ્રવ્ય તે.” જ્ઞાન કહેતાં આત્મા. શુદ્ધ સ્વરૂપભાવ એટલે ભગવાન આત્માનો પવિત્ર શુદ્ધ સ્વભાવ છે.એવી પવિત્રતાની પર્યાયપણે પરિણમ્યું છે. અનાદિથી જે અશુભ-શુભ અપવિત્રતાપણે પરિણમન હતું તે સંસારના બીજડાં નામ દુઃખ હતું. એ ભગવાન આત્મા ! અનંતગુણ અમાપ ગુણની પવિત્રતાનો પિંડ છે તેનું તેવું પરિણમન થયું. દ્રવ્ય ને ગુણ જેવા શુદ્ધ છે... એવું પરિણમન થયું. સ્વભાવની સન્મુખ થતાં શુદ્ધ સ્વભાવના પરિણમનની દશા થઈ. આહાહા ! તેનું નામ શાની અને તેનું નામ સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. આવો માર્ગ છે પ્રભુ!
“શુદ્ધ સ્વભાવરૂપ પરિણમ્યું છે આત્મ દ્રવ્ય તે, (વશ્વનાપિ) અનેક પ્રકારની ભોગ સામગ્રીને ભોગવતા,” એ સામગ્રીને ભોગવતાં એટલે ? એ નિમિત્તની ત૨ફથી કથન છે. પરંતુ સામગ્રી તરફ લક્ષ જાય છે તેથી સામગ્રીને ભોગવે છે એમ કહેવામાં આવ્યું છે. “ભોગ સામગ્રીને ભોગવતાં અતીત-અનાગત-વર્તમાન કાળમાં (જ્ઞાનં )વિભાવ-અશુદ્ધ રાગાદિરૂપ થતું નથી.” હવે અજ્ઞાન થતું નથી એમ સિદ્ધ કરવું છે. શું કહે છે ? જ્યાં ચૈતન્ય સ્વરૂપનું ભાન થયું; એના ભાન પછી પણ; પૂર્વકર્મને લઈને મળેલી સામગ્રી ઉપ૨ જ૨ી લક્ષ જાય છે, છતાં તે સામગ્રીનું લક્ષ; અજ્ઞાનરૂપ કરી શક્યું નથી. આવી વાતું બહુ ભાઈ !
આ કોઈ અપૂર્વ વાત છે પ્રભુ! આ ચીજની મહિમા તેને આવી નથી. સર્વોત્કૃષ્ટ મહિમાવંત ચીજ હોય તો એ પ્રભુ પોતે છે. આહાહા ! તેના જેવી સર્વોત્કૃષ્ટ મહિમાવાળી ચમત્કારીક કોઈ ચીજ જગતમાં નથી. એવો ભગવાન આત્મા ! ચૈતન્ય રતન.....તેનું જેને વેદન થયું તેને હવે પેલી ભોગની સામગ્રી કે ભોગવવાનો ભાવ તે અજ્ઞાન ઉત્પન્ન કરી શક્તા નથી. સામગ્રી એ તો નિમિત્તથી કથન કર્યું........પણ એ સામગ્રી ત૨ફ લક્ષ જાય તો તે લક્ષ તો વિકલ્પ છે. એ હવે જ્ઞાનીના જ્ઞાનનું અજ્ઞાન કરી શકે તેમ નથી.
આહાહા! સર્વોત્કૃષ્ટ ચૈતન્ય ચમત્કારી એવો જે ભગવાન આત્મા......સ્વ સ્વરૂપે બિરાજમાન છે. તેની હયાતીનું ભાન થાય અને પુણ્ય-પાપની અહયાતી થાય એટલે તેમાં