________________
४८०
કલશામૃત ભાગ-૪ પ્રવચન નં. ૧૫૭
તા. ૨૩/૧૧/'૭૭ કળશટીકાનો – ૧૫૦ મો શ્લોક ચાલે છે. “વસ્તુનું એવું સહજ છે, તે કહે છે - જ્ઞાન વીના િમજ્ઞાનં જ ભવેતભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય અમાપ શક્તિનો પ્રભુ સાગર છે તેનો અંતરમાં અનુભવ થયો એટલે કે વસ્તુનું જ્ઞાન થયું અને વસ્તુનું વેદન પર્યાયમાં આવ્યું. આવી વાત છે!
એ રાગથી અને પરથી ભિન્ન ન પડ્યો તેથી ચોરાસીના અવતારમાં રખડે છે. તે દુઃખી છે. તે દુઃખથી મુક્ત થવાનો આ ઉપાય છે. એ રાગનો વિકલ્પ સૂક્ષ્મમાં સૂક્ષ્મ હો ! તેની પણ
જ્યાં કિંમત- મહત્તા વધી જાય છે ત્યાં ચૈતન્ય ચમત્કારીક પ્રભુનો અનુભવ નથી. જ્યારે પોતાના સ્વરૂપની મહિમા આવી અને તે અંદરના વેદનમાં આવ્યો ત્યારે તેને અતીન્દ્રિય આનંદનો આસ્વાદ આવે છે. ત્યારે તેને ધર્મી –સમ્યગ્દષ્ટિ કહીએ.
ખરેખર તો ચારિત્ર ધર્મ છે તેનું કારણ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન એટલે? સત્ય પ્રભુ ! અનંત...અનંત.અનંત....અનંત શક્તિનો – ગુણનો સાગર ભગવાન આત્મા તેની મહિમા અંદર થઈ તો આત્મા અંતર વેદનમાં આવ્યો. તે જીવને અહીંયા સમ્યગ્દષ્ટિ જ્ઞાની અને શાંતિનો વેદનાર કહેવામાં આવે છે. એ શાંતિ, ચારિત્રની અપેક્ષાએ કહી, અનંત સુખની અપેક્ષાએ સુખનો વેદનાર કહ્યો. ચારિત્ર એટલે અનંત શાંતિ આત્મામાં પડી છે, તે શાંતિનું વેદન સમ્યગ્દર્શનમાં અંશે આવે છે. તેમ આનંદ પડયો છે...તેમ સુખનું વેદન, શાંતિનું વેદન એ વીતરાગી અકષાયભાવે છે. આનંદનો પર્યાય તે આનંદગુણનો પર્યાય છે. શાંતિ તે ચારિત્રગુણનો પર્યાય છે. આ અજબ ગજબ વાત છે ભાઈ ! અંતરની વાતું તો એવી છે ભાઈ ! એ તત્ત્વ જ એવું અલૌકિક છે ભાઈ !
આવા ચૈતન્ય તત્ત્વમાં જે અનંતશક્તિઓ અને ગુણો ભર્યા પડ્યા છે. એ અમાપ શક્તિનો ધરનાર દ્રવ્ય છે. એવું દ્રવ્ય દૃષ્ટિમાં વેદનમાં આવતાં આનંદનો, શાંતિનો સ્વાદ આવે છે. અનાદિથી તો પુણ્ય ને પા૫, રાગ ને દ્વેષ તે કર્મચેતનાનું વેદન છે. તેને પરનું વેદન નહીં, સ્વનું નહીં, પરંતુ જે પુણ્ય-પાપના, રાગ-દ્વેષના ભાવ થાય છે તેનું તેને વેદન છે. અનાદિથી તે દુઃખને વેદે છે, એ દુઃખથી કંટાળ્યો નથી. તે દુઃખમાં મજા માનીને દુઃખને વેદે છે. એ દુઃખનોરાગ ભાવ છે તેનાથી પણ અંદર ભગવાન આત્મા ભિન્ન છે. (લોકો ) અધ્યાત્મ....અધ્યાત્મ કરે છે ને! એ અધ્યાત્મ બહુ ઝીણી વાતું ભાઈ !
પ્રશ્ન:- દુઃખ તો પુલની પર્યાય છે ને?
ઉત્તર:- કોણે કહ્યું પુગલની પર્યાય છે? એ તો દુઃખ, પર્યાયમાંથી નીકળી જાય છે એ અપેક્ષાએ પુગલની કહી, પણ તે જીવની પર્યાય છે. તે ચારિત્રગુણની આનંદગુણની વિપરીત પર્યાય છે. જે દુઃખનું વેદન છે તે તેની અંદરની દશા છે. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો