________________
४८८
૫૨થી ૨સ ઊડી ગયો છે.
“સમ્યગ્દષ્ટિ જીવને વિષય સામગ્રી ભોગવતાં બંધ નથી, નિર્જરા છે, કા૨ણ કે સમ્યગ્દષ્ટિ જીવ સર્વથા અવશ્ય પરિણામોથી શુદ્ધ છે,” કઈ અપેક્ષાએ કહ્યું ? સમ્યગ્દષ્ટિ બધા પરિણામથી શુદ્ધ છે એમ નહીં. તે દૃષ્ટિ અને જ્ઞાનની સ્વરૂપ આચરણની અપેક્ષાએ શુદ્ધ છે. તેની ભૂમિકા પ્રમાણે શુદ્ધ છે. બાકી પરિણામથી સર્વથા શુદ્ધ છે – એમ નથી. સમ્યગ્દષ્ટિ ભોગમાં, રાગમાં, લડાઈમાં ઊભો હોય, ક્રોધમાં હોય તોય શુદ્ધ છે એમ નથી.તેને દૃષ્ટિ ને જ્ઞાનનું શુદ્ધ આચરણ છે તે તો સર્વથા શુદ્ધ છે. બે શબ્દો છે પાઠમાં–“સર્વથા અને અવશ્ય. સમ્યગ્દષ્ટિ જીવ સર્વથા જરૂર પરિણામોથી શુદ્ધ છે....એમ કહે છે. ‘અવશ્ય’ એમ પણ લીધું છે. હવે ત્યાં એમ લગાવી દ્યે કે- સમ્યગ્દષ્ટિને જે આસક્તિના પરિણામ આવે, ભોગના આવે એ બધાય શુદ્ધ છે – એમ નથી.
',,
આહાહા ! સમ્યગ્દર્શનમાં ચૈતન્ય ભગવાન જ્યાં પ્રતીતમાં આવ્યો અને એનું જ્ઞાન થયું એ શ્રદ્ધા જ્ઞાન અને એની રમણતા તે સર્વથા શુદ્ધ છે. તેમાં કિંચિત મેલનો ભાવ છે નહીં. આહાહા ! આવો ભગવાન આત્મા તેણે સાંભળ્યોય નથી. તેની ચીજ શું છે ? એની તેને ખબર નથી. અને જ્યાં ખબ૨ પડી તો એ શાન શુદ્ધ છે, એમ કહે છે. પાછું સર્વથા શુદ્ધ કહ્યું એટલે આમાંથી એમ કાઢે કે– સમ્યગ્દષ્ટિને ગમે તેવા પરિણામ થાય પણ તેને દુઃખ નથી, મલિનતા નથી ને બધા શુદ્ધ છે, – તો એમ નથી. અહીંયા તો ફક્ત દ્રવ્યનું ભાન થયું અને પ્રતીતિ થઈ. અમાપનું માપ જ્ઞાનમાં આવી ગયું એવા જે પરિણામ તે શુદ્ધ છે. એ પરિણામ સર્વથા શુદ્ધ છે. અરે ! નવરાશ ક્યાં ? મૂળચીજને જોવાની ફુરસદ ક્યાં ?
સમયસારના કળશમાં આવે છે કે આત્માને જાણવાનું એકવાર કૌતુહલ તો ક૨! “તત્ત્વૌતૂહની સન્” પ્રભુ તારી ચીજમાં એકવાર કૌતુહલ તો કર કે આ શું છે ? સર્વજ્ઞ જેના આટ આટલા વખાણ કરે તે શું ચીજ છે અંદર ? ૫૨ વસ્તુ દેખીને તને વિસ્મયતા- કૌતૂહલ આવે છે ને ? જરા શરી૨ સુંદર જુએ, પૈસા દેખે, મકાન દેખે, પાંચ-પચ્ચીસ લાખના અને તેમાં થ૨વખરી ફર્નિચ૨ હોય ત્યાં તો આમ શું નું શું થઈ જાય ! ત્યાં તને કૌતૂહલતા આવે છે. તો આ અંતર વસ્તુ ભગવાન છે ત્યાં એકવાર કૌતુહલ કરને! કૌતુહલ શબ્દે વિસ્મયતા તો કર..... ! મહિમા તો કર કે આ શું ચીજ છે! એ ભાષાથી નહીં, શાસ્ત્રથી નહીં, તા૨ા ભાવથી અંદરથી આ તારું અજાયબ ઘર છે. બેનના વચનામૃતમાં આવે છે ને ! અજાયબથર છે ને ! આવી વાતું છે.
કલશામૃત ભાગ-૪
પ્રશ્ન:- જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ ન હોય તો શું કરવું ?
ઉત્ત૨:- જ્ઞાનાવરણીય ક્ષયોપશમનું અહીંયા કામ નથી. અહીંયા તો આત્માને જાણવાનું કામ છે...બસ ! એટલો તો ક્ષયોપશમ હોય જ તે ! સ્વને જાણી શકે તેટલો ક્ષયોપશમ તો હોય જ તે. સંશીને ચારેય ગતિમાં હોય છે. સાતમી નરકનો નારકી હો! તે તેત્રીસ સાગરની