________________
૪૮૬
કલશામૃત ભાગ-૪ અહીંની ટીકા નામ આલોચના લખવી હોય તો બીજી કરને? કહે ને કે તેઓ પુરુષાર્થ સંજવલનના રાગથી ધર્મ માનતા નથી. ક્રમબદ્ધને માનવામાં પુરુષાર્થ રહેતો નથી છતાં ક્રમબદ્ધને માને છે. નિમિત્તને માને છતાં નિમિત્તથી થાય એમ માનતા નથી. એવું બધું કહે તો તો બરોબર છે સાચું છે, પણ આ તો તન જૂઠું ચલાવે! એની દૃષ્ટિમાં પણ આવું અંધાધુંધ - જૂઠું છે. સમ્યકજ્ઞાન દીપિકાનું લખાણ સોનગઢે છપાવ્યું માટે એ લોકો – પરસ્ત્રીના ભોગમાં પાપ માનતા નથી. અરેરે ! પ્રભુ! તું આ શું કરે છે !?
અહીંયા તો કહે છે- સમ્યગ્દષ્ટિ જીવ છે જેને સહજાનંદ સ્વરૂપનું ભાન થયું છે. જેને અંદરમાંથી આનંદની લહેર ઊઠે છે તે જીવને કહે છે કે- પરદ્રવ્યના કારણે તેને બંધ થાય એવું નથી. પરદ્રવ્યના કારણે બંધ થાય એમ હોય કોઈ દિવસ? પોતાના કારણે થાય એટલે પરથી બંધ થતો નથી, મિથ્યાત્વથી જ બંધ છે. પરમાં સુખ છે, પરથી ધર્મ છે એ વાત તો તને સ્વીકારમાં છે નહીં. તેથી તને મિથ્યાત્વ સંબંધી બંધ નથી. અને પર સામગ્રીથી બંધ થતો નથી. અને મિથ્યાત્વને લઈને જે બંધ થાય તે તને નથી માટે પરદ્રવ્યને ભોગવ! તે તરફ લક્ષ જતું હોય તો હો...!તે પર સામગ્રીથી નુકશાન થાય છે એમ નથી. અહીંયા પાઠમાં (મુંá) કહ્યું છે ને! સંતો ભોગ ભોગવવાનું કહે ? (કદી ન કહે.)
દિગમ્બર મહાસંત..એ તો આત્માના સ્વસંવેદનના પ્રચુર આનંદમાં પડયા છે. ભાવલિંગ દશામાં તેને અતીન્દ્રિય આનંદનું પ્રચુર વેદન છે, તે પરને ભોગવવાનું કહે? પાઠમાં તો આમ છે! પણ તેનો આશય શું છે? ભાઈ ! તું સમ્યગ્દષ્ટિ છો અને તને આત્માની શાંતિનું ભાન થયું છે. તને પરમાં ક્યાંય શાંતિ દેખાતી નથી તેથી પરદ્રવ્યને ભોવવવામાં તને પાપ નથી. મિથ્યાત્વ ભાવથી બંધ થાય! એ મિથ્યાત્વ ભાવ તો તને છે નહીં. તને રાગની મીઠાશ નથી અને પર દ્રવ્ય મારા એવી દૃષ્ટિ ઊડી ગઈ છે. સ્વદ્રવ્ય મારું છે અને આત્મામાં મીઠાશ છે તેવી દૃષ્ટિ થઈ છે; એ કારણે પરદ્રવ્યના ભોગવટામાં તને બંધ છે એ વાત તને નથી.
અજ્ઞાનીને પણ પરદ્રવ્યની ક્રિયાના ભોગથી બંધ છે એમ નથી. અજ્ઞાનીને તેના અજ્ઞાનભાવથી બંધ છે. આ દેહની ક્રિયા થાય એ કાંઈ બંધનું કારણ નથી. આહાહા! વિષય ભોગમાં શરીરની ક્રિયા થાય એ કાંઈ બંધનું કારણ નથી. અંદરમાં જે રાગ થાય છે, એ મને ઠીક પડે છે એવો જે મિથ્યાત્વ તે બંધનું કારણ છે. આવો માર્ગ છે. જરીયે વિચારે નહીં, મેળવે નહીં અને એકદમ (ઉતાવળો થઈ જાય !) અહીંયા પાઠ તો આ આવ્યો “જ્ઞાનીન મું” ભોગ ભોગવવાનું મુનિ કહે? તેનો અર્થ એ કે – પરદ્રવ્યની સામગ્રી તારી નથી એમ તું માને છે અને તેના તરફના વલણનો રાગ થાય તેની તને મીઠાશ નથી. લોકો દેખે છે – ત્યાં ભોગવે છે, તેને અડે છે એ અપેક્ષાએ ભોગવે છે એમ કહ્યું છે. આ તો અંદરની વાત છે ભાઈ ! ' શબ્દ આવ્યો “(૨) ભોગ સામગ્રી, તેનું ભોગવવામાં આવવું, તેનાથી ઉત્પન્ન થતો.” અપરાધ એ તને નથી. “સમ્યગ્દષ્ટિ જીવને વિષય સામગ્રી ભોગવતાં બંધ નથી,