________________
૪૯૮
કલશામૃત ભાગ-૪ પરિણમે છે,” આહાહા ! સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને શાંતિનું જે પરિણમન છે તે રીતે જ તે પરિણમે છે. અનુભવ પ્રકાશમાં તો એમ કહ્યું છે– “તારી શુદ્ધતા તો બડી પણ તારી અશુદ્ધતાય બડી”– તે મિથ્યાત્વ ને અશુદ્ધતાના પરિણામે પરિણમ્યો છે. ત્રણલોકના નાથ તીર્થંકર આવે તો પણ તે ફરતો નથી. સમવસરણમાં ગયો, સાક્ષાત્ ત્રણલોકના નાથની વાણી સાંભળી; સભામાં ઇન્દ્રો બેઠેલા જોયા, સેંકડો સિંહ, વાઘ, કાળાનાગ સેંકડો ભગવાનના સમવસરણમાં જોયા, ત્યાં સાંભળવા બેઠો... છતાં મિથ્યાત્વપણે જે માન્યું છે તે છોડતો નથી. ભગવાનની વાણી સાંભળીને પણ મિથ્યાત્વ છોડતો નથી...........એવી તારી અશુદ્ધતા બડી તો શુદ્ધની તો શું વાત કરવી !!
“સમ્યગ્દષ્ટિ જીવ સ્વભાવથી રાગ-દ્વેષ-મોહરહિત શુદ્ધ પરિણામરૂપ છે.” મિથ્યાત્વ સહિતના રાગ દ્વેષ અને બીજા મિથ્યાત્વ રહિતના રાગ-દ્વેષ સમજવા. “તે જીવ નાના પ્રકારની ભોગ સામગ્રી ભોગવે છે” આ વાત કરીને આગળ તરત જ કહેશે, તને ઈચ્છા છે ભોગવવાની કે નહીં ? ( ગમવાર:) સ્વેચ્છાચારી છો........ઈચ્છાવાન છો તો મરી જઈશ ! કેમ કે ભોગ ભોગવતાં બંધ નથી. એમ કરીને ઈચ્છાથી ભોગ ભોગવીશ, પ્રેમથી–૨સથી ભોગને ભોગવીશ અને માનીશ કે નિર્જરા થાય છે તો મરી જઈશ !! આ શ્લોક પછી તરત જ કહેશે. (ભુક્ષ્મ ) ભોગવ, તેમાં ભોગવવાનું નથી કહ્યું. ત્યાં તો ૫૨દ્રવ્યથી તને નુકશાન થાય એવી શંકાને ટાળવી છે. ૫૨દ્રવ્ય તને શું નુકશાન કરે ? નુકશાન તો તેં તારા ભાવથી કર્યું છે. નુકશાન મિથ્યાત્વથી થયું છે.
પ્રભુ પવિત્રતાના પિંડની વિપરીત માન્યતા કરી તે તો તેં કરી છે. એ માન્યતાને, ભગવાનની વાણી સાંભળીને ન છોડી. અગિયાર અંગ ભણ્યો, વાંચ્યા, અબજો–અબજો શ્લોક કંઠસ્થ કર્યા.......પણ એથી શું થયું ? આહાહા ! એ અશુદ્ધતા છોડીને શુદ્ધતાના પરિણામ તો કર્યા નહીં. જ્યારે અશુદ્ધતાને છોડતો નથી. આવી અનુકૂળ સામગ્રી વખતે પણ ધર્મીને તો શુદ્ધ પરિણામ રહે છે. ચૈતન્યમૂર્તિ ભગવાન શાશ્વત વસ્તુનું પરિણમન થયું..........તેને હવે બીજી ચીજ રાગાદિ કે મિથ્યાત્વ કરી શકે ? અહીંયા વધારે વજન છે.
“પોતાના શુદ્ધ પરિણામરૂપ પરિણમે છે, સામગ્રી હોતાં અશુદ્ધરૂપ પરિણમાવાતો નથી;” અનેક પ્રકારની ભોગ સામગ્રી ભોગવે છે. અહીં બધે ‘સામગ્રી’ શબ્દ લીધો છે..... કેમ કે તેના ઉ૫૨ લક્ષ છે તે એટલે લીધું છે. બાકી કોઈ અજ્ઞાની (પણ) ૫૨ને ભોગવી શકતો નથી. પણ...... તેના તરફનું લક્ષ જાય છે તેથી તે સામગ્રીને ભોગવે છે એમ કહેવામાં આવે છે. ભલે તેના ત૨ફ થોડું લક્ષ જાય છે પણ તે રાગ વે મિથ્યાત્વને કરી શકે એમ નથી. એ આસક્તિના રાગનો ભાવ, જીવના મિથ્યાત્વ પરિણામને ન કરી શકે. સમ્યક્ પરિણામને છોડાવવાની તેની તાકાત નથી. અરે ! આવો કેવો ઉપદેશ આ! સાંભળવામાં આવી હોય એમાંની એકેય વાત આમાં આવે નહીં. દયા પાળવી-વ્રત પાળવા- ભક્તિ કરવી-યાત્રા