________________
૪૮૪
કલશામૃત ભાગ-૪
જેના ગુણો છે. આહાહા ! પ્રમાણ જ્ઞાનમાં આવે તે પણ અમાપ છે એમ આવે છે. અમાપનું ય માપ આવે છે.
એ શું કહ્યું ? વસ્તુ છે તેમાં એટલી શક્તિઓ છે કે જેનો અંત નથી. જેમ આકાશનો કયાંય અંત નથી. કોઈ નાસ્તિક હોય અને તે એટલું વિચારે કે આ....જે...આમ...ક્ષેત્ર જાય છે ચારે બાજુ... તો તેના પછી શું... પછી શું... પછી શું... પછી શું આમ અનંત... અનંત...અનંત...અનંત... અનંત... અનંત... અનંત... અનંત...અનંત... અનંત...અનંત...અનંત ને અનંત ! એ અનંતનો વર્ગ કરો એટલે ? અનંતને અનંતથી ગુણો એકવા૨, એ જે ગુણાકાર થયો તેને બીજીવા૨ ગુણો, એવી રીતે અનંતવા૨ અનંતથી ગુણો અને એ જે વર્ગ થાય, એની જે સંખ્યા આવે તેનાં કરતાં પણ અનંતગુણા ગુણ આત્મામાં છે. આ વાતુંથી પાર આવે એવું નથી. ભાષામાં કહે... પણ એ વસ્તુ શું છે ?
જેમાં જેના ગુણની સંખ્યાનો માપ નથી.. માપ નથી એટલે ? અમાપ છે છતાં જ્ઞાનમાં માપ આવે એમ વસ્તુ નથી. હા, અનંતને અનંતપણે જ્ઞાન જાણે, અમાપ શક્તિને અમાપ શક્તિપણે શાન જાણે. ક્ષેત્રથી આત્મા આ શ૨ી૨ પ્રમાણ છે, પરંતુ તેના ભાવથી જોતાં, તેની શક્તિને સંખ્યાથી, સંખ્યાતીત જોતાં અનંત...અનંત...અનંત... અનંત...અનંત...અનંત... એવા સ્વભાવનો જેને અનુભવ થયો તેને પ૨ પદાર્થને ભોગવવાની વૃત્તિ હોતી નથી. આહાહા ! જેના આનંદના ભોગવટા અનંત...અમાપ એવા પરમાત્મ સ્વરૂપનું જેણે માપ લીધું એટલે અમાપનું માપ લીધું. પ્રમાણની પર્યાયમાં તેનું જ્ઞાન આવી જાય છે ને !?
ભગવાન ઊંડો ઊંડો અનંત ગુણનો દરિયો છે. અમાપ ગુણનો ભંડાર ભગવાનનું માપ સમ્યગ્દર્શન જ્ઞાનમાં આવી ગયું છે. તેને હવે જગતના વિષયો રાગાદિ દુઃખરૂપ લાગે છે. ૫૨ સામગ્રી તો ૫૨શેય તરીકે જણાય છે.
શ્રોતાઃ- સામગ્રી દુઃખરૂપ લાગે ?
ઉત્ત૨:- ૫૨ સામગ્રી દુઃખરૂપ નહીં પરંતુ રાગ દુઃખરૂપ લાગે છે. રાગ દુઃખરૂપ લાગે છે અને સામગ્રી ૫૨શેય લાગે છે... એમ કહ્યું ! ભાષા એમ આવી છે– રાગ દુઃખરૂપ લાગે છે. ૫૨વસ્તુ શેયરૂપ જણાય છે. તે મારા તરીકે જણાતી નથી. તે સામગ્રી છે એમ શેયપણે જણાય છે એટલે ૫૨શેય તરીકે જાણે છે. આહાહા! અજ્ઞાનીને રાગનો રસ છે તે દુઃખનો રસ છે. ૫૨સામગ્રીને ભોગવી શકતો નથી. પરંતુ તેનું લક્ષ ત્યાં ૫૨ ઉપ૨ છે તેથી આને હું ભોગવું છું એવો વિપર્યાસ દૃષ્ટિમાં છે.
શ્રોતા:- બહુ શ્રુતજ્ઞાન તે દરિયો છે.
ઉત્ત૨:- એ શુધ્ધ જ્ઞાન પર્યાયમાં કહ્યું ને ! શુધ્ધ જ્ઞાનની પર્યાયમાં માપ આવ્યું પણ તે અમાપનું માપ આવ્યું છે. માપ જ છે ત્યાં તેમ જ્ઞાન નથી માપતું. લોકો કહે છે ને કે– અનંત, અનંત છે એનું જ્ઞાન આવ્યું તો એ અનંતનો અંત આવી ગયો ? પણ એમ નથી. અનંત પણ