________________
૪૮૨
કલશામૃત ભાગ-૪
તે વસ્તુનો (તાદળ ફઇ અસ્તિ ) તેવો જ છે. જેવી રીતે શંખનો શ્વેત સ્વભાવ છે, શ્વેત પ્રગટ છે, તેવી રીતે સમ્યગ્દષ્ટિનો શુદ્ધ પરિણામ હોતો થકો શુદ્ધ છે. “ ષ: પરે: થમ્વન અપિ અન્યાદશ: તું ન શયતે” (ષ: ) વસ્તુનો સ્વભાવ ( રૈ: ) અન્ય વસ્તુનો કર્યો ( થન્ગ્વન અપિ ) કોઈ પણ પ્રકારે (અન્યાદશ:) બીજારૂપ (g) કરાવાને ( નાશયતે) સમર્થ નથી. ભાવાર્થ આમ છે કે-સ્વભાવથી શ્વેત શંખ છે, તે શંખ કાળી માટી ખાય છે, પીળી માટી ખાય છે, નાના વર્ણની માટી ખાય છે; એવી માટી ખાતો થકો શંખ તે માટીના રંગનો થતો નથી, પોતાના શ્વેત રૂપે રહે છે; વસ્તુનું એવું જ સહજ છે; તેવી રીતે સમ્યગ્દષ્ટિ જીવ સ્વભાવથી રાગ-દ્વેષ-મોહરહિત શુદ્ધપરિણામરૂપ છે, તે જીવ નાના પ્રકારની ભોગસામગ્રી ભોગવે છે તથાપિ પોતાના શુદ્ધપરિણામરૂપ પરિણમે છે, સામગ્રી હોતાં અશુદ્ધરૂપ પરિણમાવાતો નથી; એવો વસ્તુનો સ્વભાવ છે. તેથી સમ્યગ્દષ્ટિને કર્મનો બંધ નથી, નિર્જરા છે. ૧૮-૧૫૦.
કળશ નં.-૧૫૦ : ઉ૫૨ પ્રવચન
પ્રવચન નં. ૧૫૬-૧૫૭
તા. ૨૨-૨૩/૧૧/૩૭૭
“અહીંયા કોઈ પ્રશ્ન ક૨ે છે કે સમ્યગ્દષ્ટિ જીવ પરિણામથી શુધ્ધ છે તથાપિ પંચેન્દ્રિય વિષય ભોગવે છે, ત્યાં વિષયને ભોગવતાં કર્મનો બંધ છે કે નથી ?” સમાધાન આમ છે કે કર્મનો બંધ નથી.” આ વાત કઈ અપેક્ષાએ છે ! હવે તેને જ્ઞાનનું અજ્ઞાન થતું નથી, તેમજ તેને વિષય ભોગોનો રાગ, દુઃખરૂપ લાગે છે તેથી તેને જ્ઞાનનું અજ્ઞાન થતું નથી. એથી અજ્ઞાનનો તેને બંધ છે નહીં.
“ જ્ઞાનીન્ મુંક્ષ્ય હૈ સમ્યગ્દષ્ટિ જીવ ! કર્મના ઉદયથી મળી છે જે ભોગ સામગ્રી તેને ભોગવે છે તો ભોગવ,” એમ મુનિઓ કહે ખરા ? ભાષા તો આ રીતની આવી છે. તેનો અર્થ એ છે કે– ૫૨દ્રવ્ય જનિત અપરાધ તેને નથી. ૫૨ની ક્રિયા થાય તેથી તેને અપરાધ થાય- એમ નથી. અપરાધ તો ત્યારે થાય કે– એ ક્રિયા મારી છે અને રાગમાં મીઠાશ છે એમ માને એવો જે મિથ્યાત્વ ભાવ- અજ્ઞાનભાવ એ ભોગની સામગ્રીમાં પ્રીતિ કરાવીને બંધન કરાવે છે. આટલી બધી શ૨તું છે!?
“ભોગવે છે તો ભોગવ”, આવો પાઠ છે હો ! ( જ્ઞાનીન્ મુંક્ષ્ય ) શ્લોકમાં ચોથું પદ છે. ભોગવે છે તેનો અર્થ એ કહેવા માગે છે કે- ૫૨દ્રવ્યની પર્યાયથી તને કોઈ નુકશાન થાય એમ નથી. નુકશાન તો ત્યારે થાય જ્યારે તું ૫૨દ્રવ્યને મારા માન, રાગને મારો માન એવા ભાવથી નુકસાન છે. એ વાત સિધ્ધ કરવા માટે ૫૨દ્રવ્યને ભોગવે છે–એટલે કે ૫૨દ્રવ્યને તો કોઈ ભોગવી શકતું નથી... પણ ૫૨દ્રવ્ય ઉ૫૨ લક્ષ જાય છે તો રાગ થાય છે એમ કહે છે, પણ તેને અજ્ઞાનપણું નથી. રાગની મીઠાશ નથી તેથી તેને બંધન નથી. વીતરાગ માર્ગ બહુ