________________
કલશ-૧૫૦
૪૮૩ ઝીણો ભાઈ !
આ વાતને ખેંચીને કયાંય લઈ જાય છે કે સમ્યગ્દષ્ટિને જરા પણ રાગ નથી અને જરી પણ બંધ નથી. જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે. એ કઈ અપેક્ષાએ બાપુ! જ્ઞાનીઓમાં મુનિઓ હોય તો તેને ત્રણ કષાયનો અભાવ થઈને પ્રચુર આનંદનું વેદન છે એવા મુનિને પણ જે પંચ મહાવ્રતનો વિકલ્પ જે ઊઠે છે તે દુઃખ છે, સંસાર છે, બંધનું કારણ છે.
એક બાજુ એમ કહે કે- મિથ્યાદેષ્ટિને પર સામગ્રી છે તેને તે સ્પર્શતોય નથી. એતો અજ્ઞાની માને છે કે હું પરને સ્પર્શી ને ભોગવું છું. એ તો તેની માન્યતામાં વિપરીતતા છે. જ્ઞાની એ પરને અડતોય નથી, સ્પર્શતોય નથી. રાગ જરા થાય તેનો તે સ્વામી નથી. ચૈતન્ય સ્વરૂપ ભગવાન આનંદના નાથનો સ્વામી છે. જેને મોટો ઘરાક ઘરમાં મળી ગયો છે. અતીન્દ્રિય આનંદની શક્તિનો સાગર પ્રભુ! એવો ઘરાક તેને તેની દૃષ્ટિમાં મળી ગયો છે. હવે તે રાગનો ધણી કેમ થાય? એ અપેક્ષાએ વાત છે. બાકી સમ્યગ્દષ્ટિ શું? મુનિ હોય તો તેને પણ રાગનો ભાવ છે તે સંસાર છે.
આહાહાએ કહે કે- શુભોપયોગ મોક્ષનો માર્ગ છે. એની મોટી તકરાર ચાલે છેપંડિતો. પંડિતો વચ્ચે ! આ ચર્ચા અત્યારે તેત્તાલીસ વર્ષ પછી ઊપડી. બીજો કહે- શુભોપયોગ મોક્ષનો માર્ગ નથી, બંધનો માર્ગ છે. જ્ઞાનીને પણ શુભોપયોગ બંધનું કારણ છે. અહીંયા પાઠમાં કહે છે કે- જ્ઞાનીને બંધ નથી. કેમ કે- શુભઉપયોગ મારો છે, તેનાથી મને લાભ છે એવી દષ્ટિ ગઈ છે. મારું તો ચૈતન્ય સ્વરૂપ... જ્ઞાનાનંદ સહજાત્મ સ્વરૂપ જે છે તે આનંદનો ભરચક દરિયો છે. જ્ઞાનની અમાપ અમાપ શક્તિનો સાગર છે. જે પ્રભુતાશક્તિથી પૂર્ણ ભરેલો ઈશ્વર છે... એવી જેને સમ્યકષ્ટિ થઈ છે તેને પરના ભોગવવા પ્રત્યે થોડો આસકિતનો ભાવ થાય, તે પણ પરના કારણે આસકિત નથી થઈ પરંતુ નબળાઈ છે એ કારણે આસકિત થઈ છે. જ્ઞાની એ આસકિતનો પણ સ્વામી થતો નથી. એ અપેક્ષાએ કહ્યું કે- સમ્યગ્દષ્ટિ ભોગ ભોગવતા છતાં તેને બંધ નથી. આ રીતથી કોઈ બીજી રીતે ફેરફાર કરે તો મોટો ફેરફાર થઈ જાય એવું છે. સમજાણું કાંઈ?
(મુંક્વ) “ભોગ ભોગવે” તેવો શબ્દ છે. ચોથા પદમાં કહ્યું કે “જ્ઞાનિન મુંદ્ઘ પર પરધMનિતો નાસ્તીદ વન્યસ્તવ,” જુઓ, શું કહે છે? પર પદાર્થના અપરાધના કારણે દેહની ક્રિયા થાય, શરીરની થાય, વાણીની થાય તે તેના કારણે થાય છે. એ ક્રિયાના કારણે તને બંધ છે- એમ નથી. એ પ્રકારની શંકા ટાળવા અને દૃષ્ટિમાં નિશંક રહેવા કહ્યું કે- આ ક્રિયાથી મને બંધ થાય છે તે શંકા છોડી દે! હવે સમકિતીને એવી દૃષ્ટિ હોતી નથી. કેમ કે તેની દૃષ્ટિ દ્રવ્ય સ્વભાવ ઉપર છે.
આહાહા! ભગવાન આનંદનો નાથ પરમાત્મા છે તે અનંત અનંત અમાપશક્તિ અમાપ ગુણોનો પિંડ છે. આહાહા ! જેની શક્તિ કહો કે ગુણો કહો તે અમાપ છે. અમાપ.. અમાપ