________________
૪૮૦
કલશામૃત ભાગ-૪ વિષય ત૨ફની જરા આસકિત છે તેને તે ભોગવે છે. ભોગમાં પડયો છે તેથી સુખ-દુઃખપણાને પામે છે. શુધ્ધ સ્વરૂપનું જ્ઞાતાપણે પર્યાયમાં પરિણમન હોવાથી તેને ( અસ્થિરતાના ) થોડા દુઃખ-સુખના પરિણામ હોય છે, પરંતુ તેનો તે જ્ઞાતાદૃષ્ટા રહે છે... તેથી તેની તેને નિર્જરા થાય છે.
“તથાપિ (સત ર્મમિ: ) આઠે પ્રકારના છે જે જ્ઞાનાવ૨ણાદિ કર્મ, તેમના વડે બંધાતો નથી.” અહીંયા મિથ્યાત્વ સંબંધી જે અજ્ઞાન છે તેનાથી બંધાતો નથી... એટલું અહીંયા સિધ્ધ કરવું છે. હવે કોઈ એમ જ માની લે કે જે કોઈ સમ્યગ્દષ્ટિ થયો એટલે હવે તેને જરીએ બંધ જ નથી, આસ્રવ નથી– તો એમ વાત નથી. જ્યાં સુધી સ્વરૂપમાં ચારિત્રરૂપ ૨મણતા ન જામે, આનંદના નાથમાં (વિશેષ ) રમણતા ન થાય ત્યાં સુધી તેને રાગ થાય છે. પણ અહીંયા તો અજ્ઞાન સંબંધી રાગને મિથ્યાત્વ નથી... તેથી તે અજ્ઞાનપણું પામતો નથી. ભોગ સામગ્રીને આસકિતપણે ભોગવે છે છતાં તે અજ્ઞાનપણું પામતો નથી, તેથી કર્મથી બંધાતો નથી.
'
ભાવાર્થ આમ છે કે- “અંતરંગ ચીકણાપણું નથી તેથી બંધ થતો નથી, નિર્જરા થાય છે” અંતરંગમાં ચીકણાપણું નથી એટલે રાગની મીઠાશ નથી. આત્માના આનંદની મીઠાશ આગળ ધર્મીને રાગની મીઠાશ લાગતી નથી. તેને રાગનું દુઃખ લાગે છે. એ ચક્રવર્તીના રાજ હોય કે ઇન્દ્રના ઇન્દ્રાસન હોય પણ ધર્મીને તે દુઃખના નિમિત્ત અને તેમાં દુઃખ લાગે છે. અજ્ઞાની તેને સુખના નિમિત્તો અને સામગ્રીમાં સુખ માને છે. મિથ્યાર્દષ્ટિ અને સમ્યગ્દષ્ટિનો આ
આંતરો છે.
પૂર્વ કર્મના ઉદયને લઈને સામગ્રી આવે અને તેના ત૨ફ સુખ-દુઃખની જરા કલ્પના પણ થાય, તો પણ તેને અજ્ઞાનપણું નથી. હું આનંદનો સાગર પ્રભુ! આનંદ સ્વરૂપ છું. એવા આનંદના સ્વાદ આગળ રાગનો સ્વાદ તેને દુઃખરૂપ લાગે છે... તેથી તેને અજ્ઞાન થતું નથી. અજ્ઞાનીને થોડામાં થોડો રાગ આવે પણ તેને તેમાં મીઠાશ વર્તે છે, કેમકે તેની દૃષ્ટિ રાગ ઉ૫૨ છે. તેનું વલણ ચૈતન્ય દ્રવ્ય તરફનું નથી. તેને રાગની મંદતા હો ! પણ અજ્ઞાનીની દૃષ્ટિમાં એટલે પર્યાયબુધ્ધિમાં રાગબુધ્ધિ છે... તેથી અજ્ઞાની મિથ્યાર્દષ્ટિ ભોગની સામગ્રીથી બંધાતો નથી, પરંતુ ભોગ તરફના વલણવાળો મિથ્યાત્વભાવ તેનાથી બંધાય છે. તેણે મારું માન્યું છે ને!
“અંતરંગ ચીકણાપણું નથી.” તેને રાગની એકતાબુધ્ધિ નથી. તેને સ્વભાવની એકત્તાબુધ્ધિ છૂટતી નથી. આવો માર્ગ છે. જરા આસકિતનો રાગ થાય છે, સુખ-દુઃખની પર્યાયમાં વેદન જરી આવે... પણ તે નિર્જરી જાય છે. અજ્ઞાન અને મિથ્યાત્વની અપેક્ષાએ આ વાત કરી છે. કોઈ એમજ માની લે કે સમ્યગ્દષ્ટિ થયો... પછી જે રાગાદિ થાય, ભોગનો રાગ આવે તો પણ તેને જરાય રાગનું બંધન નથી– તો એમ નથી. તેને મિથ્યાત્વનું બંધન નથી. જે