________________
४७८
કલશામૃત ભાગ-૪ જે જીવ તે” આ (જ્ઞાનવાન) ની વ્યાખ્યા કરી.
આહાહા! અગિયાર અંગનું જ્ઞાન કર્યું, આટલું જાણ્યું એ વાત અહીંયા નથી. બીજાને સમજાવતાં આવડયું માટે જ્ઞાનવાન- એમ નથી. અહા ! એ વસ્તુ બીજી છે. જ્ઞાનવાન જેનું રૂપ છે ...એટલે કે જ્ઞાનાનંદ જેનો સ્વભાવ અનુભવશીલ છે. એ જ્ઞાન ને આનંદનો અનુભવશીલ વાળો જીવ છે. જે જીવ (વરસાદ) ની વ્યાખ્યા કરી- “વિભાવપરિણમન મટયું હોવાથી શુદ્ધતારૂપે દ્રવ્ય પરિણમ્યું છે.” પહેલા નાસ્તિથી વાત કરી પછી અસ્તિથી કરશે. “વિભાવ પરિણમન મટયું હોવાથી તે નાસ્તિથી વાત કરી. હવે (વરસત:) પાઠમાં છે તેની વાત કરે છે- શુદ્ધતારૂપે દ્રવ્ય પરિણમ્યું છે.”
તે (સ્વરસત:) સ્વ.રસ તેનું નામ. આહાહા! જેને આનંદનો રસ પરિણમી ગયો છે. અતીન્દ્રિય આનંદનો સાગર ઊછળ્યો છે.....અંદરથી પર્યાયમાં. જેની શુદ્ધતા અતીન્દ્રિય આનંદની શુદ્ધતા અંદરથી પરિણમી ગઈ છે. તેને સ્વરસ કહીએ છીએ. આ તો ત્રિલોકનાથ પરમાત્માના પંથ છે. આ કાંઈ આલીદુવાલીનું કથન નથી. (સ્વરસત:) શુદ્ધ સ્વરૂપનો જેને રસ પરિણમ્યો છે એમ કહે છે.
શુદ્ધ સ્વરૂપ-અનુભવશીલ” એટલે (સ્વરસંત:). જેની શુદ્ધતા પરિણમી ગઈ છે એટલે અંદર પરિણમન થઈ ગયું છે. જે શુદ્ધ સ્વરૂપ છે ત્રિકાળી એ પવિત્રતાનો પિંડ પ્રભુ છે એવી શુદ્ધતા પવિત્રતા પર્યાયમાં જેને પરિણમી છે. દિલ્હીમાં વાત થઈ હતી એક ભાઈ સાથે. દસ-વીસ હજારની સભા ભરાય લોકોને અનુકૂળ પડે તેવી ભાષા બોલાય એટલે લોકો ખુશ! તે વડોદરામાં આવ્યા હતા, ત્યાં અમે ગયા હતા, પછી ખુશ !!
વાતચીતમાં તેમણે કહ્યું કે –સમયસારમાં ૧૫૫ ગાથામાં કહ્યું છે. “નવાસિદ સમ્મતં તે સિમાનો TIM” જીવાદિનું શ્રદ્ધાન સમકિત તેમનું જ્ઞાન છે જ્ઞાન. પછી અમે કહ્યું એટલે શું? જીવાદિ તત્ત્વનું શ્રદ્ધવું, માનવું તેનું નામ સમકિત. આટલી જ વ્યાખ્યા છે? એ શ્રદ્ધાનું, જ્ઞાનનું અંદર પરિણમન થવું તે ૧૫૫ ગાથામાં ભર્યું છે. અત્યારે આ વાત ક્યાં છે?
શુદ્ધ જ્ઞાન સ્વરૂપ પ્રભુ છે. શુદ્ધજ્ઞાન કહેતાં પવિત્રતાનો પિંડ પ્રભુ છે. શુદ્ધતાના સાગરથી ભરેલો ભગવાન છે. તેની પર્યાયમાં શુદ્ધતાની ભરતી આવવી, શુદ્ધતાનું પરિણમન થવું તેનું નામ સમકિત શ્રદ્ધા છે. નવતત્ત્વની શ્રદ્ધા એ સમકિત છે. હવે બાકી રહ્યું ચારિત્ર, તેથી હવે વ્રત કરો તે ચારિત્ર! એવું શ્રદ્ધાનું ચારિત્રનું સ્વરૂપ નથી.
અહીંયા એ વાત કરે છે. (સ્વત:) શુદ્ધ સ્વરૂપે દ્રવ્ય પરિણમ્યું છે તે સ્વરસની વ્યાખ્યા કરી. પેલી વાત નાસ્તિથી કરી, આ અતિથી કહ્યું. અતીન્દ્રિય આનંદનો નાથ પોતે અતીન્દ્રિય આનંદપણે પરિણમી ગયો છે. એ જ્ઞાનવાન સ્વરસનો રસિલો છે. બીજા વિકલ્પ આદિ હો! પણ ધ્રુવના ધ્યાનને ચૂકીને બીજી વાત તેને હોતી નથી. સમજાણું કાંઈ ? દુનિયા સાથે મેળ ખાય ન ખાય!!