________________
૪૭૬
કલશામૃત ભાગ-૪ લેવાનો જે વિકલ્પ છે તે તો બંધનું કા૨ણ છે, અને તેને બદલે અમને નિર્જરા થાય છે, અમે મુનિ થયા છીએ તે નિર્જરા તત્ત્વની ભૂલ છે. આ રીતે બંધની ભૂલ, મોક્ષની ભૂલ અને જીવ– તત્ત્વની ભૂલ છે. અરે આટલી વાતમાં નવની ભૂલ છે તો હજુ જે ભોગના ભાવને ધર્મ માને એ તો ક્યાંય છે!?
સમ્યગ્દષ્ટિને સમ્યગ્દર્શનના રસ આગળ જે રાગ છે તેની એકત્વબુદ્ધિ નથી તેથી તેને એકત્વબુદ્ધિનો બંધ નથી. અહીંયા તો ભાઈ ! જે દોરે દોરો હોય એમ સમજ્યું. ન્યાયમાં કાંઈ પણ ફેર પડે તો આખું ચક્કર ફરી જશે. અનાદિથી આત્માએ સ્વચ્છંદી થઈ આવું જ કામ કર્યું છે.
અહીંયા અંગરંગમાં રાગ-દ્વેષ મોહભાવ નથી. કેટલો રાગ-દ્વેષ-મોહભાવ નથી ? કહે છે અનંતાનુબંધીને મિથ્યાત્વ સંબંધીનો રાગ-દ્વેષ- મોહ નથી– એટલી વાત અહીંયા લેવી છે. બિલકુલ રાગ-દ્વેષ છે જ નહીં તેથી ભોગ ભોગવે છે, તો એમ વાત નથી. ભોગ ભોગવે છે તે જ આસક્તિ છે. સમજાણું કાંઈ ?
“તેથી કર્મનો બંધ નથી, નિર્જરા છે,” આ પ્રકા૨ના મિથ્યાત્વને અનંતાનુબંધીનો કર્મબંધ નથી.......એમ લેવુ ! પરંતુ કર્મ બંધન જ નથી-તેમ નથી. એમ તો હજુ છઢે ગુણસ્થાને હજુ સાત કે આઠ કર્મનો બંધ છે. તે બંધ શેને લઈ હશે ? મફતનો હશે ? જેને ભાવલિંગ પ્રગટયા છે, જેને અંદર પ્રચુર આનંદના વેગ જાગ્યા છે. ચોથે જે વેગ છે આનંદનો તેના કરતાં પાંચમે વિશેષ અને એના કરતાં છટ્ટે વિશેષ. તેને પણ જેટલો વિકલ્પ ઊઠયો છે તેટલો સંસાર છે. તેને પણ સાત કે આઠ કર્મ બંધનું કા૨ણ છે. આસ્રવ છે. તેટલો બંધ છે ભાવબંધ છે અને તેટલો દ્રવ્યબંધ છે. જ્યારે અહીંયા ના પાડે છે.વાતને સમજે નહીં કે કઈ અપેક્ષાથી કહે છે. જો તું સ્વરછંદે ચડે તો ત્યાં મિથ્યાત્વનું પોષણ છે.
“તેથી કર્મનો બંધ નથી, નિર્જરા છે,” જેટલો આનંદના રસમાં ચડી ગયેલો છે..... તેટલી તેને અશુદ્ધતા નથી. જે અશુદ્ધતા ટળી છે......તે નિર્જરી જાય છે....તેના આનંદના રસના વેગમાં. “કેવી છે રંગ યુક્તિ ? સ્વીકૃતા” કપડું અને રંગ એકઠાં કરવામાં આવ્યાં છે એવી.” શું કહે છે ? પેલો મજીઠનો રંગ લાગી ગયો છે ને ? લોધરનો રંગ લાગ્યો છે તેને મજીઠનો રંગ લાગે છે. એમ જેને રાગનો રસ છે તેને રંગની યુક્તિ છે. તેને રાગ સાથે એકત્વબુદ્ધિ છે. તેને રાગના રંગની યુક્તિ છે. આહાહા ! આ તો ધીરાના કામ છે બાપુ ! આમાં ભાષાનું કામ નથી.
ઘણીવા૨ કહીએ છીએ......પેલો શબ્દ આવે છે ચિંતા વિનાનો... ..નિભૃત (નિવૃત ) શબ્દ છે. જેને કોઈ ચિંતા નથી એવા નિભૃત પુરુષોના આ કામ છે. કળશમાં છે આ વાત. અહીંયા તો ગુણી ભગવાન અને ગુણઆનંદ, જ્ઞાન એવા ભેદનો વિકલ્પ ઊઠે છે એ પણ રાગ છે.