________________
४७४
કલશામૃત ભાગ-૪ મરી જાય અને ખબર ન પડે તો બધા કહે-ઉપર જાગતા નહોતા? ક્યાં મરી ગયાતા? એટલે ઉજાગરા કરવા પડે....... એટલે દુઃખી થાય. આ જલ્દી ખસતો નથી. અરે! એ દુઃખી થાય છે તારા માટે કે ખાટલો ખાલી થાય તો ઉજાગરા મટે. જગતમાં આવી રમતું છે. આહાહા ! બાપુ તને ખબર નથી એ ટોળા બધા ધુતારાના છે. એ બધા ઠગ છે.
શ્રોતા- એ બધા ઠગ મીઠા લાગે છે!
ઉત્તર-એ તો મિથ્યાત્વમાં મીઠાશ લાગે ને!? જેને સર્પનું ઝેર ચડ્યું હોય તેને લીમડો કડવો ન લાગે. જેને સર્પનું ઝેર ચડ્યું છે તેને લીમડો ચાવવા દેવામાં આવે છે. તેને ઝેર ચડ્યું છે કે નહીં તે જાણવા. જો ઝેર ચડયું હોયતો લીમડો કડવો ન લાગે, અને ઝેર ન ચડ્યું હોય તો કડવો લાગે. એમ જેને પર મારા એવા મિથ્યાત્વના ઝેર ચડી ગયા છે....... તેને પર વસ્તુ પર છે. મારી નથી એમ નહીં લાગે.
પંડિત હુકમચંદજીએ ભગવાનનો લેખ લખ્યો છે તે બહુ સુંદર) હતો. હુકમચંદજી અત્યારે પાકયો છે. એકતાલીસ વર્ષની ઉંમર છે પણ તેની બુદ્ધિ ઘણી છે. અહીંયાની એક-એક વાત રસવાળી લખે છે. એમાં તેણે મહાવીરનો લેખ લખ્યો છે. મહાવીર કેમ પરણ્યા નહોતા? છેલ્લા ૨૨ મા, ૨૩ મા અને ૨૪ મા તેમ ત્રણ તીર્થકરો પરણ્યા નહોતા. કેમ કે સમય થોડો અને લગ્ન કરે તો દુર્ઘટના ઉત્પન્ન થાય. એટલે લાંબો કાળ એમની પાસે ન હતો, તેમની પાસે બહુ થોડો કાળ હતો. સ્ત્રીને પરણે એટલે ભોગની સામગ્રીને તેને રાજી રાખવાની વગેરે પાપનો મોટો ભાર. લગ્ન કરે તો દુર્ધટના ઘટે...! મોટો લેખ છે, છાપામાં આવ્યું હતું. દુર્ઘટના મોટી બાપુ તને ખબર નથી! તેને રાજી રાખવા ...તેના ભોગના પાપ સેવવા....તેની રમતુંમાં રહેવું તેને છોકરા થાય એને રાજી રાખવા....એ બધા મહાપાપ વ્હોરી અને અંદર કુવામાં પડયો છે. શબ્દ “દુર્ઘટના? વાપર્યો છે.
અહીંયા કહે છે કે ધર્મી જીવ છે એ તો પડ્યો છે તેના આનંદમાં તેને કોઈ ચીજ મારી છે તેવું સ્વપ્નય થતું નથી. તેને સ્વપ્ના પણ એવા આવે કે હું તો અતીન્દ્રિય આનંદી છું. આવી વાતું છે! આ કાંઈ શાસ્ત્રને વાંચીને ધારી લ્ય એટલે (સમ્યગ્દર્શન) આવી જાય એવી આ વસ્તુ નથી. પૂર્વ કે પશ્ચિમનો મોટો ફેર છે.
અહીંયા કહે છે કે- “સમ્યગ્દષ્ટિ જીવને પંચેન્દ્રિય વિષય સામગ્રી છે, ભોગવે પણ છે,” તેનો અર્થ વિષય સામગ્રીને ભોગવે છે એમ નથી. પરની સામગ્રીને તો અજ્ઞાનીયે ભોગવી શકતો નથી. ભાષા તો આમ છે પણ કઈ નયનું કથન છે. એ વ્યવહારનું વચન છે. પર ઉપર લક્ષ જાય છે તેથી તેને તે ભોગવે છે એમ કહેવામાં આવે છે.
પરંતુ અંતરંગ રાગ-દ્વેષ મોહભાવ નથી.” અહીંયા તો અનંતાનુબંધીના રાગવૈષને મિથ્યાત્વ સંબંધીનો રાગ-દ્વેષ તે રાગને અહીંયા ગણવામાં આવ્યો છે. આમ જાણીને કોઈ એમ માને કે – સમ્યગ્દષ્ટિ થયો એટલે હવે તેને રાગેય નથી અને રાગ સંબંધી બંધય નથી