________________
કલશ-૧૪૮
૪૭૩ એ ક્યાં જાય? તેનું ધ્રુવપણું ક્યાં જાય? ક્યાંય પર્યાયમાં આવે? ક્યાંય રાગમાં આવે? તે જાય
ક્યાં? આહાહા ! એ ચૈતન્યની સત્તાવાળું ધ્રુવ તત્ત્વ, તે ચૈતન્યના આનંદનું હોવાવાળું તત્ત્વ છે. તે નથી આવતું પર્યાયમાં કે નથી આવતું રાગમાં. એ ધ્રુવ જીવ ક્યાં જાય? “જરૂર પ્રાપ્ત થાય.”પરમાંથી તેની દૃષ્ટિ અને રાગનો રસ છોડી દઈ અને આત્માના આનંદના રસના વેગે જાય તો જરૂર પ્રાપ્ત થાય. આવી વાતું છે બાપુ! અહીંયા શાસ્ત્રના ભણતર કામ ન કરે!
અહીં કહે છે કે જેમ કપડાને લોધરનો, ફટકડીનો રંગ નથી લાગતો તેને મજીઠનો રંગ લાગતો નથી. એમ જેને રાગના રંજિત પરિણામ છે નહીં તેને આનંદના સ્વભાવના પ્રેમનો રસ ચડયો છે. તેને રાગનો રસ નથી માટે બહારની ચીજો તેને રાગ ઉપજાવી શકતી નથી. તેને રાગનો રંગ થતો નથી. આવી વાતું છે! આવો તે ધર્મ કેવો હશે? ધર્મ તો આ દયા પાળવી, વ્રત પાળવા, જાત્રા કરવી, સમેદશિખર અને ગિરનારની બાપુ! પ્રભુ.....એ બધો તો વિકલ્પ ને રાગ છે. તને ખબર નથી. જે રાગના રસમાં ચડ્યો છે તે આત્માના રસનો લૂંટારો છે. જેને આત્માનો રસ ચડયો છે, વેગ ચડ્યો છે, ખુમારી ચડી છે ( તેને રાગનો રસ હોતો નથી). આનંદઘનજીનું પદ છે ને કે
“લાગી લગની હમારી જિનરાજ સુજસ સુનો મેં, કાહુ કે કહે અબ કહું ન છૂટે પ્યારે, લોકલાજ સબડારી,
જૈસે અમલી અમલ કરત અને લાગ રહે જો ખુમારી.” જિનરાજ એટલે જિન સ્વરૂપ, સુજસ નામ અતીન્દ્રિય આનંદનો રસ જેને ખ્યાલમાં આવી ગયો છે. જેમ અફીણના પીનારને અમલ ચડે-ખુમારી ચડે છે તેમ જિનરાજ એટલે જીવ, સુજસ નામ તેની પરિણતિમાં તેનો આત્મા જાગૃત થયો છે. દુનિયા કેમ માને? કેમ કહેશે? એ તેને ઘરે રહ્યું.
શ્રોતા-પર ઘરમાંથી કાઢી મૂક્યો.
ઉત્તર- ઘર અહીંયા (અંદર) છે........! અહીંયાથી કોણ કાઢી મૂકે? ભાઈનું કહેવું એવું છે કે એ આવે તો તેને ઘરમાંથી કાઢી મૂકે પણ લોક લાજે ઘરમાંથી નહીં કાઢે. આ સંસાર એવો છે બાપા! શું થાય? જગતના બધા લૂંટારા છે. નિયમસારમાં કહ્યું છે કે પત્ની, છોકરા, કુટુંબ, ભાઈ, દિકરા ને બાપ અને બાપ ને દિકરો એ બધી ધુતારાની ટોળી છે. સંતોએ જાહેર કર્યું કેજેટલી બહારની સામગ્રી છે પત્ની, છોકરાવની વહુ, કુટુંબ એ બધા ધુતારાની ટોળી છે. તેને શું સ્વાર્થ હશે?
બહારમાં તો સરખું હોય ત્યાં સુધી સારું લાગશે, વ્યાધિમાં લાંબુ તણાય તો કહે-ઝટ ખાટલો ખાલી થાય તો ઠીક ! નહીંતર જાગતા રહેવું પડશે. તે મરતો નથી તેથી ઉજાગરા કરવા પડે છે. મુંબઈમાં એક છોકરાને પાણી લાગેલું. જુવાન જોધ અને મરવાની તૈયારી. હવે લાંબુ જીવવાનો નથી તેમ ખબર પડી.........! દિવસ ના જાય અને રાત્રે તેના ઉપર જાગવું પડે. જો