________________
કલશ-૧૪૮
૪૭૫ તેને આસવેય નથી તો તે એકાન્ત ચડી જશે. આહાહા ! તેને આસક્તિનો ભાવ છે...પણ તેના પ્રત્યે રસ નથી. એ રાગ છે તેટલો આસવ, બંધ છે. તેને રાગ છે- દુઃખ છે. એ તો કહ્યું ને! અનંતાનુબંધી અને મિથ્યાત્વ સંબંધીનો રાગ નથી તેની વાત છે. ત્યાં એમ માની કે હવે કોઈ બંધ નથી.....તો એમ નથી.
જ્ઞાનીને ભોગ નિર્જરાનો હેતુ છે. એ કઈ અપેક્ષાએ વાત છે? ઊંધી ખતવણી ખતવીને આત્માને મારી નાખે. અહીંયા તો જ્ઞાનીના ભોગનો અર્થ તેને અનંતાનુબંધીના રાગ-દ્વેષ અને મિથ્યાત્વ નથી. તેથી એટલો એકત્વપણાનો કષાય તેને નથી.એકપણાનો જે બંધ હતો તેટલો બંધ તેને નથી....એમ કહેવું છે. ત્યાં બંધ જ નથી એમ નથી. દસમા ગુણસ્થાન સુધી રાગનો બંધ છે. આ મોટો ગોટો ઊડ્યો છે અજ્ઞાનીની!? તે કહે છે-જુઓ! “જ્ઞાનીને ભોગ નિર્જરાનો હેતુ છે.” આવી વાતું કરવા જઈશ તો મરી જઈશ! તેને એકત્વબુદ્ધિનો રસ ઊડી ગયો છે. જેટલો એકત્વબુદ્ધિથી બંધ હતો તે બંધ હવે તેને નથી. પણ ....આસક્તિનો જેટલો રાગ છે તેટલો બંધ છે. અરે! મુનિને પણ જેટલો રાગ છે તેટલો બંધ છે. ભાવલિંગી સંત ! જેને અનંત આનંદના ઊભરા આવ્યા છે. ચોથે તો થોડો આનંદ છે, મુનિને પ્રચુર સ્વસંવેદન છે. તેને પ્રચુર આનંદનું વેદન વિશેષ વધી ગયું છે...તેને મુનિ કહીએ. આવા મુનિને પણ હજુ જે પંચમહાવ્રતના રાગનો ભાગ રહી ગયો છે એટલું બંધનું કારણ છે. એ મહાવ્રતનો વિકલ્પ તે જગપંથ છે. સમયસાર નાટક મોક્ષ અધિકારમાં ચાલીસમું પધ છે– સાધકને મહાવ્રતનો વિકલ્પ ઊઠે તે જગપંથ છે. અને આત્મા તરફ ઉપયોગ અંદર જાય તે શિવપંથ છે. અતીન્દ્રિય આનંદમાં રમે છે તે શિવપંથ છે. રાગમાં જેટલો આવ્યો તેટલો જગપંથ છે. મુનિને હોં!! જેને ત્રણ કષાયનો અભાવ થયો છે, એટલી વીતરાગતા છે. તેને પણ સંજવલનનો વિકલ્પ ઊઠયો છેપાંચ સમિતિનો ત્રણ ગુપ્તિના વ્યવહાર ભાવનો વિકલ્પ છે તે બંધનું કારણ છે. તેને હજુ એટલો સંસાર છે. સમ્યગ્દષ્ટિના નામે કોઈ એમ જ માની ત્યે કે તેને બંધ નથી. અમારે તો આ કર્મના ઉદય હતા તે આવીને ખરી જાય છે. (એમ માનીશ તો) મરી જઈશ ચોરાસીના અવતારમાં, એ નિગોદગામી . અહીંયા તો એવી વાત છે કે કપડાનો એક કટકો રાખીને પણ મુનિપણું મનાવે અને માને તો તે નિગોદગામી . તેને નિગોદગામી કહ્યાં છે. કાકડીના ચોરને ફાંસી એમ આ મોટો દંડ હશે? તને ખબર નથી તત્ત્વની બાપુ!
આવું માનવાથી તત્ત્વમાં મોટો ફેર થયો. તેમાં નવતત્ત્વની ભૂલ છે. કપડાનો એક ટૂકડો રાખે અને મુનિપણું માને તેને નવ તત્ત્વની ભૂલ છે. (૧) મુનિને આટલો પણ અજીવનો સંયોગ ન હોય, તેમ છતાં સંયોગ માન્યો તે અજીવતત્ત્વની ભૂલ છે. (૨) તેને આસવના વિકલ્પમાં પણ વસ્ત્રને રાખવાનો વિકલ્પ હોય નહીં અને માન્યું તો તે આસવ તત્ત્વની ભૂલ છે (૩) સંવરની દશામાં તેને વસ્ત્ર લેવાનો વિકલ્પ હોય નહીં અને તેને વસ્ત્ર લેવાનો વિકલ્પ થયો, એટલે સંવરમાં વસ્ત્ર લેવાનો વિકલ્પ થયો તે સંવરતત્વની ભૂલ છે. (૪) કપડા