________________
કલશ-૧૪૯
૪૭૭
અહીંયા તો મિથ્યાત્વ સંબંધીને અનંતાનુબંધી સંબંધી રંગ નથી તેથી તેને રાગ હોવા છતાં, પ૨વસ્તુ હોવા છતાં તેની એકત્વબુદ્ધિ નથી. ભાઈ વીતરાગનો માર્ગ બહુ અલૌકિક છે. સાધારણ માણસનું આ કામ નથી. કપડું અને રંગ એકઠા ક૨વામાં આવ્યા એવી યુક્તિ એમ. લોધર એને લાગ્યો માટે મજીઠનો રંગ લાગ્યો છે. એકત્વબુદ્ધિ છે માટે તેને રાગનો જંગ થઈ ગયો છે. ૧૪૯ માં તેનો વિશેષ ખુલાશો કરશે.
(સ્વાગતા )
ज्ञानवान् स्वरसतोऽपि यतः स्यात् सर्वरागरसवर्जनशीलः ।
लिप्यते सकलकर्मभिरेष:
कर्ममध्यपतितोऽपि ततो न।। १७-१४९।।
ખંડાન્વય સહિત અર્થ:- “યત: જ્ઞાનવાનું સ્વરસત: અપિ સર્વરારસ-વર્તનશીલ: સ્યાત્” (યત:) જે કા૨ણથી (જ્ઞાનવાન્) શુદ્ધસ્વરૂપ-અનુભવશીલ છે જે જીવ તે, (સ્વરસત:) વિભાવપરિણમન મટયું હોવાથી શુદ્ધતારૂપે દ્રવ્ય પરિણમ્યું છે તેથી (સર્વT) જેટલા રાગ-દ્વેષ-મોહપરિણામરૂપ (રસ) અનાદિના સંસ્કાર તેનાથી ( વર્તનશીલ: ચાણ્) રહિત છે સ્વભાવ જેનો, એવો છે; “તત: પુષ: ર્મમધ્યપતિત: અપિ સનબર્નમિ: ન નિયતે” ( તત: ) તે કારણથી ( ૪:) સમ્યગ્દષ્ટિ જીવ (f) કર્મના ઉદયજનિત અનેક પ્રકારની ભોગસામગ્રીમાં ( મધ્યપતિત: અપિ: ) પડયો છે અર્થાત્ પંચેન્દ્રિયભોગસામગ્રી ભોગવે છે, સુખ-દુઃખને પામે છે, તથાપિ ( સલÉમિ: ) આઠે પ્રકારનાં છે જે જ્ઞાનાવરણાદિ કર્મ, તેમના વડે (ન લિખતે) બંધાતો નથી. ભાવાર્થ આમ છે કે-અંતરંગ ચીકણાપણું નથી તેથી બંધ થતો નથી, નિર્જરા થાય છે. ૧૭-૧૪૯. કળશ નં.-૧૪૯ : ઉ૫૨ પ્રવચન
પ્રવચન નં. ૧૫૫-૧૫૬
તા. ૨૧-૨૨/૧૧/’૭૭
66
‘યત: જ્ઞાનવાદ્ સ્વરસત: અપિ સર્વરાજસ વર્ણનશીત: સ્વાત્” જે કા૨ણથી શુદ્ધ સ્વરૂપ-અનુભવશીલ છે જે જીવ તે,” જ્ઞાનવાનની વ્યાખ્યા કરી –શુદ્ધ સ્વરૂપ-અનુભવશીલ છે. શાસ્ત્ર વાંચ્યા અને ભણ્યો એટલે જ્ઞાનવાન એમ નહીં. શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ તે જ્ઞાન એ જ્ઞાનવાન. જ્ઞાન અને આનંદનો અનુભવશીલ એ જેનો સ્વભાવ થઈ ગયો છે. આહાહા ! શીલ એટલે અહીંયા સ્વભાવ. (જ્ઞાનવાન) અનુભવશીલ-જ્ઞાની-જ્ઞાનવાન તેને કહીએ જેને શુદ્ધ સ્વરૂપનો અનુભવનો સ્વભાવ થઈ ગયો છે. “શુદ્ધ સ્વરૂપ-અનુભવશીલ છે