________________
કલશ-૧૪૮
૪૭૧ ગયો છે. હવે વસ્ત્રનું દૃષ્ટાંત આપશે.
જ્ઞાની-ધર્મી દરેક ક્ષણે પર સામગ્રી તરફના કષાયના વેગથી ખાલી છે. હરક્ષણે તે જ્ઞાન રસના વેગમાં, આનંદના રસથી તે ભરેલો છે. આવો માર્ગ છે ભાઈ ! આ નિર્જરા અધિકાર છે ને ! જેને આત્માના આનંદના રસ ચડયા છે તેને બાહ્ય સામગ્રી અને તેના પ્રત્યેના રાગનો રસ ઊડી ગયો છે. માટે તેને ક્ષણે ક્ષણે નિર્જરા થાય છે.
“એવો ભાવ હોવાથી. દૃષ્ટાંત કહે છે” એટલે કે પર તરફના રાગના રંગના ભાવના વેગથી ખાલી હોવાથી તેને બંધન છે નહીં. તેને પર પ્રત્યેનો અહંકાર અને મમત્વભાવ છે નહીં. તેનું અહંપણું તો હવે ચૈતન્યરસમાં આવી ગયું છે. “અહંમ્” એટલે આ હું. ધર્મીને અતીન્દ્રિય આનંદમાં અહંમ્પણું આવ્યું છે. તેને રાગની સામગ્રીમાંથી અહંમ્પણું ઉડી ગયું છે. આટલો મોટો ફેર છે!! ' હવે દેષ્ટાંત કહે છે – “દિ રૂદ મવષાયિતવેત્રે ૨૯ યુજિ: વદિ: સુતિ વ,” જેમ સર્વ લોકમાં પ્રગટ છે કે હરડાં, ફટકડી લોધર જેને લાગ્યાં નથી એવા કપડામાં,” જે વસ્ત્રમાં હરડે અને ફટકડીનો રંગ લાગ્યો નથી તેને રંગ ચડતો નથી. એ રંગ વસ્ત્રની અંદરમાં નહીં જાય. અંદરમાં સફેદી છે તે રહ્યા કરશે. જે વસ્ત્રને હરડે, ફટકડી, લોધર જેને લાગ્યા નથી એવા કપડામાં (૪હુયુ9િ) રંગયુક્તિ અર્થાત્ મજીઠના રંગનો સંયોગ કરવામાં આવે છે તોપણ કપડાને લાગતો નથી,” કપડાને લાગતો નથી બહારને બહાર ફરે છે. જે કપડામાં ફટકડી, લોધર આદિનો રંગ નથી ચડ્યો તેને..બીજા મજીઠના રંગ નહીં ચડે. એ વસ્ત્ર તો ધોળું સફેદ રહેશે. તે કપડાને ભલે મજીઠના રંગમાં રાખ્યું હોય પણ એ કપડાને રંગ નહીં ચડે. કેમ કે તેને લોધર અને ફટકડીનો રંગ ચડયો નથી તેથી આ રંગ કપડાને નહીં લાગે.
એ.લોધરના રંગ વિના મજીઠનો રંગ કપડાથી બહાર લોટે છે. જેમ કપડાને મજીઠનો રંગ ચડતો નથી. તેમ ધર્મીને રાગનો રસ નથી. રાગની એકત્વબુદ્ધિ, રાગની પ્રેમબુદ્ધિ ઊડી ગઈ છે તેને રાગનો રસ નથી. તેને દુનિયાની સામગ્રીમાં વિષય-કષાયનો ભાવ અને તેનો રસ હોતો નથી. તેનો રંગ એને ચડતો નથી. આ મારગડા જુદા બાપુ! દુનિયા ભલે માની બેસે વિકલ્પમાં (રાગમાં) ધર્મ!?
ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ વીતરાગ પરમાત્મા ! સો ઇન્દ્રોની વચ્ચે અને ગણધરોના ટોળાની વચ્ચે કહેતા હતા તે આ વાત છે. પ્રભુ! તને આત્માનો રસ નથી તો તને રાગનો અને પરનો રસ છે. પછી ભલે તે ત્યાગી થઈને બેઠો હોય ! પંચમહાવ્રત એ રાગ છે, તે કોઈ ધર્મ એટલે સંવર, નિર્જરા નથી. તે તો આસવ છે. એ રાગના રંગનો રસ જેને ચડયો છે તેને આત્માનો રંગ લાગતો નથી. તેમાં તેને જ્ઞાન રસ આવતો નથી. જેને આત્મરસ! ભગવાન સચ્ચિદાનંદ પ્રભુના રસ જ્યાં અંદરમાં જામ્યા છે તેને (કર્મ) નામ બાહ્ય સામગ્રીના કાર્યો અને તેના પ્રત્યેનો રંગ...તેનાથી જ્ઞાની ખાલી છે. આહાહા! અંતરની દૃષ્ટિમાં અને પરની દૃષ્ટિમાં