________________
૪૭૦
કલશામૃત ભાગ-૪
રંજિતપરિણામરૂપ જે ( રસ ) વેગ તેમાંથી (રિત્ત્તત્તા) ખાલી છે.” જોયું ? ક્ષણે ને પળે ૫૨ પદાર્થ પ્રત્યે જે કષાયનો વેગ હોય છે તે વેગ તૂટી ગયો છે. ભાષા જોઈ ? રસનો અર્થ વેગ કર્યો. શું કહે છે ? કર્મના નિમિત્તે મળેલ પૈસા, શરીર, સ્ત્રી, કુટુંબ આદિ એ ૫૨ સામગ્રીમાંથી એક્તાબુદ્ધિ ગઈ છે. કેમ કે તેના પ્રત્યેનો કષાયનો જે વેગ હતો તે આમ ચાલ્યો આવતો હતો તે ત્યાં તૂટી ગયો છે. આહાહા ! કષાયનો જે સૂક્ષ્મ-ઝીણો વેગ રહે છે. બાહ્ય સામગ્રી તેમાં બોલવું, ચાલવું, સ્ત્રી, કુટુંબ, પરિવાર, વેપાર-ધંધો આદિમાં જે કષાયમાં સૂક્ષ્મ વેગ ચાલ્યો જાય છે..અને જ્ઞાન સ્વભાવ ત્યાં રુંધાય જાય છે. સમ્યગ્દષ્ટિને એ વેગ અટકી ગયો છે. ૧૪૯ માં કહેશે કે– સ્વ૨સ અને ૫૨૨સ. ૫૨૨સ એટલે ? કષાયનો વેગ આમ સૂક્ષ્મ છે તે, ચૈતન્ય આનંદ રસનું શુદ્ધ પરિણમન તે સ્વરસ છે. પછી તેને શાસ્ત્રનું જ્ઞાન ઓછું હોય બીજાને સમજાવવા માટે ક્ષયોપશમ ઓછો હોય પણ ધર્મીનો વેગ આનંદના ૨સે ચડી ગયો છે. તેને કષાયનો વેગ ચડતો નથી. ઝીણી વાત છે ભાઈ !
લોકો એમ માને છે કે–મેં દયાપાળી, વ્રત પાળ્યા, ભક્તિ કરી, પૂજા કરી અને તેમાં ધર્મ છે. અહીં કહે છે- તે કષાયનો વેગ છે. એ કષાયના વેગમાં પોતાની બુદ્ધિને રોકાયેલી રાખે છે તે મિથ્યાત્વ ભાવ છે. અશુભની તો શું વાત કરવી ? પણ એ શુભરાગના વેગમાં ચડી ગયો છે. આ મને લાભદાયી છે.... ( તેમ માને છે ) તેથી તેમાં જ તેનું લીનપણું છે....એ કષાયનો વેગ તે મિથ્યાષ્ટિ છે. અને સમ્યગ્દષ્ટિ-સત્યદૃષ્ટિ એટલે જેવો આનંદ૨સ છે તેવું પર્યાયમાં પરિણમન થયું છે........એ સમ્યગ્દષ્ટિ છે. ચાલતા પ્રવાહથી ઘણો જ ફેરફાર લાગે! પણ....... મારગડા જુદા છે ભાઈ !
અહીં (૨સ ) નો અર્થ વેગ કર્યો. ધર્મીને અંદર પોતાના આનંદનો વેગ છે. તે ક્ષણે ને પળે પોતાના જ્ઞાતાદેષ્ટાના વેગમાં ૨મે છે. અને અજ્ઞાની પોતાના સ્વભાવનો અનાદર કરીને, ૫૨ સામગ્રીના રસના વેગે ચડયો છે.......તેથી તે કષાયવાળો મિથ્યાર્દષ્ટિ જીવ છે. બહારથી ભલે તે નગ્ન મુનિ થઈને બેઠો હોય, અઠ્ઠાવીસ મૂળગુણ પાળતો હોય, છતાં શુભરાગમાં તેને કષાયનો વેગ છે. ત્યાં વેગે ચડી ગયો છે. ત્યાં તેને રસ છે. સમ્યગ્દષ્ટિ એ વેગથી ખાલી છે. ક્ષણે ને પળે કષાયવંતને જે કષાયનો વેગ હતો તેનાથી સમ્યગ્દષ્ટિ ખાલી છે. એટલે કે ૫૨ ત૨ફની સામગ્રી કરોડની હોય, અબજની હોય, ગમે તેટલી હોય ! તેના પ્રત્યેના રાગના રસનો વેગ ખાલી થઈ ગયો છે અને આનંદના રસથી ભરાય ગયો છે. આવી વાતો છે!
ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ ૫૨માત્માની આ વાણી છે. ( ર્મ ) કર્મ નામ બાહ્ય સામગ્રીની ક્રિયા–શ૨ી૨ની, વાણીની, પૈસાની, આબરૂની, પત્નીની, બાળકોની એવી જે ક્રિયા એ કર્મ છે. અને તેના પ્રત્યે કષાયનો જે વેગ છે, એમાં જેને મીઠાશ છે તે મિથ્યાત્વભાવ છે. જેને આત્માના આનંદનો રસ છે, જે અતીન્દ્રિય આનંદના રસનો થઈ ગયો છે તેને ગમે તેટલી બાહ્ય સામગ્રી હો ! લડાઈના પ્રસંગમાં ઊભો હોય અને જરા ક્રોધ પણ આવે છતાં રસ ઊડી