________________
કલશ-૧૪૮
૪૬૯ તે,” શું કહે છે? જેને આત્માના આનંદનો રસ જાગ્યો છે, અંતરમાં આત્મા છે એ આનંદ સ્વરૂપ અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ એ આનંદનો રસ છે. અહીંયા હમણાં રસની વ્યાખ્યા કરશે. અતીન્દ્રિય આનંદનો અંદરમાં જેને વેગ ચડયો છે. દરિયામાં જેમ પાણીનો વેગ આવે તેમ. આ નિર્જરા અધિકાર છે ને!!
આત્મા અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે એનો એની પર્યાયમાં વેગ (રસ) આનંદનો અનુભવ થાય છે. આવા આનંદના રસની આગળ, પ્રીતિ આગળ.પર પદાર્થ પ્રત્યેની રાગની રુચિ, રાગનો રંગ ઊડી ગયો છે. અજ્ઞાની બહારથી છોડી બેસે છે. આ સ્વર્ગના દેવ જે મિથ્યાદૃષ્ટિ છે તે નવમી રૈવેયકમાં આવી જાય છે. ત્યાં સ્ત્રીનો ભોગ નથી. તે આજન્મ બ્રહ્મચારી છે, છતાં તેને અંદર રાગની એકતા બુદ્ધિ પડી છે. શુદ્ધ ચૈતન્ય નિર્મળાનંદઘન પ્રભુ સાથે રાગનો પાતળો કણ જે એકત્વબુદ્ધિનો રસ પડયો છે તેને રાગનો રસ પડ્યો છે. તેને તો સંયમેય નથી ને સમકિતયે નથી.
અહીંયા તો મિથ્યાષ્ટિની વાત છે. કેમકે રાગ છે તેની દિશા પર તરફની છે. અને પર તરફના રસમાં જેને રંગ છે તેને ભગવાન આત્માના આનંદનો રસ નથી (રિત) નામ ખાલી છે. નિર્જરા અધિકાર છે ને! અહીંયા તો-જ્ઞાનમાં કર્મ ને રાગનો રસ બન્ને છે તે મિથ્યાદૃષ્ટિ છે. (ર્મ) કર્મ એટલે ક્રિયાઓ..., શરીર, મન, વાણી આ બધી બહારની ક્રિયાઓ તે કર્મ છે. જડની બહારની ક્રિયાઓ તેને કર્મ કહે છે. કર્મની સામગ્રી ઉપરથી પણ જેનો રસ છૂટી ગયો છે, જેને અંતરમાં આત્માના આનંદનો રસ આવ્યો છે. એ રસ આગળ સામગ્રીનો રસ તૂટી ગયો છે.
અહીં પહેલો એક શબ્દ “કર્મ' મૂકયો છે. “ર્મ જ્ઞાનિન: પરિપ્રદમાવે ર દિ તિ જેટલી વિષય સામગ્રી ભોગરૂપ ક્રિયા છે તે સમ્યગ્દષ્ટિ જીવને મમતારૂપ સ્વીકારપણાને નિશ્ચયથી પ્રાપ્ત થતી નથી.” એ સામગ્રી મારી છે તેવો અભિપ્રાય છૂટી ગયો છે. પછી તે ચક્રવર્તીના પદમાં હો! પરંતુ જેને આત્માના આનંદના રસના વેગ ચડ્યા છે તેને એ સામગ્રી પ્રત્યેનો પ્રેમ ઊડી ગયો છે. એટલે કે એ સામગ્રી મારી છે એ વાત છૂટી ગઈ છે– ઊડી ગઈ છે.
સમ્યગ્દષ્ટિ જીવને મમતારૂપ સ્વીકારપણાને નિશ્ચયથી પ્રાપ્ત થતી નથી.” મારો તો આનંદ સ્વરૂપ પ્રભુ છે. અતીન્દ્રિય આનંદનો ઢગલો ભગવાન આત્મા છે તે મારો છે. આમ તો તેણે અનંતવાર શાસ્ત્રના જ્ઞાન કર્યા છે, અને માની લીધું કે મને કાંઈક (જ્ઞાન) થયું છે. એવા અનંતવાર બફમમાં રહ્યો. જ્યાં અંદરમાં આત્માનો અતીન્દ્રિય આનંદનો રસ ચડયો છે, એ અતીન્દ્રિય આનંદના રસ આગળ ધર્મીને બાહ્ય સામગ્રીની પરિણતિની પર્યાય જે છે તેનું મમત્વ ઊડી ગયું છે. એ હું નહીં, એ મારા નહીં. તેને અંતરમાંથી મારાપણું ઊડી ગયું છે હોં !! તેને બાહ્ય સામગ્રીનો રસ ઊડી ગયો છે, તેની મમતા ઊડી ગઈ છે.
“શા કારણે? “રારસજ્જિત” કર્મની સામગ્રીને પોતારૂપ જાણીને