________________
કલશ-૧૪૬
૪૬૭ અનાદિથી તેણે આકુળતાનું જ વેદન કર્યું છે. પછી તે નરકમાં રહ્યો કે નિગોદમાં રહ્યો કે દિગમ્બર નગ્ન સાધુ થયો અને પંચમહાવ્રત પાળ્યા પણ એ બધું રાગનું વેદન છે, દુઃખનું વેદન છે એટલે કર્મચેતનાનું વેદન છે.
અહીંયા કહે છે કે- જેણે આત્માને જાણ્યો ને વેદ્યો તેને રાગની ઈચ્છા કે ઈચ્છાની સામગ્રીને ભોગવવું એવો ભાવ જ એને હોતો નથી. આવી વાતું છે ભાઈ !
શ્રોતા- જેણે આત્માને જાણ્યો તેણે સર્વને જાણ્યું.
સર્વેને જાણ્યું એટલે? પર છે તેને પર તરીકે જાણ્યું. જેને સ્વનું જ્ઞાન થયું છે તે પરને પર તરીકે જાણે છે. સ્વના જ્ઞાન વિના પરને જાણી શકે જ નહીં. ઝીણી વાતું બહુ ભાઈ !
વાંછવામાં આવે છે જે વસ્તુ સામગ્રી અને વાંછારૂપ જીવનો અશુદ્ધ પરિણામ” જ્યારે ઈચ્છા થાય ત્યારે “આને હું ભોગવું એવી ઈચ્છા છે, તે વખતે સામગ્રી તરફ લક્ષ નથી ત્યારે તો ઈચ્છા થઈ છે. ત્યારે વાંછારૂપ જીવનો અશુદ્ધ પરિણામ એ ભોગવવાનો કાળ છે. જ્યારે સામગ્રી ઉપર લક્ષ ગયું ત્યારે તો અશુદ્ધ પરિણામ ભોગવવાનો કાળ છે. અશુદ્ધ પરિણામ ભોગવવાના કાળે કાંક્ષા ભાવની જે ઈચ્છા છે તે રહેતી નથી. અને ઈચ્છા કાળે ભોગવવાનો ભાવ હોતો નથી. આવી વાતું છે! પેલામાં તો એકેન્દ્રિયની દયા પાળું એ બધું સહેલું લાગતું હતું... પણ એ બધું ઊંધું હતું.
અહીંયા ત્રિલોકનાથ પરમાત્મા જિનેન્દ્રદેવ ! ઇન્દ્રોની સમક્ષમાં અને સંતો-ગણધરોના ટોળાની સમક્ષ આમ ફરમાવતા હતા. “તેઓ છે બન્ને અશુદ્ધ વિનશ્વર, કર્મનિત તે કારણથી બન્ને કોણ ? ઈચ્છા થવી અને સામગ્રીને વેદવાની જ્યારે ઈચ્છા ગઈ ત્યારે સામગ્રી ઉપર લક્ષ ગયું ત્યારે તો વેદવાનો ભાવ ગયો. એ બન્ને નાશવાન છે, એ બન્ને અશુદ્ધ છે. “વિનશ્વર છે કર્મજનિત” છે. બહુ ટૂંકામાં ઘણું સમાડયું છે. આહાહા ! તેનો પહેલો અભ્યાસ જોઈએ. જેમ એલ.એલ.બી., એમ.એ. ભણવામાં પાંચ-દસ વર્ષ કાઢે છે કે નહીં? આ અભ્યાસ કરવાનો તેને વખત જ ન મળે ! ઘણાં તો એમ બોલે કે હમણાં તો અમારે મરવાનો ય વખત નથી !? બહુ સારી વાત છે ભાઈ ! તું આ શું બોલે છે? હમણાં તો એવો ધંધો ચાલે છે ને ! સોનાની નદીયું વહે છે- એમ કહે. ગુજરાતમાં કાચું સોનું પાકે છે કપાસ અમારે પાલેજમાં ત્યાં દુકાન હતી. દિવસમાં હજારો ગાડા કપાસના આવે. પાંચ વર્ષ તો મેં પણ ત્યાં દુકાન ચલાવી હતી.... સત્તરથી બાવીસ વર્ષ અત્યારે તો શરીરને અદ્દાસી વર્ષ થયા. પાલેજમાં દુકાન છે, ત્યાં ભાગીદારના છોકરાવ છે, ત્રીસ-પાંત્રીસ લાખ રૂપિયા છે. વરસની ત્રણ-ચાર લાખની પેદાશ છે. છોકરા બધા અહીં આવે છે. એ બધા ધૂળના, પાપના ધંધા એ પાપ ધૂળ જ છે ને!
ધર્મી જીવને જે કર્મ જનિત સામગ્રી છે તેને તે ઈચ્છતો નથી અને જ્યારે સામગ્રી ઉપર લક્ષ જાય છે ત્યારે અશુદ્ધ પરિણામ થાય છે. બન્ને નાશવાન છે. તે કર્મને કારણે છે માટે તેને ઈચ્છતો નથી. તેને એકલી આનંદની ભાવના છે. ભગવાન આનંદનો નાથ પ્રભુ! તેના