________________
૪૬૬
કલશામૃત ભાગ-૪ એ બે નો મેળ નથી માટે તે ઈચ્છા કરતો નથી. સમજાણું કાંઈ ? સમજાણું કાંઈ કહ્યું? એટલે શું? સમજાય એ તો બહુ અલૌકિક વાત છે. પણ આ વાત કઈ પદ્ધતિથી છે અને કઈ રીત છે; એ રીતનો ખ્યાલ આવે છે? મારગડા નાથ તારા જુદા પ્રભુ! પણ તેની તને ખબર નથી. એમને એમ બફમમાં ને બફમમાં જગતની જિંદગીયું ચાલી ગઈ.
અહીંયા કહે છે કે – નિશ્ચયથી જે કાંઈ ચિંતવ્યું છે તે પ્રાપ્ત થતું નથી,” કૌંસમાં (વે) એટલે ઈચ્છા-કાંક્ષા. વેદવા યોગ્ય ચીજને વેદવાની ઈચ્છા થઈ. આને હું વેદું એ વખતે સામગ્રી નથી. “એમ જ છે. શા કારણથી?“વેદ્યવેરવિભાવવત્તાત”(વે) વાંછવામાં આવે છે જે વસ્તુ સામગ્રી” આ શરીરને આમ ભોગવવું એવી ઈચ્છા થઈ ત્યારે તે કાળ ભોગવવાનો નથી અને તે કાળે ભોગવવાની સામગ્રી ઉપર લક્ષ નથી. “વેધ” એટલે વાંછવામાં આવે છે. વેધ શબ્દ પહેલો છે. વેદક” એટલે વાંછારૂપ જીવના અશુદ્ધ પરિણામ છે. એ સામગ્રી તરફ જ્યારે લક્ષ જાય છે ત્યારે તેને અશુદ્ધ પરિણામનું વેદન છે. પહેલા કાંક્ષા હતી એ કાંક્ષા ગઈ પછી સામગ્રી આવી ત્યારે વેદનનો ભાવ એ અશુદ્ધ પરિણામ થયા. અશુદ્ધ પરિણામ વખતે પેલી કાંક્ષા-ઈચ્છા નથી. અને ઈચ્છા વખતે ભોગવવાના અશુદ્ધ પરિણામ નથી. આહાહા ! સમજાય છે કાંઈ? ભાષા તો સાદી છે, ભાવ તો જેમ છે તેમ છે.
ટૂંકા શબ્દોમાં લઈએ તો જ્યારે તેને ઈચ્છા થાય છે ત્યારે તેને પર સામગ્રી તરફનો ભોગવવાનો ભાવ નથી. અને પરતરફનું લક્ષ અને ભોગવવાનો ભાવ આવ્યો ત્યારે પેલી ઈચ્છા રહેતી નથી. એટલે જેનો ક્યાંય મેળ ખાય નહીં એવી ચીજને કોણ ઈચ્છે? તેને મિથ્યાષ્ટિ ઈચ્છે છે – એમ કહે છે. આકરી વાત છે ભાઈ !
એક વખત મલકાપુરનું કહ્યું હતું. મલકાપુરમાં સ્વરૂપચંદ કરીને યુવાન છોકરો છે. કાપડનો મોટો વેપારી છે. દસ દસ હજારનું કાપડ રાખે છે. તેને આખું મોક્ષમાર્ગ પ્રકાશક કંઠસ્થ છે. બહુ લાગણીવાળો છે. અમે જ્યારે ગયેલા ત્યારે કુંવારો હતો, હવે પરણી ગયો છે. તે કહેતો હતો કે- એકવાર હું અને મારા મિત્ર બેઠા હતા. તે પચ્ચીસ વર્ષનો હતો. વાતું કરતા હતા. તેમાં તેનું મોઢું આમ થયું ત્યાં તો ફુ થઈ ગયું. તેને કોઈ રોગ નહીં. એ તો મિત્ર હતો એટલે ! નહીંતર લોકોને વહેમ પડે કે આટલી વારમાં આમ થઈ ગયું? એ તો દેહની સ્થિતિ પૂરી થતાં વાર શું લાગે બાપા? એ સ્થિતિ પૂરી થવાની હશે તે કાળે જ થશે. જે ક્ષેત્રે, તે જ કાળે, તે જ સંયોગે, તે જ સ્થિતિએ દેહ છૂટવાનો તેમાં ત્રણકાળમાં ફેરફાર થાય એમ નથી.
અહીંયા પરમાત્મા એમ કહે છે– પ્રભુ તું એકવાર સાંભળ! જો તને તારા સ્વભાવનો અનુભવ હોય તો આનંદનું વદન હોય. અનાદિથી તો પુણ્ય ને પાપના રાગનું વેદન છે. કર્મચેતના અને કર્મફળચેતનાનું વેદન છે- ત્યાં સુધી એ મિથ્યાદેષ્ટિ છે. પુણ્ય-પાપના ભાવ તે કર્મચેતના છે. કર્મ એટલે રાગની- કાર્ય ચેતના અને એનો અનુભવ કરવો હરખશોક એ કર્મફળ ચેતના છે. વિકારના કાર્યનું ફળ તેને કર્મફળચેતના કહે છે. જડકર્મનું અહીં કામ નથી.