________________
કલશ-૧૪૬
૪૬૫
k
ભા૨ે વાતું ભાઈ! અહીંયા તો અત્યાર સુધી એવું સાંભળ્યું છે કે“ઇચ્છામિ....પડિકમ.......વોસરામિ.” એ બધા ગડિયા હતા. એ બધા રાગના વિકલ્પના ગડિયા હતા.....અને એમાં એમ માન્યું કે અમે ધર્મ કરીએ છીએ.
અહીંયા શું કહે છે.....જુઓ તો ખરા ! “મન, વચન, કાય-ત્ર શુદ્ધિ વડે,” એ શું કહ્યું ? પોતાના આત્મા સિવાય ૫૨ સામગ્રીમાં એટલે ? મન, વચન, અને કાયાથી અતિવિરક્ત છે. અરે ! તેણે સાંભળ્યુંય નથી. તેને ખબરેય નથી.
“શા કારણથી એવો છે ? “ યત: જીવુ ાંક્ષિતન્ ન વેદ્યતે વ” કા૨ણ કે નિશ્ચયથી જે કાંઈ ચિતવ્યું છે તે પ્રાપ્ત થતું નથી.” એ શું કહ્યું ? કાંક્ષા થાય એ પ્રમાણે ત્યાં સામગ્રી ન હોય અને જ્યારે સામગ્રી આવે ત્યારે પેલી કાંક્ષાનો ભાવનો કાળ ચાલ્યો જાય છે. કોઈ ચીજની ઈચ્છા થઈ; હવે ઈચ્છા કાળે ચીજનો અનુભવ હોય તો તો ઈચ્છા થાય જ નહીં. ઈચ્છા છે ત્યારે સામગ્રી ઉપર લક્ષ નથી. અને સામગ્રી આવે, લક્ષ થાય ત્યારે પેલી ઈચ્છા રહેતી નથી. વેધ વેદકભાવ, ‘વેધ’ એટલે ઈચ્છા થવી-કાંક્ષા થવી તે અને ‘વેદક’ એટલે જે સામગ્રી આવે અને વેદવાનો ભાવ થાય તે વેદક. વેધ વેદક એમાં શું કહ્યું ? ઈચ્છા થવી તે વેધ અને વેદક એટલે વેદવા યોગ્ય ચીજને વેઠવાની ઈચ્છા થવી. ભોગવવા યોગ્ય સ્ત્રી, પૈસો, આબરૂ, એને ભોગવવાને યોગ્ય સામગ્રીની ઈચ્છા થવી એ વેધ છે. અને જ્યારે ઈચ્છા થઈ ત્યારે પેલી સામગ્રીનો ભોગવટો નથી અને ભોગવટા ઉપર લક્ષ નથી. અને જ્યારે સામગ્રી આવે અને તેના ઉ૫૨ લક્ષ ગયું ત્યારે પેલી ઈચ્છા રહેતી નથી. કેમ કે ભાવ નાશવાન, સામગ્રી નાશવાન એ બેનો ક્યાંય મેળ ખાતો નથી.....તેથી તેને કોણ ઈચ્છે ?
ઈચ્છા કરે છે કે આને ભોગવું ત્યારે તેને ભોગવવાનો કાળ નથી, જ્યારે ઈચ્છા ગઈ અને ભોગવવાનો કાળ આવ્યો ત્યારે પેલી ઈચ્છા રહેતી નથી. બન્ને નાશવાન છે અને ધર્મીની દૃષ્ટિ તો ધ્રુવ દ્રવ્ય હોવાને લીધે....આહાહા ! નિત્યાનંદ પ્રભુ જે શાશ્વત પદાર્થ છે તેના ઉ૫૨ ધર્મની દૃષ્ટિ હોવાથી .નાશવાન ચીજની ઈચ્છા અને તેને ભોગવવાનો ભાવ હોતો નથી. આ સાંભળીને જાય તો ઘરે પૂછે તમે શું સાંભળીને આવ્યા ? કોણ જાણે કંઈક કહેતા હતા કે આ વેધ છે અને આ વેદક છે. બાપુ ! મારગડા આવા ઝીણાં છે. ભાઈ ! તને આવો માર્ગ સાંભળવાએ મળ્યો નથી.
ત્રણલોકના નાથ જિનેશ્વર ૫૨મેશ્વરના અત્યારે વિરહા પડયા ભરતક્ષેત્રમાં એ ભગવાનની વાણી આવી. અત્યારે એ પરની કાંક્ષા કરે છે અને તે કાળે સામગ્રી તો નથી. અથવા સામગ્રી ઉ૫૨ લક્ષ હોતું નથી. અને સામગ્રી ઉ૫૨ લક્ષ જાય છે ત્યારે પેલી ઈચ્છા રહેતી નથી. આવા નાશવાનને કોણ ઈચ્છે ? અને જે આવી ઈચ્છા કરે તે સમ્યગ્દષ્ટિ નથી. આહાહા ! આવો નિત્યાનંદનો નાથ ભગવાન છે. પ્રભુ શુદ્ધ ચૈતન્યઘન આનંદકંદ પ્રભુ મળ્યો તેને અંદર દૃષ્ટિમાં, વેદનમાં લેતાં તેને પ૨ સામગ્રીની ઈચ્છા થતી નથી. ૫૨ સામગ્રીની ઈચ્છા અને વેદન