________________
૪૬૨
કલામૃત ભાગ-૪ સામગ્રી તેની કાંક્ષા કરે છે. જ્યારે કાંક્ષા કરે છે ત્યારે ત્યાં વેદવાનો યોગ નથી. અને જ્યારે વેદનાનો સંયોગ આવે ત્યારે પેલી કાંક્ષાનો સમય રહેતો નથી. તેથી એ ઈચ્છાનો કાળ અને ભોગવવાના કાળને મેળ નથી. માટે ધર્મી તેની કાંક્ષા કરતો નથી.
કર્મના ઉદયથી છે નાના પ્રકારની સામગ્રી,”આ બધા પૈસા આદિ મળે છે તે કર્મને લઈને મળે છે હોં ! એની હોંશિયારીને લઈને નહીં! એમ હશે ભાઈ? આ રાત્રે પોપટભાઈ બાર વાગ્યે ગુજરી ગયા. બે કરોડ રૂપિયા, ત્રણ દિવસ પહેલા અહીંયા બેઠા હતા. છ છોકરા છે અને લાખોની પેદાશ છે, બે મિનિટમાં દેહ છૂટી ગયો. એ ચીજ તેની કયાં હતી કે ન છૂટે? તેની હોય એ છૂટે નહીં અને જે છૂટે તે તેની નહીં. અરેરે! તેને ખબરું ન મળે ! તેના જીવનનો બધો કાળ પાગલપણામાં જાય છે. સંસારમાં બધે ડાહ્યા ગણાય પરંતુ ધર્મને માટે તો તે ગાંડાપાગલ છે. દુનિયા ગાંડાની હોસ્પીટલ છે તેમાં બધા પાગલ હોય.
અહીંયા તો ત્રિલોકીનાથ જિનેન્દ્ર પરમાત્મા તીર્થંકરદેવ તે ગણધરો અને ઇન્દ્રોની સભામાં જે કહેતા હતા એ આ વાત છે. સંતો ત્યાં ગયા હતા અને ત્યાં આઠ દિવસ રહ્યાં હતા. મહાવિદેહમાં સીમંધર પરમાત્મા તીર્થકર તરીકે બિરાજે છે. કુંદકુંદાચાર્ય તે બે હજાર વર્ષ પહેલાં તેમની પાસે ગયેલા. ત્યાંથી આવીને આ શાસ્ત્રો રચ્યા છે. આની ટીકા કરનારા તો ત્યાં ગયા નહોતા, તો પણ શાસ્ત્રોના મર્મને ખોલી નાખ્યા છે.
આહાહા! ધર્મી જીવને કર્મના નિમિત્તથી મળેલી આ ધૂળ, પત્ની, શરીર, આબરૂ, કીર્તિ, કુટુંબ આદિને સમ્યગ્દષ્ટિ વાંચ્છતો નથી. કેમ કે એની વાંચ્છાની ઈચ્છા છે તે નાશવાન છે અને જે સામગ્રીને ઈચ્છે છે તે વસ્તુ નાશવાન છે. તેથી જે ધર્મીજીવે છે તેની દૃષ્ટિ તો પોતાના નિત્યાનંદ પ્રભુ ઉપર છે. એ તો ધ્રુવસ્વભાવી ધ્યેયના ધ્યાનમાં છે. પછી તે વિકલ્પમાં હો કે બહાર હો! પરંતુ ધર્મીની દૃષ્ટિ ધ્રુવ ચૈતન્યમૂર્તિ જ્ઞાયકભાવ ઉપર હોવાથી અંદર જે નિત્યાનંદ છે તેની ઉપર હોવાથી તેને કર્મના નિમિત્તે મળેલી સામગ્રીને ભોગવવાની ઈચ્છા નથી. સમજાણું કાંઈ? આવી વાતું છે!
તો શું અમારે બાવા થઈ જવું? બાવો જ છે તે....સાંભળને ! એ ચીજ તો પર છે, ધૂળને આ બધી ચીજ તો પર છે, એ કયાં તારી છે કે તારામાં રહેલી છે? માન્યું હતું તો જે ગમે તે માનો !!
અહીંયા કહે છે- ધર્મી જીવ ! “કર્મની સામગ્રીમાં કોઈ સામગ્રી-જીવને સુખનું કારણ એમ માનતો નથી.” જેને આત્માના આનંદનું ભાન થયું છે તે પરચીજને સુખનું કારણ માનતો નથી. હવે બહારમાં સ્પષ્ટ વાત મૂકાય છે. નહીંતર તો ઝીણી વાત પડે! આત્મામાં અતીન્દ્રિય આનંદ અસ્તિપણે છે. એ અતીન્દ્રિય અનંત આનંદ અંદરમાં છે, એવો જેને વેદનમાં આનંદ આવ્યો, એ ધર્મી જીવ! પોતાના આનંદના ભોગવટા આગળ તે કર્મની સામગ્રીને ઈચ્છતો નથી. સમજાણું કાંઈ? આવી વાતું છે. ચોથા ગુણસ્થાનની આ વાત છે. છ ઢાળામાં