________________
કલશ-૧૪૭
૪૬૧ કહેવાય છે. આવી શરતું છે. શું થાય ભાઈ ! શ્રીમદ્જી કહે છે કે
“અનંતકાળથી આથડયો વિના ભાન ભગવાન,
સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યા નહીં અભિમાન.” કોણ ગુરુ અને કોણ સંત તેની તેને ખબરું ન મળે ! તેને સેવ્યા નહીં એટલે તેના પગ દબાવવા તે સેવા છે એમ નથી. તેમણે જે કહ્યું કે તેણે સ્વીકાર્યું નહીં. અનંત અનંત કાળ આ રીતે વિત્યો છે.
અહીંયા કહે છે કે- એ સમ્યગ્દષ્ટિ જેને પરના અભિમાન છૂટી ગયા છે અને જેને સ્વરૂપની શ્રદ્ધાની દ્રઢતાનું ભાન થઈ ગયું છે...એવા સમ્યગ્દષ્ટિ જીવ! (વિન) આવો ધર્મી જીવ! જેને અતીન્દ્રિય આનંદનું અનુભવમાં વેદન આવ્યું છે તે સમ્યગ્દષ્ટિ જીવ. અત્યારે તો એમ કહે છે કે- દેવગુરુ-શાસ્ત્રને શ્રદ્ધા અને જે નવ તત્ત્વને માને તે સમ્યગ્દષ્ટિ છે- લોકો એમ માનીને બેઠા છે, પણ એમ નથી. અહીંયા વિદ્વાનની વ્યાખ્યા જ સમ્યગ્દષ્ટિ કરી. પાઠમાં “વિદ્વાન” શબ્દ છે.
વિદ્વાન તેને કહીએ કે જેને પોતાના સ્વરૂપની લક્ષ્મીનું ભાન થયું છે એ વિદ્વાન છે. જેને અંદરથી લક્ષ્મીનું સ્વરૂપ પ્રગટયું છે વિદ્વાન એટલે સમ્યગ્દષ્ટિ અને સમ્યગ્દષ્ટિ એટલે વિદ્વાન. બીજું બધું ભલે ન આવડતું હોય, વાંચતા ન આવડતું હોય, કહેતા ન આવડે, પણ તેને જે આત્મા અંદરમાં છે તે અનુભવમાં આવ્યો છે તેને–અહીંયા વિદ્વાન કહે છે તેને સમ્યગ્દષ્ટિ કહે છે તેને ધર્મના મોક્ષ મહેલની પહેલી સીઢી કહે છે.
કર્મના ઉદયથી છે નાના પ્રકારની સામગ્રી,” શું કહે છે? એ ધર્મી જીવને પૂર્વમાં કોઈ કર્મના કારણે બહારમાં સામગ્રીના ઢગલા દેખાય પૈસા, પત્ની, કુટુંબ, પરિવાર, આબરૂ એ કર્મના ઉદયની સામગ્રી છે. એ કાંઈ ધર્મની સામગ્રી નથી. પોપટભાઈ ગુજરી ગયા. એકોતેર વરસની ઉંમર. તમે બન્ને મિત્રો હતા, સંપ્રદાયમાં સાથે પ્રતિક્રમણ કરતા. ચાર દિવસ પહેલા તો અહીં બેઠા હતા. રાત્રિના બાર વાગ્યે ઉડી ગયા. એ તો નાશવાન છે. જે નાશવાન હોય એમાં શું? દરેક સમયે નાશવાન છે પણ જુદું પડે (શરીરને આત્મા) ત્યારે એને નાશવાન વધારે લાગે. આ શરીર તો માટી..છે. માટી, જગતની ધૂળ છે. ખીલી કે કંઈ વાગે તો કહે છે ને!મારી માટી પાકણી છે.....પાણી અડવા દેશો નહીં. ત્યાં એમ કહે મારી માટી પાકણી છે. આ બાજુ કહે શરીર મારું છે. એ બધી ભ્રમણા ભ્રમણા છે.
અહીંયા કહે છે ભગવાન આત્મા ચિદાનંદ છે તેને ભૂલીને, ભ્રમણાથી પર પદાર્થની સામગ્રીને ઈચ્છે છે. એ જ્યારે ઈચ્છે છે ત્યારે સામગ્રી નથી, અને સામગ્રી આવે ત્યારે પેલી ઈચ્છા રહેતી નથી. છતાં અજ્ઞાની ઈચ્છે છે અને ઈચ્છાના કાળમાં સામગ્રી નથી- તેની ભાવના કરે છે. જ્યારે સામગ્રી આવે છે ત્યારે પેલી જે ઈચ્છા થઈ હતી તેનો કાળ ચાલ્યો ગયો હોય છે. અહીંયા કહે છે- સમ્યગ્દષ્ટિને ઈચ્છા હોતી જ નથી... એમ કહેવું છે. કર્મના નિમિત્તે મળેલી