________________
૪૬૦
કલશામૃત ભાગ-૪
વાંછવામાં આવે છે જે વસ્તુસામગ્રી અને (વેવ) વાંછારૂપ જીવનો અશુદ્ધ પરિણામ, તેઓ છે (વિમાવ ) બંને અશુદ્ધ, વિનશ્વર, કર્મજનિત, તે કા૨ણથી ( ઘનત્વાત્) ક્ષણે ક્ષણે અન્ય અન્ય થાય છે. કોઈ અન્ય ચિંતવાય છે, કોઈ અન્ય થાય છે. ભાવાર્થ આમ છે કે-અશુદ્ધ રાગાદિ પરિણામ તથા વિષયસામગ્રી બંને સમયે સમયે વિનશ્વર છે, માટે જીવનું સ્વરૂપ નથી. આ કારણથી સમ્યગ્દષ્ટિને એવા ભાવોનો સર્વથા ત્યાગ છે. તેથી સમ્યગ્દષ્ટિને બંધ નથી, નિર્જરા છે. ૧૫-૧૪૭.
કળશ નં.-૧૪૭ : ઉપર પ્રવચન
પ્રવચન નં. ૧૫૪
તા. ૨૦/૧૧/’૭૭
,,
“તેન વિદ્વાન શ્વિન ન ાંક્ષતિ” તે કારણથી (વિદ્વાન) સમ્યગ્દષ્ટિ જીવ, આહાહા ! વિદ્વાન તેને કહીએ ! શાસ્ત્રના ભણતર ભણ્યો માટે વિદ્વાન એમેય નહીં. વિદ્વાન, વિદ્ અર્થાત્ આત્માની જે આનંદની લક્ષ્મી છે એ અતીન્દ્રિય આનંદની લક્ષ્મીવાળો થાય તે વિદ્વાન છે. સમજાય છે કાંઈ ? દુનિયાથી વાતો બહુ ફેર !
‘વિત્’ એટલે પૈસો નહીં, જે પૈસાના અર્થી છે તે દુઃખના અર્થી તે દુઃખી પ્રાણી છે. વિદ્
આત્માની લક્ષ્મી તે અતીન્દ્રિય જ્ઞાન ને આનંદ છે. એ અતીન્દ્રિય જ્ઞાન ને આનંદની જે લક્ષ્મી છે જે અનંત ચૈતન્ય સ્વભાવ ! ચૈતન્ય ચમત્કાર તત્ત્વ ! તેની સન્મુખ થઈને શુદ્ધિની ઉત્પત્તિ થવી એટલે કે પવિત્રતાની ઉત્પત્તિ થવી તેને સંવર કહે છે. વિશેષ પવિત્રતાની વૃદ્ધિ થવી તેને નિર્જરા કહે છે.
એ અહીંયા કહે છે– એવો સમ્યગ્દષ્ટિ જીવ ! જેને ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદની મીઠાશ આવી છે. સક્કરિયાનો દાખલો આપીએ છીએ ને ! આ સક્કરિયું જેને સકરકંદ કહે છે. એ સકરકંદની ઉ૫૨ લાલ છાલ છે. એ લાલ છાલને ન જુઓ તો અંદરમાં એકલી સાકરનો પિંડ છે. એ લાલછાલ સિવાયનો એ સાકરનો પિંડ છે. તેમ આ ભગવાન આત્મા ! તેને પુણ્ય ને પાપના વિકલ્પોની છાલ ઉપર લાગેલી છે. આ શરીર તો ધૂળ-૫૨ છે, તેની સાથે કાંઈ સંબંધ નથી, અંદ૨માં જે પુણ્ય ને પાપના, દયા-દાન ને વ્રત ભક્તિના અને કામ-ક્રોધના ભાવ થાય એ લાલ છાલ છે. એ લાલ છાલની પાછળ અંદર ભગવાન અતીન્દ્રિય આનંદનો કંદ છે. અરે.....અરે ! આવી વાતો હવે કયાં છે ?
અજ્ઞાની બહા૨માં સુખ માટે વલખાં મારે છે. પત્નીમાં, છોકરામાં, પૈસામાં, આબરૂમાં. એ છાલથી ભિન્ન પાડીને જે સકરકંદ છે તે સાકરની મીઠાશનો પિંડ પ્રભુ છે, તેમાં એકાગ્ર થતાં અંદરમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. જેમ સકરકંદ એ સાકરની મીઠાશનો પિંડ છે તેમ
આ આનંદનો પિંડ પ્રભુ છે. એને જે પુણ્ય પાપના રાગથી ભિન્ન પડી અને સ્વભાવની– શુદ્ધતાની જેને એકતા પ્રગટી છે તે જીવને કર્મ ખરે છે. અશુદ્ધતા ગળે છે. તેને સમ્યગ્દષ્ટિ