________________
૪૫૮
કલામૃત ભાગ-૪ મુખ્ય એમ નહીં. ત્રિકાળી ચીજને મુખ્ય કરીને.....નિશ્ચય કહીને....સત્યાર્થ નામ સત્ય છે. એમ કહ્યું. પર્યાયને ગૌણ કરીને, વ્યવહાર કહીને નથી એમ કહ્યું. સમજાણું કાંઈ?
એમ અહિંયા આસક્તિના પરિણામમાં બંધન છે. પણ તેને ગૌણ કરીને મુખ્યપણે સ્વભાવ ઉપર દૃષ્ટિ છે. તેથી તેને ગૌણ કરીને નિર્જરા છે એમ કહેવામાં આવ્યું છે. આવી વાત છે! આમાં ક્યાંય એક અક્ષરનો ફેરફાર થાય તો બધો ફેરફાર છે. પ્રવચન નં. ૧૫૪
તા. ૨૦/૧૧/૭૭ નિર્જરા અધિકાર છે. જ્ઞાનીને નિર્જરા હોય છે એમ કહે છે. જેને આ ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો સાગર અનુભવમાં આવ્યો તેથી તેને પૂર્વના કર્મ ખરે છે, અશુદ્ધતા ગળે છે અને શુદ્ધતાની વૃદ્ધિ થાય છે. તે ત્રણેયને નિર્જરા કહેવામાં આવે છે. નિ અર્થાત્ વિશેષ જરવું.
નિર્જરાનિ નામ વિશેષે કરવું.... ખરવું થાય.કોનું? આત્માના આનંદ સ્વરૂપનો અનુભવ થતા તેને પૂર્વ કર્મના રજકણો ખરે છે. પરિણામમાં શુદ્ધતા પ્રગટતાં અશુદ્ધતા ટળે છે તે પ્રકારે ત્યાં કર્મના રજકણો ખરે છે, તે પ્રમાણે ત્યાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે. આ શુદ્ધિની વૃદ્ધિ થવી તે નિર્જરા છે. નિર્જરાની આવી વ્યાખ્યા બાપુ!
સૌ પ્રથમ સંવર થાય એટલે વિકારની ઉત્પત્તિ ન થાય અને ભગવાન શાંત આનંદ સ્વરૂપની ઉત્પત્તિ થાય, તેની આ પ્રથમ પ્રગટ દશાને સંવર કહે છે. સંવર તે આત્માની શુદ્ધિની શુદ્ધ દશા છે. આત્મા અતીન્દ્રિય આનંદ સ્વરૂપ પ્રભુ છે તેની પર્યાયમાં શુદ્ધિ પ્રગટવી તે સંવર છે. આ દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ એ તો પુણ્યના પરિણામ છે તે મેલ છે. તેમ હિંસાજૂઠ-ચોરી–ભોગવાસનાના જે પાપ ભાવ તે મલિનતા તીવ્ર ઝેરના પરિણામ છે. એવા શુભાશુભ ભાવથી રહિત પોતાનો જે સ્વભાવ પવિત્ર છે ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ! તેની પવિત્રતા પર્યાયમાં પ્રગટતા થવી તે નિર્જરા છે અને પવિત્રતાની પૂર્ણતા થવી તે મોક્ષ છે.
અનંતકાળથી ચોરાસીના અવતાર કરી કરીને રખડી મર્યો છે, એ દુઃખી છે. તેને આનંદ સ્વરૂપની ખબર નથી કે – મારો અતીન્દ્રિય આનંદ મારામાં છે. એ બહારમાં વલખાં મારે છે. મૂઢ, પૈસામાં, પત્નીમાં, બાળકોમાં, આબરૂમાં, કુટુંબમાં....એમાં કાંઈક તો સુખ હશેને? એ મૂરખનો એટલે મિથ્યાદેષ્ટિનો ભાવ છે- તે જૂઠી દૃષ્ટિ છે. જેમાં સુખ નથી તેમાંથી સુખ લેવા માંગે તો તે જૂઠી મહાપાપની પાપી દષ્ટિ છે. જેમાં સુખ છે તે ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો સાગર છે. એ ત્યાં આનંદ ન માનતાં તે પરમાં આનંદ માને છે. તે મિથ્યાત્વના બંધનને પામે છે. પરમાં આનંદ ક્યાંય નથી.... ઇન્દ્રિયના વિષયોમાં, ભોગમાં પાંચ પચ્ચીસ લાખ મળે, કરોડ –પાંચ કરોડ ધૂળ મળે તેમાં કયાંય સુખ નથી. પુણ્ય ને પાપના ભાવમાં કયાંય સુખ નથી. પુણ્ય ને પાપના ફળમાં સંયોગમાં કયાંય સુખ નથી. સુખ તો ભગવાન આત્માની અંદરમાં છે. મૃગલાની નાભિમાં કસ્તુરી પરંતુ મૃગલાને એ કસ્તુરીની કિંમત નથી.