________________
કલશ-૧૪૬
૪૫૭ ભાવાર્થ આમ છે કે - રાગ-દ્વેષ-મોહ પરિણામ મટતાં દ્રવ્યરૂપ બાહ્ય સામગ્રીનો ભોગ બંધનું કારણ નથી, નિર્જરાનું કારણ છે, તેથી સમ્યગ્દષ્ટિ જીવ અનેક પ્રકારની વિષય સામગ્રી ભોગવે છે.” એક બાજુ એમ કહે છે કે – પર સામગ્રીને આત્મા ભોગવી શકે નહીં. કેમ કે પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય સિવાય તે પરદ્રવ્યને અડી શક્તો નથી. અડી શક્તો નથી તેને એ ભોગવે? કઈ અપેક્ષાથી વાત છે ભાઈ....સમજ ! તેના તરફની વૃત્તિ-આસક્તિ થાય છે તેને ભોગવે છે એમ કહેવામાં આવ્યું છે. પરને શું ભોગવે? જડને ભોગવાતું હશે? શરીર, માંસ, આ હાડકાં, ચામડાં, દાળ-ભાત તેને ભોગવી શકે? પાઠ તો એવો છે કે “વિષય સામગ્રીને ભોગવે છે.” એટલે કે તેનો સંયોગ છે અને તે તરફ જરા આસક્તિનો અંશ આવે છે, પણ અભિપ્રાયમાં એનો સ્વાદ નથી. તેનો સ્વીકાર નથી માટે ખરી જાય છેમાટે એમ કહેવામાં આવે છે. દેષ્ટિ અને દૃષ્ટિના જોરને લઈને કહ્યું છે. કોઈ સર્વથા એમ માની છે કેભોગની સામગ્રીને અને તેના ઉપર લક્ષ જાય તો પણ તેને બંધ જ નથી ( તો એમ નથી) અરે શાસ્ત્રના અર્થ કરવામાં પણ મોટા ફેર!!
પ્રશ્ન- ધર્મ, અર્થ, કામ અને મોક્ષ કહ્યું છે ને!?
ઉત્તરઃ- ધર્મ એટલે પુણ્ય, અર્થ એટલે પૈસો, કામ એટલે ભોગ એ ત્રણેય પાપ થયા અને મોક્ષ તેનાથી રહિત છે. અપવર્ગ કહ્યો. ત્રણ વર્ગથી બીજો અપવર્ગ જ છે.
પ્રશ્ન- એમાં ધર્મ ક્યાં રહ્યો?
ઉત્તર:- ધર્મ ક્યાં છે? એ તો પુણ્ય છે. પુણ્યને ધર્મ તો હ્યો હતો વ્યવહારે. “પાપ ને તો પાપ સહુ કહે પણ અનુભવીજન પુણ્યને પણ પાપ કહે છે.” રાગ છે તે દુઃખ છે. અશુભરાગ હો ભોગનો, આબરુનો, માનનો તે મહાપાપ દુઃખ છે- આકુળતા છે.
“પરંતુ રંજિત પરિણામ નથી.” અહીંયા આ સિદ્ધ કરવું છે. ભોગવે છે તો શું ભોગવે છે પરને? પર તરફનું વલણ છે તેમાં રાગનો રંગ નથી. તે રાગનો સ્વામી નથી. તેને રાગમાં એકત્વબુદ્ધિ નથી. તેને રંજિત પરિણામ નથી તેથી તે રાગમાં રંગાય જાય છે એમ નથી. રંજિત એટલે તે રાગમાં એકાકાર નથી. “તેથી બંધ નથી.” જોયું? અંદર રાગનો રંગ ચડ્યો નથી. અંદર તો ભગવાનનો રંગ છે.
“પૂર્વે જે બાંધ્યું હતું કર્મ તેની નિર્જરા છે.” આ અપેક્ષાએ નિર્જરા છે હોં! બંધની, આસક્તિની પર્યાય છે...એટલો બંધ તેને છે. અહીંયા તેને ગૌણ કરીને કહ્યું છે. જેમ અગિયાર ગાથામાં પર્યાયને અભૂતાર્થ કહી. ત્યાં ચોખ્ખી વાત છે કે અભૂતાર્થ એટલે પર્યાય જૂઠી છે. “વવેદારોમુલ્યો” એટલે કે પર્યાયમાત્ર જૂઠી છે એમ કહ્યું. તે કઈ અપેક્ષાએ પર્યાયમાત્રને જૂઠી કહી? શું પર્યાય નથી? ત્યાં પર્યાયને જૂઠી કહી તે કહેવાનો આશય શું છે? પર્યાયમાત્રને ગૌણ કરીને, વ્યવહાર કહીને, જૂઠી ઠરાવીને તેનું લક્ષ છોડાવ્યું છે. ત્રિકાળી ભગવાન પૂર્ણાનંદનો નાથ છે તે ભૂતાર્થ છે, સત્યાર્થ છે. એ સત્યાર્થને મુખ્ય કહીને નિશ્ચય કહીને કહ્યું. નિશ્ચય તે