________________
૪૫૯
કલશ-૧૪૭ એમ મૃગલા જેવા અનાદિના અજ્ઞાની તેના આત્મામાં તેના અંતરમાં આનંદ છે પણ તેની તેને ખબર નથી.
ભાઈ ! તમારો પ્રશ્ન હતો ને વૈધ વેદકનો તે હવે આવવાનું છે.
અહીં કહે છે કે- ધર્મ કોને થાય? જે આત્માના સ્વભાવમાં ધર્મ છે એવો જે ધર્મી આત્માને પર્યાયમાં પ્રગટ કરવો તે ધર્મ છે. અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય શાંતિ અંદર છે તે ધર્મ છે. એ ધર્મનું પર્યાયમાં પ્રગટ થયું તેનું નામ ધર્મ કહેવાય છે. ઝીણી વાત છે બાપુ! અનંતકાળમાં કોઈ દિવસ તેણે કર્યું નથી. બહારમાં પત્ની, બાળકો, છોકરા, કુટુંબ, શરીર, આબરૂ, કીર્તિ, પૈસા એમાં મરી ગયો. તેને મારા... મારા માનીને આત્માને મારી નાખ્યો. એ બધા મારાપણે ઊભા કર્યા. અંદર ભગવાન અતીન્દ્રિય આનંદનો સાગર છે. જેનું અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય શાંતિ છે તેને જોવા તેના તરફ કદી નજરું કરી નહીં. જેણે અંદરમાં નજરું કરી તેને ધર્મ પ્રગટ થયો.
અહીંયા તો કહે છે કે કર્મની નિર્જરા, મલિનતા અશુદ્ધતા ટળે અને શુદ્ધ ચૈતન્ય ભગવાન છે તે અંતરદૃષ્ટિમાં આવીને તેનો અંદરમાં અનુભવ કર્યો હોય અને તે અનુભવમાં જેને આનંદના સ્વાદ આવ્યા હોય તેને કર્મ ખરે, અશુદ્ધતા ગળે અને શુદ્ધિ વધે છે. એ ત્રણેયને નિર્જરા કહેવામાં આવે છે. અરે...બાપુ! આ વાતું બીજી છે. એ માટે અહીંયા શ્લોક ૧૪૭ છે.
(સ્વાગતા) वेद्यवेदकविभावचलत्वाद् वेद्यते न खलु कांक्षितमेव। तेन कांक्षति न किञ्चन विद्वान्
सर्वतोऽप्यतिविरक्तिमुपैति।।१५-१४७।। ખંડાન્વય સહિત અર્થ:-“તેના વિદ્વાન વિષ્નન ન કાંતિ”(તેન) તે કારણથી (વિદ્વાન) સમ્યગ્દષ્ટિ જીવ,(ક્વિન) કર્મના ઉદયથી છે નાના પ્રકારની સામગ્રી તેમાં કોઈ સામગ્રી (ન કાંક્ષતિ)-કર્મની સામગ્રીમાં કોઈ સામગ્રી-જીવને સુખનું કારણ એમ માનતો નથી, સર્વ સામગ્રી દુઃખનું કારણ એમ માને છે. વળી કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? “સર્વત: તિવિરમિ પૈતિ”(સર્વત:) જેટલી કર્મજનિત સામગ્રી છે તેના પ્રત્યે મન, વચન, કાય-ત્રિશુદ્ધિ વડે (તિવિરજ઼િન) અતિ વિરક્તપણે અર્થાત્ સર્વથા ત્યાગરૂપ (પતિ) પરિણમે છે. શા કારણથી એવો છે? “યત: હેતુ વછifક્ષતમ ન વેદ્યતે ઇવ” (યત:) કારણ કે (૨વ7) નિશ્ચયથી (bihતમ્) જે કાંઈ ચિંતવ્યું છે તે (વેદ્યતે) પ્રાપ્ત થતું નથી,(૩) એમ જ છે. શા કારણથી?“વેદ્યવેદ્રવિભાવવત્નત્થાત”(વે)