________________
કલશ-૧૪૬
૪૫૫ અશુભરાગ પણ આવી જાય, પણ જેમ કાળા નાગને દેખીને ત્રાસ થાય છે તેમ રાગને દેખીને દુઃખ થાય છે. અરે...! આ આંતરા કયાં? તે મારા છે એવા અભિપ્રાયને તે સ્વીકારતો માનતો નથી.
નૌઆખલી એવુ થયું હતું ને! મુસલમાનનું હિન્દુઓ ઉપર બહુ જોર વધી ગયું હતું ત્યારે ગાંધીજી ત્યાં ગયા હતા. ચાલીશ વર્ષની યુવાન માતા અને વીસ વર્ષનો યુવાન પુત્ર હોય, તે બન્નેને નગ્ન કરી અને વિષય લેવા બન્નેને ભેગાં કરે ત્યારે ત્રાસ ત્રાસ થઈ જાય. પુત્રને થાય કે આ મારી જનેતા છે, જમીન માર્ગ આપે તો સમાય જાઊં! એવો જેમ ત્રાસ વર્તે છે તેમ ધર્મીને સમકિતીને શુભરાગમાં ત્રાસ વર્તે છે.
પ્રશ્ન:- શુભરાગમાં ત્રાસ?
ઉત્તર-શુભરાગમાં ત્રાસ વર્તે છે. શુભરાગ ભઠ્ઠી છે. ભગવાનની ભક્તિનો શુભરાગ તે ભઠ્ઠી છે. આ કેટલાક કહે છે ને કે- ગુરુની ભક્તિ કરીએ. ભગવાનની ભક્તિ કરીએ તો થઈ જશે કલ્યાણ!? ધૂળમાંય કલ્યાણ નહીં થાય સાંભળને! એ તો મિથ્યા શલ્યની દૃષ્ટિ છે. શુભરાગ ભઠ્ઠી છે. છઢાળામાં આવે છે
“યહ રાગ આગ દહૈ સદા, તાતેં સમામૃત સેઈએ,” શુભરાગ હો કે અશુભરાગ હો! તે અગ્નિછે- ન્યાલચંદભાઈ સોગાનીજીએ દ્રવ્યદૃષ્ટિ પ્રકાશમાં નાખ્યું છે. એ તો કામ કરીને સ્વર્ગમાં ચાલ્યા ગયા. મનુષ્ય થઈ મોક્ષે જવાના છે. શુભરાગ તે ભઠ્ઠી છે એ વાત ઘણાને ન ગોઠી, એ કહે કે શું શુભભાવ ભટ્ટી છે? શુભને ભદ્દી તરીકે વેદે તે તો તીવ્ર કષાયી છે – એમ કહેતા. હવે તેના પક્ષના લોકો ફર્યા છે. અહીં હમણાં આવી ગયાને! અરે...બાપુ ! આ તે વાતું છે!! શુભભાવ ભઠ્ઠી છે-અગ્નિ છે. અશુભની તો શું વાત કરવી! આહાહા ! શીતળ શાંત રસનો નાથ ભગવાન અકષાયી પ્રભુ! રાગ થતાં તેની શાંતિ દાઝે છે. એ જેનાથી દાઝે તેને એ મારું કેમ માને? સમજાણું કાંઈ?
શા કારણથી? અથ વરાવિયો II” જ્યારથી સમ્યગ્દષ્ટિ થયો ત્યારથી માંડીને વિષય સામગ્રીમાં રાગ-દ્વેષ-મોહથી રહિત થયો તે કારણથી.” (વિયોતિ) આ મોટો શબ્દ છે. પાઠમાં રાગ ગયો એટલો શબ્દ છે. અથવા રાગ-દ્વેષ-મિથ્યાત્વ તે ત્રણેયથી રહિત થઈ જશે. અહીં રાગ છે તે અનંતાનુબંધીનો છે. (રવિયોતિ) સમ્યગ્દષ્ટિને પર સામગ્રીના રાગનો વિયોગ વર્તે છે. રાગનો વિયોગ એટલે? રાગ રહિત રહે છે. તે પર સામગ્રી મારી છે તેમ સ્વપ્ન પણ દેખતો નથી. (૨૫ વિયોતિ) તેનો વિશેષ અર્થ કર્યો-રાગ-દ્વેષ તે અનંતાનુબંધીના હોં ! અને મોહ નામ મિથ્યાત્વ તેનાથી રહિત થયો.
તે કારણથી કોઈ પ્રશ્ન કરે છે કે આવા વિરાગીને -સમ્યગ્દષ્ટિ જીવને વિષય સામગ્રી કેમ હોય છે?” તમે કહો છો કે જેને રાગની રુચિ છૂટી ગઈ છે અને ભગવાન આનંદની દૃષ્ટિ થઈ છે તેને આવી સામગ્રી કેમ હોય? એવી સામગ્રીમાં તે ઊભો કેમ રહે?