________________
કલશ-૧૪૬
૪૫૩ રાજ્ય હોય, ઇન્દ્રાસન હોય! પુણ્યના મોટા ઢગલા પડ્યા હોય. તેના શરીરમાં પુણ્ય, વાણીમાં પુણ્ય, સામગ્રીમાં પુણ્ય, સ્ત્રીમાં, પુત્રોમાં પણ પુણ્ય દેખાય. અહીં કહે છે કે એ હો! એને ભોગવે પણ રાગ હો ! ભોગવવાનો અર્થ એ તરફની જરી વૃત્તિ થાય છે, તો થોડો રાગ હો!
તો સામગ્રી હો અને સામગ્રીનો ભોગ પણ હો! “નૂનમ પરિક્રમાવન ત નિશ્ચયથી વિષય સામગ્રીના સ્વીકારરૂપ અભિપ્રાયને પામતો નથી.” આહાહા ! એના અભિપ્રાયમાં રાગ મારો છે, એ સામગ્રી મારી છે, એવો અભિપ્રાય છૂટી ગયો છે. એથી તેના અભિપ્રાયમાં પરવસ્તુ પરિગ્રહ છે નહીં. આ અવલદોમની વાતો છે.. બાપા!
પુણ્ય વિશેષ હોય તો બહારમાં સામગ્રી ઘણી દેખાય છે. તેને કોણ ભોગવે છે? એ તો અહીંયા વાત કરી. એ સામગ્રીને કોઈ ભોગવતું નથી. એ પ્રશ્ન નારદ છે તેથી વધારે સ્પષ્ટ કરાવવા કહે છે. બાપા! એ ભોગવે છે એમ તો ભાષાથી કહ્યું! કેમ કે – લોકો એમ જાણે છે. બહારમાં બધું જ છે ત્યારે આમ છે. જેની દુકાનમાં એક દિવસની કરોડો અબજો રૂપિયાની પેદાશ હોય, એવા મોટા શેઠિયા હોય પણ આ શું ચીજ છે બાપુ!
જેને અંતરમાં પરથી એકત્વબુદ્ધિ છૂટી ગઈ છે, જેને આનંદનો નાથ (નિજાત્મા) નજરે પડ્યો છે એટલે અનુભવમાં આવ્યો છે, તે કઈ ચીજને મારી છે એમ માને!? આહાહા! ચૈતન્ય સાગર અતીન્દ્રિય આનંદનો સાગર જ્યાં ઊછળે છે. દરિયામાં જેમ પાણીની ભરતી આવે તેમ સમ્યગ્દષ્ટિને પર્યાયમાં આનંદની ભરતી આવે છે. ભાઈ ! તને તેની ખબર નથી ! એ અતીન્દ્રિય આનંદની ભરતી આગળ......પર સામગ્રીને ભોગવે છે એમ કહેવું એ તો અસદ્ભુત નયનું કથન છે. તેને જરા આસક્તિનો રાગ હોય, એ તરફ વલણ હોયતો એ અપેક્ષાએ ભોગવે છે એમ કહ્યું. મારગ બહુ ફેર છે બાપુ!
(પરિષદમાવન) વિષય સામગ્રીના સ્વીકારરૂપ અભિપ્રાયને,” સ્વીકારના અભિપ્રાયને એ શું કહ્યું? એમાં સુખબુદ્ધિ ઊડી ગઈ છે. આત્માના અતીન્દ્રય આનંદના સ્વાદની બુદ્ધિમાં જે શુભ અશુભ રાગનો ભાવ છે તેમાં સુખબુદ્ધિ ઊડી ગઈ છે. અજ્ઞાનીને તેમાં સુખનો મીણો ચડે છે. અમે સુખની કેડીએ જીવીએ છીએ...ને અમે સુખી છીએ! સમ્યગ્દષ્ટિને પૂર્વના પુણ્યનો યોગ ઘણો હોય અને તેના તરફનું થોડુ વલણ પણ હોય છે! નિર્જરા અધિકારની બીજી ગાથામાં આવ્યું છે – જે સમકિતી જીવ છે તેને પૂર્વનો કોઈ પુણ્યનો ભાવ આવે તો તેનાં વેદનમાં એક સમય પુરતું સુખ-દુઃખ આવે છે.
- નિર્જરા અધિકારની પહેલી ગાથામાં દ્રવ્ય નિર્જરા કહી છે અને બીજી ગાથામાં ભાવ નિર્જરા કહી છે. ભાવ નિર્જરા એટલે? એક સમય જરાક તેને કલ્પનામાં સુખ-દુઃખની આસક્તિની વૃત્તિ થાય પણ તેમાં તેને સુખબુદ્ધિ છે નહીં. એને બીજી ક્ષણે અશુદ્ધતા ખરી જાય છે, એની નિર્જરા થઇ જાય છે. નિર્જરા અધિકારની બીજી ગાથામાં “વસ્તુપણે ઉપભોગ નિશ્ચય સુખ વા દુઃખ થાય છે.” તે ભોગને ઓળંગતો નથી એથી જરા સુખ- દુઃખ થાય છે. તેનો અર્થ એ કે –