________________
૪૫૨
કલશામૃત ભાગ-૪ સામગ્રીનો ભોગ પણ હો, “નૂનન્ પરિબ્રહભાવન્ ન તિ” (નૂનન્) નિશ્ચયથી (પરિબ્રહભાવસ્) વિષયસામગ્રીના સ્વીકારરૂપ અભિપ્રાયને (જ્ઞ તિ) પામતો નથી. શા કારણથી ? “અથ = રાવિયોગાત્” (અથ ૬) જ્યા૨થી સમ્યગ્દષ્ટિ થયો (રવિયોગાત્) ત્યા૨થી માંડીને વિષયસામગ્રીમાં રાગ-દ્વેષ-મોહથી રહિત થયો, તે કારણથી. કોઈ પ્રશ્ન કરે છે કે આવા વિરાગીને-સમ્યગ્દષ્ટિ જીવને વિષયસામગ્રી કેમ હોય
છે ? ઉત્તર આમ છે કે-“પૂર્વલદ્ધનિનર્મવિષાાત્”(પૂર્વવૃદ્ઘ ) સમ્યક્ત્વ ઊપજતાં પહેલાં મિથ્યાર્દષ્ટિ જીવ હતો, રાગી હતો; ત્યાં રાગભાવ દ્વારા બાંધી હતી જે (નિનર્મ) પોતાના પ્રદેશોમાં જ્ઞાનાવરણાદિરૂપ કાર્યણવર્ગણા, તેના (વિવાાત્) ઉદયને લીધે. ભાવાર્થ આમ છે કે-રાગ-દ્વેષ-મોહપરિણામ મટતાં દ્રવ્યરૂપ બાહ્ય સામગ્રીનો ભોગ બંધનું કા૨ણ નથી, નિર્જરાનું કા૨ણ છે; તેથી સમ્યગ્દષ્ટિ જીવ અનેક પ્રકા૨ની વિષયસામગ્રી ભોગવે છે, પરંતુ રંજિતપરિણામ નથી તેથી બંધ નથી, પૂર્વે બાંધ્યું હતું જે કર્મ તેની નિર્જરા છે.
૧૪-૧૪૬.
કળશ નં.-૧૪૬ : ઉ૫૨ પ્રવચન
પ્રવચન નં. ૧૫૩-૧૫૪
તા. ૧૮–૨૦/૧૧/’૭૭
“યવિ જ્ઞાનિન: ઉપભોગ: ભવતિ તદ્ ભવતુ” સંતો પોકાર કરે છે. અમૃતચંદ્ર આચાર્ય પંચમઆરાના મુનિ છે. પ્રચુર સ્વસંવેદન જેનું ભાવલિંગ છે. દ્રવ્યે ભલે નગ્ન છે, વસ્ત્રનો ટુકડો નથી પણ તેનું ભાલિંગ જે છે તે પ્રચુર સ્વસંવેદનમયી છે. આનંદનું વેદન છે એ તેનું ભાવલિંગ છે. એવા ભાવલિંગી સંતોનો આ પોકાર છે.
“જો કદાચિત્ સમ્યગ્દષ્ટિ જીવને શ૨ી૨ આદિ સંપૂર્ણ ભોગ સામગ્રી હોય છે, સમ્યગ્દષ્ટિ જીવ ભોગવે છે,” લોકો જે જુએ છે તે અપેક્ષાએ વાત કરી છે. કોઈ અજ્ઞાની ૫૨દ્રવ્યને ભોગવે કાંઈ ? ૫દ્રવ્યને ભોગવી શકે નહીં. પણ તેનું લક્ષ ૫૨ ઉ૫૨ જાય છે અને થોડી આસક્તિ હોય છે એટલે ૫૨ને ભોગવે છે એમ કહેવામાં આવે છે. ૫૨ને કોણ ભોગવે ?
આ જડ શ૨ી૨, વાણી, મન, માંસ-હાડકાં, આનો ભોગવટો છે ? સ્ત્રીના વિષયમાં આ શરીરનો ભોગ એ કરે છે? ત્રણ કાળમાં નહીં. અજ્ઞાની મિથ્યાર્દષ્ટિ જીવ એમ માને છે કેહું આને ભોગવું છું. તેને તે ઠીક લાગતાં રાગ ઉત્પન્ન થાય અને તે રાગને ભોગવે છે. તેની હજુ તેને ખબર નથી. અહીં કહે છે– સાધકને એ રાગનો જે અનુભવ છે તે અનુભવ છૂટી ગયો છે. શરીરાદિ સામગ્રીનો ભોગ હો ! એટલે કે ભોગ રાગનો નહીં- એમ કહે છે. પરંતુ બહા૨માં એવું દેખાય છે ને !! જુઓ ! મિથ્યાર્દષ્ટિને પુણ્ય ઓછા હોય તેથી ભોગ થોડા હોય જ્યારે આને તો ઘણાં હોય છે.
મિથ્યાર્દષ્ટિ હોય તેને તો સાધારણ પાંચ-પચ્ચીસ લાખ હોય, આને તો મોટું ચક્રવર્તીનું