________________
૪૫૪
કલશામૃત ભાગ-૪ તે વૃત્તિએ આસક્તિરૂપ થઈ જાય છે, પણ તે એકત્વપણે નહીં. તે આસક્તિનો બીજે સમયે નાશ થઈ જાય છે- ખરી જાય છે. સમયસાર તો એક અલૌકિક ચીજ છે.
આસામ ગયા હતા. ત્યાં ગૌહાટી ગયેલા ને! ત્યાં વ્યાખ્યાનમાં સમયસાર ચાલતું હતું. ગૌહાટીમાં ત્યાં સભા મોટી હતી. ત્યાં ફુલચંદજી પંડિત પણ હતા. સમયસારનું પ્રવચન સાંભળીને બોલ્યા-ઓહો! આ જગતમાં અત્યારે સમયસાર તો સમયસાર છે બસ, અલૌકિક વાત છે.
“અહીંયા કહે છે - વિષય સામગ્રીના સ્વીકારરૂપ અભિપ્રાય નથી.” આ ઠીક છે તેવો અભિપ્રાય ઊડી ગયો છે. ભગવાન અતીન્દ્રિય આનંદનો નાથ ઠીક છે તેવો અંદરમાં અભિપ્રાય થઈ ગયો છે. ધર્મ તે શું ચીજ છે બાપુ! સમ્યગ્દષ્ટિને ક્રોધેય આવે, રાત્રેય આવે, પણ..........અભિપ્રાયમાં તેનો સ્વીકાર ઊડી ગયો છે. હવે આ માપ તો અંદરથી નીકળે કે બહારથી નીકળે ! અજ્ઞાની તો ઉપલક દૃષ્ટિથી બહારથી જુવે છે. ભાઈએ....સમયસારમાં નાખ્યું છે. પેલો મિથ્યાષ્ટિ હોય અને ઝૂંપડું હોય તે સાધારણ હોય અને આ મોટા અબજોના મહેલમાં હોય ! અને તેની સામગ્રી- ઘર વખરી, ફર્નીચર અબજો રૂપિયાના હોય. મોટા મોટા બંગલા હોય!
એક વખત કહ્યું હતું કે – અમે મુંબઈ ગયા હતા ત્યારે વિજય કરીને છોકરો હતો. તેને અભ્યાસ બહુ આત્માનો પ્રેમ, સાંભળવાનો રસ બહુ...! મહિનો મહિનો અહીં કુંવારે રહી જતો હતો. તેનું મગજ બહુ સારુ હતું. તે ટાટામાં નોકરી કરતો હતો. મોટી નોકરી હતી તેની ઉંમર પચ્ચીસ વર્ષની હશે. તેને કીડનીનું દર્દ થઈ ગયેલું. તેની માતાએ કીડની આપેલી પણ તે ગુજરી ગયો. એક વરસનું પરણેતર. તેને ત્યાં દર્શન આપવા ગયા હતા. ત્યાંથી શાંતાબેનના નંણદોયા મણિલાલને ઘરે આહાર કરવા ગયા હતા. પાંચ, છ કરોડ રૂપિયા, લગભગ પાંચ લાખની તો ઘરવખરી હશે! પગલા કરાવ્યા..બધે ગાલીચા મખમલના પાથરેલા. આ જોઈને મને તો એવું થયું કે – અહીંયાથી નીકળવું કઠણ પડશે! આ ભાઈ અહીં આવે છે. રાજકોટવાળા તેના બનેવી, તેમની મોટી દુકાન હતી. આ તો ઠીક પણ સમકિતીને તો આના કરતાં મોટી ઘરવખરી હોય, છતાં પર પદાર્થ મારા છે એવી સ્વીકાર બુદ્ધિ અંદરમાંથી છૂટી ગઈ છે. સમજાણું કાંઈ?
કોઈ મુનિ થયો છે, ત્યાગી થયો છે, હજારો રાણી છોડી છે પણ અંદરમાં જેને રાગનો સ્વીકાર છે તેને ચૈતન્ય સ્વભાવનો અનાદર છે. તેને બધો પરિગ્રહ ઘટે છે. આવી વાતું છે. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો મારગ બહુ ઝીણો ભાઈ ! હજુ તો નિવૃત્તિએ ન લે! નિવૃત્તિથી વિચારે કે મારગ શું છે? આ સાંભળવાય મળે નહીં, જિંદગી તો ચાલી જાય છે એમ ને એમ !
“વિષય સામગ્રીના સ્વીકારના અભિપ્રાયને પામતો નથી.” એ મિથ્યા અભિપ્રાય છૂટી ગયો છે. સમકિતીને શુભરાગ આવે પણ જેમ કાળો નાગ દેખે અને ત્રાસ થાય છે તેમ તેને ત્રાસ થાય છે. મુનિરાજની ભક્તિમાં આવે છે ને! “ભોગ ભુજંગ સમાન.” સમકિતીને