________________
૪૫O
કલશામૃત ભાગ-૪ ન દેખાય પણ અંદરમાં મિથ્યાત્વ છે. જે રાગના અસ્તિત્વને સ્વીકારે છે તેને આખી દુનિયાનો પરિગ્રહુ ઘટે છે.
મિથ્યાષ્ટિને પરદ્રવ્યનો પરિગ્રહ ઘટે છે.” પરિ નામ સમસ્ત પ્રકારે આખી દુનિયાનો પરિગ્રહ છે. સમ્યગ્દષ્ટિ જીવને ભલે ચક્રવર્તીનું રાજ્ય હો! ઇન્દ્રના ઇન્દ્રાસન હો! કરોડો અપ્સરા હો! પણ જેને અંતરમાં રાગથી ભિન્ન પડીને ભગવાન આનંદનો સ્વાદ આવ્યો છે. જે આનંદનો ઢગલો ભગવાન છે, અનાકુળ આનંદનો ઢગલો પ્રભુ (નિજાત્મા) છે, તેની સન્મુખતામાં આનંદના સ્વાદનો અંશ આવ્યો, એ આનંદના સ્વાદની મીઠાશ આગળ...બધું પર ભાસે છે.
“સમ્યગ્દષ્ટિજીવને ભેદબુદ્ધિ છે તેથી પરદ્રવ્યનો પરિગ્રહ ઘટતો નથી. સમ્યગ્દષ્ટિને, રાગ અને રાગના ફળ તરીકે બંધન અને તેના ફળ તરીકે આ ધૂળ આદિ બહારની વસ્તુપત્ની, બાળકો, કુટુંબ એ બધા પર છે. રાગથી ભિન્ન પડીને જેમાં અરાગી ભગવાનના આનંદનો સ્વાદ આવ્યો તે સમ્યગ્દષ્ટિ છે. એ સમ્યગ્દષ્ટિને ભેદ બુદ્ધિ છે. મિથ્યાદેષ્ટિની સામે સમ્યગ્દષ્ટિ છે ને!! મિથ્યાષ્ટિને એકત્વબુદ્ધિ છે, આને ભેદ બુદ્ધિ છે. રાગ હોય! દ્વેષ હોય! સમકિતી લડાઈમાં પણ ઊભો દેખાય ! છતાં તેને જરીએ પરિગ્રહ ઘટતો નથી. ભાઈ ! ધર્માત્માના તળિયાં તપાસવાં કઠણ છે.
આહાહા ! નિર્લેપ નાથને જ્યાં અંદર જોયો અને અનુભવ્યો. આહાહા! જે સમ્યક નામ સત્ય સાહેબ પ્રભુ પૂર્ણાનંદનો નાથ છે તેની સમ્યક સત્યદૃષ્ટિ થતાં (આનંદનું વેદન આવે છે). સત્ય સ્વરૂપની સત્યદૃષ્ટિ અંતર વેદનમાં થઈ. તેને અજ્ઞાનીને અનંતકાળમાં એમ ને એમ, ક્યાંક ને ક્યાંક અટકવાના સાધન ગોતીને તેમાં અટકીને તેમાં મરી ગયો છે.
અહીં તો ધર્મી જીવને કહે છે કે- ચક્રવર્તીના રાજ હો ! તે આત્માના આનંદના સ્વાદપૂર્વક અંદર રાગથી ભિન્ન પડી ગયો છે. આવી વાતું છે! દુનિયાને મળે નહીં, કાને પડે નહીં. બહારની વાતુમાં ગુંચવાય અને મરી ગયો છે. “સમ્યગ્દષ્ટિ જીવને ભેદ બુદ્ધિ છે.”
બેનના વચનામૃતમાં એક શબ્દ છે – વિકારભાવને મર્યાદા છે. વિકારના ભાવને સીમા છે એવો શબ્દ છે. અંદર જે પ્રભુ છે તે અસિમિત એટલે સીમા વિનાની (અસીમ) ચીજ છે. સીમા છે માટે મર્યાદા છે. મર્યાદા છે માટે (વિભાવથી) પાછો વળી શકે છે...એમ કહે છે. તે વિભાવ મિથ્યા શ્રદ્ધા રાગાદિ હો....પણ તે મર્યાદિત છે. મર્યાદિત એટલે? એક સમયની પર્યાય છે એમ નહીં, પણ તેની શક્તિ મર્યાદિત છે, અમર્યાદિત નથી. તેથી તેનાથી પાછો વળી શકે છે. ભગવાન આત્મામાં શક્તિઓ અપાર-અસીમ છે. અસીમ એટલે જેની સીમા નામ મર્યાદા નથી. એ જ્યાં અંદર સ્વભાવમાં ગયો તે હવે પાછો નહીં વળે !!
દિગમ્બર સંતોનું કથન હો કે સમ્યગ્દષ્ટિનું હો ! તે અપરિહાર્ય લક્ષણનું છે. સમયસારમાં આવે છે – પંચમઆરાના સાધુ પણ એમ પોકાર કરે છે કે અમને જે આ આત્મદર્શન જ્ઞાન