________________
કલશ-૧૪૫
૪૪૯ છે. જેને શુભ-અશુભ રાગમાં મીઠાશ વર્તે છે તેને ત્રણકાળ ત્રણલોકના પદાર્થ મારા છે તેવી તેની માન્યતા છે. ભગવાન આનંદનો નાથ પ્રભુ અંદર છે, તેના હોવાપણાના અનુભવની દૃષ્ટિ નથી, તેને આનંદના સ્વાદનું વેદન નથી. સમ્યગ્દર્શન એટલે અંતર આનંદનો નાથ તેના અનુભવમાં આવ્યો.....અને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો. એ આનંદની પ્રતીત થાય તેને સમ્યગ્દર્શન નામ સાચી દૃષ્ટિ છે. તેના સિવાય રાગનો સ્વાદ આવે તે આકુળતાના સ્વાદમાં રોકાણો છે. એ ત્યાં રોકાઈ ગયો છે..............તે મિથ્યાષ્ટિ છે. આકરી વાત છે પ્રભુ! તેને ક્યાંય સાંભળવા મળે નહીં એવું છે!
“મિથ્યાષ્ટિ જીવને” બહુ થોડા શબ્દો છે પણ ભાવ ઘણાં ગંભીર છે પ્રભુ! “જીવકર્મમાં” ‘કર્મ” શબ્દ રાગથી માંડીને એ બધું કર્મ. પછી તે ભક્તિનો રાગ હો કે દયા-દાન-વ્રતપૂજાનો!! કે શાસ્ત્ર વાંચન શ્રવણનો હો! એ રાગ તે કર્મ છે, તે આત્મા નહીં. એવાં “કર્મમાં જેની એકત્વબુદ્ધિ છે તેથી મિથ્યાષ્ટિને પરદ્રવ્યનો પરિગ્રહ ઘટે છે,”રાગનો કણ મારો એવો તેને પરિગ્રહ ઘટે છે. તેને આખી દુનિયાનો પરિગ્રહ ઘટે છે. “પરિ” નામ સમસ્ત પ્રકારે રાગના કણને અને રજકણને પોતાનો સ્વીકારે છે. તેને તેમાં આકુળતાનો સ્વાદ આવે છે. જે તેને પોતાનો માને તેને આખી દુનિયાનો પરિગ્રહ છે. આવી વાત છે!
- સવારમાં આ ક્ષણભંગુર સંસારની વાત સાંભળી'તી. આ પુનમચંદભાઈ તેને ડોકટરે ના પાડેલી કે એક મહિનો બહાર ન નીકળવું. તેની પાસે પાંચ કરોડ રૂપિયા ધૂળના ઢગલા છે. ઘરેથી નીકળ્યો- દુકાને જવું છે એમ કહીને! તેની સાથે વિશ્વાસુ માણસ રાખેલો તે હતો. રસ્તામાં પોતે બંધાવેલા મકાને આવ્યા....! ત્યાં છાતીમાં દુઃખાવો ઊપડયો. ત્યાં કોઈ ઓળખીતો માણસ નીકળ્યો. તેને લઈ ગયા અંદર.ડોકટરને બોલાવો. ડોકટર આવે ત્યાં ખલાસ! હજુ તેના ભાઈને વાત નથી કરી...કારણ કે તે પણ વ્યાધિમાં પડ્યો છે. આ પાંચ કરોડને ધૂળના ઢગલા મારા!
શ્રોતા- એકને થાય! બધાને એવું થોડું જ થાય?
ઉત્તર- બધાને મમતા તો છે પણ અહીં વાત એકલાની છે. આહાહા! આનંદનો નાથ અંદર ચમત્કારીક ચીજ બિરાજે છે....જેની શક્તિના માપ ન મળે ! આકાશના પ્રદેશના માપ ન મળે ! તેનાથી અનંતગુણા ગુણ કઈ રીતે? ક્ષેત્રથી તે આટલામાં સમાય ગયું. શબ્દો જુદી ચીજ છે અને તેમાં ભરેલા ભાવોનું માપ કાઢવું કઠણ ભાઈ ! આહાહા! એવા જે ગુણો, શક્તિઓની સંખ્યાના માપ નહીં એવા પ્રભુથી વિરુદ્ધ વિકલ્પથી માંડીને, શરીરથી માંડીને બધું જ, તેનો જેને પ્રેમ છે એ મિથ્યાષ્ટિને બધો પરિગ્રહ છે. તે બહારમાં મુનિ થયો હોય, હજારો રાણી છોડીને પંચમહાવ્રત પાળતો હોય તો પણ એ રાગની ક્રિયાથી મને લાભ છે અને તે ચીજ મારી છે તેમ માનનારો મિથ્યાષ્ટિ છે. કેમ કે પૂર્ણ અસ્તિત્વ જે છે તે તો તેની દૃષ્ટિમાં આવ્યું નથી. તેથી કયાંક ને કયાંક તો અસ્તિત્વ માનવું પડે ને! બહારમાં તેની લાઈન ( વિપરીત)