________________
કલશ-૧૪૫
૪૪૭
જેની સત્તામાં અતીન્દ્રિય આનંદ પડયો છે એ નોકર્મથી ભિન્ન છે. છતાં (અવિવેક ) પુણ્ય ને પાપના ભાવથી જડ કર્મ, શ૨ી૨, વાણીથી તેના એકત્વરૂપ સંસ્કાર તે તેનું કા૨ણ છે તે મિથ્યાત્વ છે. ( અવિવેહેતુ) એમ છે ને ! તેણે વિવેક કરવો જોઈએ કેહું રાગથી ભિન્ન છું. તેને ઠેકાણે રાગને હું એક છું તેમ માને છે. અહીંયા તો દેવ-ગુરુ ને શાસ્ત્રની ભક્તિ તે પણ રાગ છે, અને રાગ અને આત્માને એક ક૨વો તે અવિવેક છે. ( અવિવે ́તુમ્ ) જુદા પાડવાનો હેતુ નહીં અર્થાત્ એકત્વનો હેતુ છે.
ભાવાર્થ આમ છે કે- “મિથ્યાર્દષ્ટિ જીવને જીવ- કર્મમાં એકત્વબુદ્ધિ છે તેથી મિથ્યાર્દષ્ટિને ૫૨દ્રવ્યનો પરિગ્રહ ઘટે છે.” ‘અવિવેક હેતુમ્' નો અર્થ કર્યો. મહાપ્રભુ આનંદનો નાથ અફર છે. ભગવાન આત્મા અતીન્દ્રિય અનાકુળ આનંદનો કંદ પ્રભુ અને આ પુણ્યપાપના ભાવ એટલે રાગાદિના પરિણામ તે બન્નેની એકતાબુદ્ધિ તે મિથ્યાર્દષ્ટિ છે. આ એને ધર્મ માને છે કે- રાગ કરતાં કરતાં, અપવાસ, વ્રત, તપસા કરતાં કરતાં (સ્વાનુભૂતિ) થશે........! અહીંયા કહે છે એ બધા વિકલ્પ ને રાગ છે. એ રાગ સાથે ભગવાન આત્માનું એકત્વ માનવું તે પરિગ્રહ છે. એ બધાં એકત્વબુદ્ધિમાં કા૨ણ છે.
“તેથી મિથ્યાર્દષ્ટિને ૫૨દ્રવ્યનો પરિગ્રહ ઘટે છે.” કેમ કે એકત્વબુદ્ધિ છે. “સમ્યગ્દષ્ટિ જીવને ભેદ બુદ્ધિ છે તેથી પરદ્રવ્યનો પરિગ્રહ ઘટતો નથી.” સમ્યગ્દષ્ટિ જીવને રાગથી ભિન્ન પોતાના સ્વરૂપનો અનુભવ થયો કે- હું આનંદ સ્વરૂપ છું...... એવો આનંદનો સ્વાદ આવ્યો. અનાદિ કાળથી પુણ્ય ને પાપના રાગનો સ્વાદ આવતો હતો......તે ઝેરનો સ્વાદ છે. અહીંયા આત્માના અંતર અનુભવમાં આનંદનો સ્વાદ આવ્યો ! સમ્યગ્દષ્ટિ જીવને ભેદબુદ્ધિ છે આનંદના સ્વાદ આગળ તેને રાગ આકુળતામય દેખાય છે. સાધક, રાગની આકુળતાથી પોતાને ભિન્ન અનુભવે છે તેને ધર્મી કહેવામાં આવે છે. ઘણી શ૨તું ને ઘણી જવાબદારી !
“તેથી ૫૨દ્રવ્યનો પરિગ્રહ ઘટતો નથી.” સમકિતીને રાગ થાય છે પણ તેને પોતાનો માનતો નથી. પોતાનો તો આનંદનો અનુભવ છે તે માને છે. માટે ધર્મીને રાગનો પરિગ્રહ ઘટિત થતો નથી. અજ્ઞાની રાગ મારો છે એવું માને છે તો બધો પરિગ્રહ ઘટિત થાય છે. પ્રવચન નં. ૧૫૩ તા. ૧૮/૧૧/’૭૭
નિર્જરા અધિકા૨નો ૧૪૫ કળશ ચાલે છે. “મિથ્યાર્દષ્ટિ જીવને જીવ-કર્મમાં એકત્વબુદ્ધિ છે,” શુભાગ હો કે અશુભ રાગ હો ! તેમાં અજ્ઞાનીની એકત્વબુદ્ધિ છે.
પ્રશ્ન:- એકત્વબુદ્ધિનો અર્થ શું?
ઉત્તર:- રાગ છે તે હું છું. શુદ્ધચૈતન્ય જે રાગથી ભિન્ન છે તે અસ્તિત્વનો દૃષ્ટિમાં અભાવ છે. અને રાગના પરિણામનું અસ્તિત્વ છે તે હું છું એવી એક સમયની ( પર્યાયમાં) એકત્વબુદ્ધિ છે. ઝીણી વાત છે......માર્ગ ઝીણો પ્રભુ !