________________
કલશ-૧૪૫.
૪૪૫
ઉત્તરઃ- પંચમકાળે પાણી નાખીને શીરો થતો હશે? હલવો બનાવવા લોટના ઠેકાણે ધૂળ નાખતા હશે? ઘીને ઠેકાણે પાણી નાખતા હશે? પંચમઆરાનો હો કે ચોથા આરાનો હો ! શીરો તો લોટ, સાકરને ઘીનો જ થાય છે. તેમ પંચમઆરાના સાધુ હો કે ચોથા આરાના સાધુ હો! તે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રથી થાય છે. સમજમાં આવ્યું? આવી વાતો છે!
“ભોજન પરદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે.” ભોજન પરદ્રવ્ય છે. ભોજન લેવાની જે વૃત્તિ ઊઠે છે એ વૃત્તિનો અંદરમાં ત્યાગ છે....દૃષ્ટિમાં તેનો સ્વીકાર નથી. સંત મુનિરાજ પોતાના માટે બનાવેલા આહારને ભે નહીં. નિર્દોષ આહાર હોય તો પણ લેવાના ભાવથી પોતાનો અભિપ્રાય ભિન્ન છે. ભોજન મારી ચીજ નથી, ભોજન લેવાની વૃત્તિ તે મારી ચીજ નથી....હું આનંદમયી છું
શ્રોતા- ભગવાન મહાવીરને આહાર લેવાની વૃત્તિ ઊઠી હતી ને !?
ઉત્તર- છમસ્થ હતા ત્યારે, કેવળી થયા પછી નહીં. તમારે શું કેવળીનું કહેવું છે? એ તો શ્વેતામ્બરમાં આવે છે. ભગવાનને છ મહિના પછી રોગ થયો અને પછી આહાર લીધોને !! એ બધી જૂઠી વાત છે કલ્પનાની
ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વર મહાવિદેહમાં સાક્ષાત્ બિરાજે છે. તેમનો પાંચસો ધનુષ એટલે બે હજાર હાથ ઊંચો દેહ છે. એક કરોડ પૂર્વનું આયુષ્ય છે. અને ત્રિકાળી સર્વ પૂર્ણાનંદના નાથની પરમાત્મ દશા પ્રગટી છે. તેમને ઓમ ધ્વનિ નીકળે છે એવા પરમાત્માની આ વાત છે. કુંદકુંદઆચાર્ય સંવત ૪૯ માં ત્યાં ગયા હતા, તેઓ દિગમ્બર સંત હતા. ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા છે. આ માર્ગ છે. અહીંયાથી ત્યાં ગયા હતા અને ત્યાં (તત્ત્વની વિશેષ) સ્પષ્ટતા થઈ.
આહાહા! સમ્યગ્દષ્ટિ ધર્મી હો! તેને રાગથી ભિન્ન અનુભવ થયો હોવા છતાં હજુ આહારનો ભાવ, વિષય ભોગની વાસનાની પણ વૃત્તિ ઊઠે છે, પણ તે મારો ભાવ છે તેમ તેની દષ્ટિમાં હોતું નથી. તે ભાવ તેને દુઃખરૂપ લાગે છે. સમ્યગ્દષ્ટિને ભોગની વાસના કાળા નાગ જેવી-ઝેર જેવી લાગે છે. મુનિને વાસનાના ભાવો તો છે જ નહીં. તેમને એક સુધાનો ભાવ ઊઠે છે તો કહે છે કે હું ભોજન કરું છું તેવો પરિગ્રહ મને નથી. વિકલ્પ ઊયો તે મારી ચીજ છે તેમાં (હું) નથી. તે તો તેના પણ જ્ઞાતા-દેષ્ટા છે. અરે! આવી વાતું છે અને લોકોએ તો કંઈક ચલાવ્યું છે. કોઈએ કંઈક ચલાવ્યું અને કોઈએ કંઈક! બિચારાને ભાન ન હોય તેથી ધૂતારા ધૂતી જાય.....થઈ રહ્યું!
આહાહા! આ તો સર્વજ્ઞ ત્રિલોકનાથ તીર્થંકર પરમેશ્વર પરમાત્માની દિવ્ય ધ્વનિઓમકાર ધ્વનિનો આ સાર છે. આહાહા ! ભોજનનો, પીવાના પાણીનો ત્યાગ.. કેમ કે તે પદ્રવ્ય છે. મુનિને પાણી પીવાની વૃત્તિ ઊઠે છે....પણ તે વિકલ્પ પારદ્રવ્ય છે, તે મારો છે તેમ માનતા નથી. અત્યારે તો પરદ્રવ્યનો ત્યાગ કરતાં-કરતાં તેમાં મુનિપણું નાખી (સ્થાપી)