________________
४४४
કલશામૃત ભાગ-૪ બેનનું વચનામૃત પુસ્તક બહાર પડ્યું.લોકો વાંચીને બહુ રાજી થાય છે. એ ભાઈ તો એમ કહેતા હતા કે-બેનનું પુસ્તક તો અનુભવમાં નિમિત્ત છે. ચાકળામાં બેનનો બોલ લીધો ...તે સૌથી પહેલું તેણે કર્યું. આનંદના નાથનું..વેદન પૂર્વક અનુભવમાં વચનામૃત નિમિત્ત છે એમ એ બોલ્યા હતા. અરે.... બાપુ! કરવાનું આ છે! હજુ તો આ ચીજ સાંભળવી મુશ્કેલ પડે! મરીને ચાલ્યા જશે!
અહીંયા કહે છે કે હવે જરા ધ્યાન રાખો !! “ભોજન પરદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે, પાણી પીવું પારદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે. અહીં એ વાત વિશેષમાં લીધી શા માટે? મુનિ છે તે મુનિને વસ્ત્રનો ટુકડો પણ ન હોય. જેને મુનિ કહીએ.....સાચા સંત કહીએ કે શરીર પર તેને વસ્ત્રનો ટુકડો પણ ન હોય...એવી કુદરતી નગ્ન દશા થઈ જાય. અહીં પાઠમાં વસ્ત્રનો ત્યાગ એમ ન લીધું! કેમ કે મુનિને તેનો તો ત્યાગ હોય જ છે. એ શું કહ્યું? વસ્ત્રનો ત્યાગ ન લીધો, દાગીનાનો પૈસાનો ત્યાગ ન લીધો! કેમ કે એ મુનિને હોતું જ નથી. વસ્ત્રને રાખવું તે ત્રણકાળ-ત્રણલોકમાં મુનિને હોતું જ નથી. વસ્ત્ર સહિત રહીને અજ્ઞાની માને કે અમે મુનિ છીએ, નિગોદગામી . એ અધોગામી ગતિમાં જવાના છે. સમજાય છે કાંઈ?
અહીંયા તો ત્રણલોકના નાથ સર્વદેવ પરમેશ્વર તીર્થંકરદેવનું આ ફરમાન છે. “ભોજન પદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે.”કેમ કે – મુનિને હજુ આહાર હોય છે. મુનિ થાય તેના પહેલાં સંતને આત્મજ્ઞાન થાય પછી જ્ઞાનમાં રમણતા થાય. સ્વરૂપમાં ચરના તે ચારિત્ર.....આવે ત્યારે તેને વસ્ત્રની વિકલ્પ વૃત્તિ છૂટી જાય. મુનિને તો મોરપીંછી અને બીજું કમંડળ બસ એ બે અને નગ્ન દશા... જંગલમાં વસે તેને સાચા સંત અને મુનિ કહેવામાં આવે છે. તે પોતાની અપેક્ષા લઈને વાત કહે છે. અરેરે ! મુનિ કોને કહેવા? નગ્નપણું લઈ લીધું અને પંચમહાવ્રત માટે તે મુનિ છે એમ નથી.
અંદરમાં જેણે અતીન્દ્રિય આનંદના નાથને ઢંઢોળીને જગાડયો. જેને વર્તમાન દશામાં અતીન્દ્રિય આનંદની પ્રચુર ભરતી આવે છે.....એવા મુનિને વીતરાગ સર્વજ્ઞના માર્ગમાં મુનિ કહેવામાં આવે છે... અને એ સિવાય બીજો પંથ સાચો છે જ નહીં. એ સર્વજ્ઞ ભગવાનના પંથમાં સંતોને વસ્ત્રો ન હોય, તેને શિષ્યો ચેલાની મમતા ન હોય. એ તો અતીન્દ્રિય આનંદમાં ઝૂલતા હોય છે. અહીં વસ્ત્રનું નામ ન લીધું કેમ કે મુનિને વસ્ત્ર હોતું નથી. ભોજનનું નામ લીધું કેમ કે- એ હજુ હોય છે. ઝીણી વાત છે...ભગવાન!
શ્રોતા- પંચ પરમેષ્ઠીમાં એ સામેલ છે?
ઉત્તર એને જ સાધુ કહેવાય, બીજા ક્યાં સાધુ છે? “સ્મોલોએ સવ્વસાહૂણમ્.” બાવા થઈને ફરે, લુગડાં પહેરીને ફરે એ બધા થઈ ગયા સાધુ? ધૂળેય નથી સાધુ. ધૂળેય નથી એટલે? તેને પુણ્યાનુબંધી પુણ્યય નથી.
શ્રોતા- પંચમકાળમાં તો એવા જ સાધુ હોય ને!!