________________
४४
કલશ-૧૪૫ પર્યાયમાં જે રાગાદિ ઉત્પન્ન થાય છે અને શરીરાદિનો સંયોગ દેખાય છે. તેનાથી ભેદજ્ઞાન કરવાનો અભ્યાસ કર! તે સિવાય તને આત્મા મળશે નહીં. આ ભક્તિ કરી, પૂજા કરી અને દયાદાન કરવાથી સમ્યક થશે, તો તેને કહે છે- મરી જઈશ. એ રાગની ક્રિયાથી નહીં થાય સાંભળને ! રાગની ક્રિયા તે કલેશ છે. કલેશથી શું સમ્યગ્દર્શન- સમાધિ થાય છે? આવી વાત છે.
અહીં સુધી જે કાંઈ કહ્યું તે એમ કહ્યું કે જેટલી પુગલકર્મની ઉપાધિરૂપ સામગ્રી તેનો સામાન્યપણે ત્યાગ કહ્યો,” સમુચ્ચય કર્મ, પુણ્ય-પાપના ભાવ અને ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ આત્મા તે બન્નેના ભિન્નનો વિચાર કરવો તે પણ વિકલ્પ-રાગ છે. વાત આકરી લાગે પણ પ્રભુ શું થાય !?
જેટલી પુગલકર્મની ઉપાધિરૂપ સામગ્રી તેનો સામાન્યપણે ત્યાગ કહ્યો અર્થાત્ જે કાંઈ પરદ્રવ્ય સામગ્રી છે તે ત્યાજ્ય છે એમ કહીને પરદ્રવ્યનો ત્યાગ કહ્યો” સામાન્ય રીતે એટલે સંક્ષેપમાં, ભગવાન અતીન્દ્રિય આનંદનો કંદ અને પુણ્ય-પાપના વિકલ્પો, રાગાદિ ભાવ અને શરીરાદિ તે બધું પર વસ્તુ છે. તેનો દૃષ્ટિમાંથી ત્યાગ કરાવ્યો છે. સામાન્ય સંક્ષેપમાં પરમાં બધો રાગાદિ લઈ લીધો. આત્મા આનંદના નાથનું ભેદજ્ઞાન સામાન્ય રીતે કરાવ્યું. હવે પૈસા આદિ ધૂળને શું કરવું ! અરે....તેને સમય મળ્યો નહીં. બહારથી પ્રવૃત્તિને ઘટાડીને નિવૃત્તિ કરવી......તેના ઠેકાણા ન મળે!! અંદરની વાતો તો ક્યાંય રહી ગઈ. અહીંયા પ્રભુ કહે છે-એકવાર સાંભળતો ખરો !!
“હવે વિશેષરૂપ કહે છે. વિશેષાર્થ આમ છે કે - જેટલું પારદ્રવ્ય તેટલું ત્યાજ્ય છે એમ કહ્યું. હવે (કહે છે કે) ક્રોધ, પરદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે, માન પરદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે, ઇત્યાદિ” અભિમાન કરવું કે હું પૈસાવાળો છું, હું શરીર છું, હું ત્યાગી છું, હું પંડિત છું, હું મૂર્ખ છું તે માન અભિમાન પરિગ્રહ છે. પરચીજની મમતા છે તેનો તો ત્યાગ કરાવ્યો છે. ઇત્યાદિ ક્રોધ, માન, માયા, લોભ, તેને છોડ પ્રભુ ! પર વસ્તુનો વિકલ્પ-વૃત્તિ ઊઠે છે તે ત્યાજ્ય છે. રુદન કરવું તે પાપ ભાવ છે, હસવું તે પાપ ભાવ છે. તો એ પાપ ભાવથી આત્માની અંદર નિર્વિકલ્પ દૃષ્ટિ થાય છે તેમ મિથ્યાદેષ્ટિ અજ્ઞાની પાખંડમાં ખોવાય ગયો છે. આ બધો પરિગ્રહ છે ભાઈ ! પાછળ જરી સૂક્ષ્મ છે.
શ્રોતા- મિચ્છામિ દુક્કડમ્ કરે તો પાપ ન થાય ને!? ઉત્તર- મિચ્છામિ દુક્કડમ્ કરવાથી મિચ્છામિ દુક્કડમ્ થતું નથી. મિચ્છામિ દુક્કડમ્ ક્યારે કહેવાય? રાગાદિ એ બધું જૂઠું છે અને સત્ય પ્રભુ અંદર ભિન્ન છે એવા સત્—સત્યનો આશ્રય લઈને રાગને ભિન્ન કરે તો !...તો એ રાગનો મિચ્છામિ દુક્કડમ્ થાય. મિચ્છામિ દુક્કડમના ઘડિયા બોલીને મરી ગયો. ઝીણી વાતું બહુ ભાઈ ! અનંતકાળ ગયો એનો પણ સત્ સમાગમ સાચું મળ્યું નહીં. મળ્યું તો કામ કર્યું નહીં.