________________
કલશ-૧૪૫
૪૪૧ કાગડા, કૂતરામાં તેણે અનંત ભવ કર્યા.
પરમાત્મા જિનેન્દ્રદેવ સર્વજ્ઞ ભગવાન ! જેના મતમાં સર્વજ્ઞ છે તે કહે છે એક સેકન્ડના અસંખ્યમાં ભાગમાં જેને ત્રણકાળ, ત્રણ લોકનું જ્ઞાન હોય, જેની ઈચ્છા વિના ઓમ ધ્વનિ નીકળે, જેના શરીર પરમ ઔદારિક છે, જેના ભામંડલના તેજમાં નજર કરતાં સાત ભવ જણાય છે તેવા સર્વજ્ઞ પરમાત્મા ફરમાવે છે......તેને પરમાત્મા કહીએ. એ પરમાત્મા તને પ્રભુ! ભગવાન તરીકે બોલાવે છે....... પણ એ ભગવાન શું ચીજ છે તેની ખબર નથી. | વિકલ્પથી શૂન્ય થઈ જાવ...! તે તો નાસ્તિથી થયું પણ અતિ શું છે? તે તો નાસ્તિ થઈ કે
વ્યવહાર નામ વિકલ્પથી શૂન્ય થઈ જાવ ! વિકલ્પથી શૂન્ય થયો તો શું થયું? એવી કઈ ચીજ (અતિ તરીકે છે ) કે પરથી શૂન્ય થઈ જાવ !
પોતાના શરીર પ્રમાણ આત્મા છે. એક એક આત્મામાં અનંતજ્ઞાન, અનંતશાંતિ, સ્વચ્છતા, પ્રભુતા પડી છે. એવા આત્માનું રાગથી શૂન્ય થઈને સ્વભાવના અસ્તિત્વનો અનુભવ કરવો, દૃષ્ટિ કરવી તે કહે છે ને ! જીવ ને કર્મની એકત્વબુદ્ધિ તે મિથ્યાત્વ ભાવ છે. એ રાગ દયા-દાનવ્રત-ભક્તિનો હો! પણ એ રાગ વિકલ્પ છે. ભગવાન આત્મા તેનાથી ભિન્ન આનંદકંદ છે તે બેની એકત્વબુદ્ધિ કરવી તે જ મિથ્યાત્વને સંસાર છે. ચોરાસી લાખ યોનિમાં રખડવાનું આ જ કારણ છે.
આચાર્ય દિગમ્બર સંત ! અંતર અતીન્દ્રિય આનંદના પ્રચુર વેદનમાં છે...તેને મુનિ કહે છે. જેને પ્રચુર સ્વસંવેદન છે. રાગથી ભિન્ન થઈને પોતાના આનંદને અનુભવવો તે તો સમ્યગ્દષ્ટિને ચોથે ગુણસ્થાને હોય છે. પરંતુ મુનિને તો આત્માના અતીન્દ્રય આનંદનું પ્રચુર સ્વસંવેદન હોય છે. “પ્રચુર” નામ ઘણોજ. સમુદ્રને કાંઠે જેમ પૂર- (ભરતી) આવે તેમ સંતોને અંદરમાં, અંતરના આનંદની દશામાં ભરતી આવે છે. આ પ્રચુર સ્વસંવેદન જ્ઞાન, આનંદ તે મુનિનું મુખ્ય લક્ષણ છે.
તે મુનિ એમ કહે છે કે હું દુનિયાને એમ કહું છું કે- (અજ્ઞાનમ) જીવની અને કર્મની એકત્વબુદ્ધિરૂપ“નો ભાવ કઈ રીતે છૂટે એવો છે અભિપ્રાય જેમનો.” વિકલ્પથી છૂટવા માટેનો આ ઉપાય છે તો સામાન્ય કહ્યું....સામાન્યપણે તો કહ્યું કે-જેટલા વિકલ્પ છે તે. પછી તે દયા-દાનના હો ! ભગવાનના સ્મરણના હોં! તે બધો રાગ તેનાથી ભિન્ન. સામાન્ય તરીકે સંક્ષેપમાં કહીએ તો........બધા વિકારથી ભિન્ન પોતાના આત્માનો અનુભવ કરાવી તેનું ભાન કરાવ્યું. હવે વિશેષ અર્થાત્ નામ લઈને ભિન્નના કરાવે છે. સમજમાં આવ્યું?
ભગવાન આત્માનું અસ્તિત્વ અર્થાત્ મૌજુદગી. ભગવાન આત્માની અસ્તિ છે – મૌજુદગી છે. શરીરમાં (છે) છતાં શરીરથી ભિન્ન તેની મૌજુદગી છે. શરીરની બહારે (ય) નહીં અને શરીરમાંય નહીં. શરીર તો રજકણ ધૂળ-માટી છે. પણ તેનાથી ભિન્ન અંદરમાં સચ્ચિદાનંદ પ્રભુ જે પૂર્ણાનંદનો નાથ છે, તેની અને રાગની એકત્વબુદ્ધિ તે મિથ્યાત્વ છે