________________
કલશ-૧૪૫
૪૩૯ શેત્રુજ્યની યાત્રાનો ભાવ હો તો તે પર તરફના લક્ષનો રાગ છે. એ રાગ અને ભગવાન આત્મા ચૈતન્યજ્ઞાયકભાવ...જીવતત્ત્વ તેનું આ પ્રકારે ભેદજ્ઞાન થાય છે. મિથ્યાત્વ છૂટે એ રીતે અભ્યાસ કરવો. પહેલી ક્રિયા તો આ છે.
કઈ રીતે છૂટે એવો છે અભિપ્રાય જેમનો” મુનિઓનો છે અભિપ્રાય તે જગતને કહ્યો છે. આ દેહ તો જડ હોવાથી ભિન્ન છે. તે અજીવ છે તેથી તેની ક્રિયાને આત્મા કરી શક્તો નથી. આ શરીર તો માટી-ધૂળ-જડ-પુદ્ગલ છે. અંદરમાં જે જડ કર્મ છે, તેના બંધનની છૂટવાની ક્રિયા આત્મા કરી શક્તો નથી. અંદરમાં પુણ્ય-પાપના ભાવ થાય છે તેનાથી ભિન્ન કરવાનો અભિપ્રાય મુનિરાજનો છે.
“afફાતુમના” કઈ રીતે છૂટે એવો છે અભિપ્રાય જેમનો,” પ્રથમમાં પ્રથમ ધર્મી જીવનો રાગ અને આત્માને ભિન્ન કરવાનો અભિપ્રાય તે મુનિરાજનો છે. આ શરીર, વાણી, કુટુંબ-કબીલા એ તો પર ચીજ છે. આત્મામાં તો તેની પર્યાય પણ નથી. શુભઅશુભ ભાવતો તેની પર્યાયમાં છે અને તેનાથી ભેદ અભ્યાસ કરવાનો અભિપ્રાય છે. આવું કરવા આ ક્યારે નવરો હોય!
શ્રોતા:- સહજ પુરુષાર્થથી આવે છે.
ઉત્તર-પુરુષાર્થથી થાય છે, સહજ નહીં, સહજનો અર્થ પુરુષાર્થ છે. કળશટીકામાં આવે છે- સહજ સાધ્ય છે. સહજ નામ પુરુષાર્થ છે. સ્વાભાવિક સહજ પુરુષાર્થ છે. એની મેળે થઈ જાય...પુરુષાર્થ વિના... એવી એ ચીજ નથી. કળશટીકામાં લખ્યું છે તે ખબર છે. તેનો અર્થ જ એ કે સહજ નામ સ્વાભાવિક, રાગના વિકલ્પથી ભિન્ન નિર્વિકલ્પ ભગવાન બિરાજે છે. અનંત આનંદ, અનંત જ્ઞાનનો સાગર પ્રભુ આત્મા છે. રાગથી...આત્માને ભિન્નનો પ્રયત્ન તેનું નામ ભેદજ્ઞાન છે. અથવા રાગને આત્મા ભિન્ન છે......એવી પ્રજ્ઞાછીણી ત્યાં મારવી તે પ્રયત્ન છે. રાગ અને સ્વભાવની વચ્ચે સમ્યકજ્ઞાન રૂપી પ્રજ્ઞાછીણી મારવી તે પુરુષાર્થથી થાય છે. પરથી ભિન્ન ભગવાન ચૈતન્ય શુદ્ધ સચ્ચિદાનંદ પ્રભુ! સત્ શાશ્વત આત્મા...જ્ઞાન ને આનંદનો સાગર છે.
શ્રોતાઃ- આ સાગર શરીરમાં સમાય ગયો?
ઉત્તર- હા, શરીરમાં દરિયો સમાય ગયો. જેનું જ્ઞાન અપરિમિત છે. જેનો સ્વભાવ સ્વ ભાવ, જ્ઞાન જેનો સ્વભાવ એ સ્વભાવને મર્યાદા નહીં, હદ નહીં..., કેમ કે અમર્યાદિત છે. તે અપરિમિત છે. વચનામૃતમાં આવ્યું છે.તે કહ્યું હતું કે પુષ્ય ને પાપના જે ભાવ છે તેની સીમા છે, શુભ-અશુભ ભાવની મર્યાદા છે.......અનહદ –બેહદ ભાવ એ નહીં. કેમ કે – ભગવાન આત્માના ભાવથી તે વિપરીત ભાવ છે તેથી તેની મર્યાદા છે. મર્યાદા છે તો પાછો ફરી અને પોતાના સ્વભાવને પ્રાપ્ત કરી શકે છે. જ્યારે આત્મ સ્વભાવ અમર્યાદિત (અસીમ) છે.