________________
૪૩૮
કલશામૃત ભાગ-૪ કાંઈક વિશેષ કહેવાનો ઉધમ કરે છે. અમૃતચંદ્ર આચાર્ય અથવા કુંદકુંદઆચાર્ય દેવ દિગમ્બર સંત તેઓ (ભૂય:) કંઈક વિશેષ કહેવાનો ઉદ્યમ કરે છે.
કેવા છે ગ્રંથના કર્તા?“અજ્ઞાનમ્ ાિતુમના” જીવની અને કર્મની એકત્વબુદ્ધિરૂપ મિથ્યાત્વભાવ,” ભગવાન કુંદકુંદાચાર્ય દિગમ્બર સંત કે અમૃતચંદ્ર આચાર્ય સંત કે જેમનું અજ્ઞાન દૂર થઈ ગયું છે. રાગની સાથે પોતાના સ્વભાવની એકત્તાબુદ્ધિ મુનિને તો છૂટી ગઈ છે. પણ સાથે સાથે અજ્ઞાનીના અજ્ઞાનને છોડાવવા માટે શું કહે છે તે જુઓ!! જીવ અર્થાત્ ચૈતન્ય સ્વરૂપ જ્ઞાયક આનંદકંદ પ્રભુ અને રાગાદિ વિકલ્પ છે તે પરવસ્તુ છે. એ બન્નેની એકત્વબુદ્ધિ તે મિથ્યાત્વ ભાવ છે. સમજમાં આવ્યું?
જ્ઞાન” તુમના” જીવની અને કર્મની એકત્વબુદ્ધિરૂપ મિથ્યાત્વભાવ” કર્મ શબ્દ શુભરાગ. શુભરાગરૂપી કર્મનું ફળ તે પણ કર્મ છે. શુભરાગ જે છે- દયા-દાન-વ્રત-તપભક્તિ પૂજાનો તે ભાવ રાગ છે....... એ પર વસ્તુ છે. તે પોતાની ચીજ નથી. પોતાની ચીજમાં રાગનું એકત્વ માનવું અથવા રાગથી મને લાભ થશે તેવી માન્યતા તે મિથ્યાત્વ છે. એ રાગને આત્માની એકત્વ બુદ્ધિ તે મિથ્યાત્વ ભાવ છે. આવું ઝીણું છે ! નિર્જરા અધિકાર
છે ને!
નિર્જરા નામ ધર્મ કોને થાય છે? અજ્ઞાનનો નાશ, રાગનો નાશ થતાં થાય છે. જેને પોતાનો ચૈતન્ય મૂર્તિ જ્ઞાયક પ્રભુ આનંદ સ્વરૂપથી ભર્યો પડયો છે. તેની સાથે જે પુણ્યપાપના ભાવની એકત્વબુદ્ધિનો જેણે નાશ કર્યો છે અને શુદ્ધ સ્વરૂપમાં અર્થાત્ આનંદનો નાથ પ્રભુ છે. તેમાં રમણતાં કરતાં તેને અશુદ્ધતા અને કર્મનો નાશ થાય છે. તેને નિર્જરા કહે છે. નિર્જરા નામ કર્મનો નાશ, અશુદ્ધતાનો નાશ અને શુદ્ધિની વૃદ્ધિ થવી તે ત્રણેયને નિર્જરા કહે છે. કર્મનો નાશ, પુષ્ય-પાપની અશુદ્ધ મલિનતાનો નાશ અને શુદ્ધનિર્મળ પવિત્ર વીતરાગભાવની વૃદ્ધિ તેને અહીંયા નિર્જરા કહે છે.
આવી નિર્જરા કોને હોય છે? “જીવની અને કર્મની એકત્વ બુદ્ધિરૂપ મિથ્યાત્વ ભાવ કઈ રીતે છૂટે એવો છે અભિપ્રાય જેમનો,” જેને અભિપ્રાયમાંથી પરની એકત્વબુદ્ધિ છૂટી છે તે ધર્માત્મા છે. મુનિ દિગમ્બર સંત કહે છે કે- રાગ, સ્વભાવથી ભિન્ન છે અને સ્વભાવ રાગથી ભિન્ન છે. બેની એકત્વબુદ્ધિ જેને ભેદજ્ઞાન થતાં છૂટે છે તે ધર્માત્મા છે.શુભરાગ હોકે અશુભ ! તેનાથી મારી ચીજ અંદર ભિન્ન છે. અને આત્મા જે જ્ઞાયક તત્ત્વ છે તેનું તત્ત્વ ભિન્ન છે. આ રીતે બન્નેની ભિન્નતાનો અભ્યાસ કરવો. રાગથી મારી ચીજ ભિન્ન છે અને મારો આનંદ સ્વભાવ એવી મારી ચીજથી રાગ ભિન્ન છે....એ રીતે પહેલા ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો......તેનાથી મિથ્યાત્વનો નાશ થાય છે.
જીવનું કર્મની સાથે ભેદજ્ઞાન કરવું. “કર્મ' શબ્દની વ્યાખ્યા ગઈ કાલે આવી ગઈ છે. પછી તે વ્રતના શુભભાવ હો ! ભગવાનની ભક્તિનો ભાવ હો તે રાગ છે. સમ્મદ શિખર,